Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himal Pandya

Others

3  

Himal Pandya

Others

ચર્ચાઈ ગયો

ચર્ચાઈ ગયો

1 min
13.7K


એમ ચારેકોર ચર્ચાઈ ગયો,
વાંક ન્હોતો પણ વગોવાઈ ગયો!

આપણો કહેવાતો એ સારો સમય,

ક્યાંક આડે હાથ મૂકાઈ ગયો!


જિંદગીભરનો કરેલો વાયદો,
એક સપનું થઈને સચવાઈ ગયો!

પીઠ પાછળ હાથ જે ફરતો હતો,
એક કપરી પળમાં પરખાઈ ગયો!

જિંદગી! જીવવું તને ભારે પડ્યું!
હું અમસ્તો સાવ અંજાઈ ગયો.

શ્વાસ નામેરી હવાને સંઘરી,
દેહનો ફુગ્ગો ય ફૂલાઈ ગયો!

'પાર્થ' આ ભીતર વલોવાતો ડૂમો,
શબ્દ ના હોવાથી સચવાઈ ગયો!


Rate this content
Log in