Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunil Shah

Others

4  

Sunil Shah

Others

શણગાર પર

શણગાર પર

1 min
14.3K


શું કરું પ્હોંચી ફક્ત એની નજરના દ્વાર પર,
પ્હોંચવું છે મારે એના ભીતરી શણગાર પર.

માત્ર જોવું, બોલવું કે ગમવું નક્કી ના કરે,
હોય છે અહીં પ્રેમનો આધાર તો સ્વીકાર પર.

બહુ થયા તાવીજ, દોરા, મંતરેલું પાણી દોસ્ત!
ચાલ પર્દાફાશ કરવા, જૂઠના વ્યાપાર પર.

હું ગરજ ને લાગણી વચ્ચે તફાવત જાણું છું,
એટલે તો મૌન રહું છું, ક્યાંક શિષ્ટાચાર પર.

શબ્દના કો’ અર્થ સમ હું સાવ સીધો, સ્પષ્ટ છું,
ધર નહીં ફૂલો, ચડાવે જેમ તું અવતાર પર.

છિદ્ર પુરાઈ ગયા ખુલ્લાપણાંના જ્યારથી,
વાંસળી વાગી નથી સંબંધના વિસ્તાર પર.

 


Rate this content
Log in