હકીકત
હકીકત
1 min
7.1K
થયું જે, ભલે એ અચાનક થયું છે,
અમારુંય કોઈ તો ચાહક થયું છે!
ન નક્કી હતું કંઈ, વિચારેલું પણ નહિ,
છતાં, એને મળવાનું સાર્થક થયું છે.
બધાની સમાવી શકે લાગણીઓ,
હૃદય એટલું દોસ્ત! વ્યાપક થયું છે.
હકીકતની સાથે પરણવું છે એને,
હવે સપનું ઉંમરને લાયક થયું છે.
સતત તૂટતાં પ્હાડ જોયાં છે એણે,
ઝરણ બ્હાવરું ને અવાચક થયું છે.