Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himal Pandya

Others

3  

Himal Pandya

Others

એ નડ્યું!

એ નડ્યું!

1 min
13K


આટલું બસ ભાન ન્હોતું, એ નડ્યું!
વાતનું સંધાન ન્હોતું, એ નડ્યું!

આપણો વિરોધ કંઈ ખોટો ન'તો,
બંધનું એલાન ન્હોતું, એ નડ્યું!

વાત દુનિયાદારીની નોખી હતી;
પણ મને એ જ્ઞાન ન્હોતું, એ નડ્યું!

હું ધસી ગ્યો છેક સામી છાતીએ,
પીઠ પાછળ ધ્યાન ન્હોતું, એ નડ્યું!

વાંક ક્યાં મારો હતો? - પણ ભીડમાં,
કોઈ પણ ઈન્સાન ન્હોતું, એ નડ્યું!

જીંદગીએ દાવ લ્યો, લીધા કર્યો;
મોત ઉપર માન ન્હોતું, એ નડ્યું!


Rate this content
Log in