Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunil Shah

Others

4  

Sunil Shah

Others

ભીતરના પડઘા

ભીતરના પડઘા

1 min
14.1K


તું જે બોલે છે એ શબ્દો, નખશિખ સાચા ક્યાં છે?
તારી વાતોમાં તારી ભીતરના પડઘા ક્યાં છે?

નહિ ચાલે, આગળ પાછળ જોઈને જો નહિ ચાલે,
તારી ચાલે ચાલે એવા અહીંયાં રસ્તા ક્યાં છે?

‘ક્યારે જાગે છે તું ક્હે’– અંદરથી કોઈ બોલ્યું,
હું બોલ્યો: જાગીને જોવા જેવાં સપના ક્યાં છે?

છો લાગે એના નોખાં ને મારા નોખાં વર્તુળ,
કેદ થવામાં આમ જુઓ તો નોખી ઘટના ક્યાં છે?

તારે સોનું વત્તા મિલકત વત્તા પૈસા છે પણ,
પંખી પાસે ટહુકા વત્તા ટહુકા વત્તા... ક્યાં છે?

તેં તો દઈ દીધાં સૌને બારી, છત, દીવાલો, દ્વાર,
જોયું નહીં કે, ઘરને ઘર રાખે એ ઘરનાં ક્યાં છે?


Rate this content
Log in