ચીતર્યો
ચીતર્યો
1 min
14K
લોકો એ છો ટૂંકો ચીતર્યો, મેં બહુ લાંબો ચીતર્યો,
જીવનની આ સ્લેટ ઉપર, સમજણનો કક્કો ચીતર્યો.
જેનાં ઝાંઝરથી દિલના તારો ઝણઝણ્યા છે દોસ્ત!
મેં શ્વાસોની ભૂમિ ઉપર બસ એનો ઠુમકો ચીતર્યો.
ફાટેલાં કપડે, ભૂખ્યા પેટે ફૂટપાથે જોયો,
દેખાયો એ જેવો, મેં ઈશ્વરને એવો ચીતર્યો.
ફૂલ, નથી તારો આ ઠસ્સો કેવળ તારે કારણ,
આજ હવા પર ભમરાએ એવો સંદેશો ચીતર્યો.
હાથે કંપન, પગ ડગમગ, આંખે અંધાપો છે જ્યાં,
મોભ હતો ઘરનો, એને મેં થોડો ભીનો ચીતર્યો.