Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
થઈ હશે,
થઈ હશે,
★★★★★

© Himal Pandya

Others

1 Minutes   13.2K    5


Content Ranking

એકાદ એવી વાતમાં આ વાત થઈ હશે,
હળવી મજાક આપણી આઘાત થઈ હશે;

 ત્યારે હૃદયને કામ ખરું સાંપડ્યું હશે,
*જ્યારે પ્રણયની જગમાં શરુઆત થઈ હશે;*

ધરતી-ગગન ક્ષિતિજ પર આલિંગતા રહ્યા
એકાંત એને આપવા આ રાત થઈ હશે;

દરિયા કિનારો, રેત, તમારું સ્મરણ ને હું
કેવી અનોખી એ ય મુલાકાત થઈ હશે!

કહેવું પડ્યું તમારે - નથી હું ભૂલી શકી!
મારા દરદ-પીડાની વસૂલાત થઈ હશે;

ખોલ્યો જરાક ચોપડો જ્યાં લેણ-દેણનો,
કોઈ નહિ તો સામે ખુદ આ જાત થઈ હશે!

ધરતી-ગગન  ક્ષિતિજ દરિયા કિનારો  રેત   સ્મરણ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..