Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunil Shah

Others

3  

Sunil Shah

Others

પણ?

પણ?

1 min
13.6K


હમણાં જ તો ગયો’તો, આવી ગયો પરત પણ
ચકડોળ જેમ ચાલે આ દર્દનો વખત પણ!

ઊંચે ચડો છો ત્યારે, તાળી સતત જે પાડે,
નીચેથી એ જ ખેંચે, કેવું કરે જગત પણ!

દીધા નહીં કશાયે સંસ્કાર વારસામાં,
પાસે હતી ઊડી ગઈ, મા –બાપની બચત પણ.

જે આમ તો કરે છે, બહુ મિત્રતાનો દાવો,
એની બધીય વાતે, એ મૂકે છે શરત પણ !

ના, ફૂંક માત્રથી કૈં ના નીપજે સુરીલું,
સાથે એ આંગળીની માંગે છે આવડત પણ.

એવું નથી કે, સઘળું જાહેર કરવું સૌને,
હો એક બે સ્ખલન તો, સ્વીકારી લો સ્વગત પણ.

સામે કશું નથી કે પાછા ફરે અવાજો,
એથી રમી શક્યો નહિ,પડઘા સમી રમત પણ !


Rate this content
Log in