Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Others

0  

Zaverchand Meghani

Others

મારો વીર રે

મારો વીર રે

1 min
192


દરિયો ડોલે રે માઝમ રાતનો,

ઝૂલે જાણે પારણે મારો વીર રે !

મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજાં ને છોળો મારતાં,

ખુંદે જાણે ખોળલા મારો વીર રે !

મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની,

પાથરે જાણે વીરાના ઓછાડ રે !

મધરાતે માતારોતા વીરાની દોરી તાણતી.

ઝલકે ઝલકે રે જળ માછલી,

ઝલકે જાણે વીર મારાની આંખ રે !

મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઉઘડે ઉઘડે ને બીડાય તારલા,

ઉઘડે જાણે મા-જાયાના નેન રે !

મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી,

ઝબકે જાણે સોણલે મારો વીર રે !

મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો,

માવડી જાણે વીરને હાલાં ગાય રે !

મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો મલકે ને ડોલર ફીણ વળે,

મલકે જાણે વીર મારાનાં મુખ રે !

મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.


Rate this content
Log in