Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himal Pandya

Others

4  

Himal Pandya

Others

​આ સફર

​આ સફર

1 min
13.3K


જે થવાનું એ થવાનું હોય છે,
આટલું જાણી જવાનું હોય છે.

રંજ એનો ક્યાં? તરસ છિપી નહિ,
દુ:ખ મળેલાં ઝાંઝવાનું હોય છે.

આંસુઓને આવતા રોકી શકો!
બસ, સ્મરણને આંજવાનું હોય છે.

આ બધી ચર્ચા કરી શું પામશું?
એ કહે તે માનવાનું હોય છે.

આ સફરમાં ખાસ બીજું કૈં નથી;
જીવવાનું ને જવાનું હોય છે.


Rate this content
Log in