Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himal Pandya

Others

4  

Himal Pandya

Others

કવિતા

કવિતા

1 min
14.1K

ઓગળીને!કે બળીને!
આપણે જઈશું અહીંથી,એક સપનું થઈ, ફળીને!
એકલો થઈ જાઉં મેળામાં ય હું તો;ને નજર શોધે તને ટોળે વળીને!
છે પથારીવશ, પરંતુ એક ઈચ્છા છે હજુ યે,

જે પુરાવે છે હયાતી રોજ થોડું સળવળીને! 
અેક ડગલું પણ ભરાશે ત્યાં જ વહેતી થઈ જવાની લાખ વાતો!

પણ બધી યે વાત કાઢી નાખ બીજા કાનમાંથી, સાંભળીને!
થાય એવું કે હવે હું પાંખ ફફડાવી, ઊડીને ક્યાંક નીકળી જાઉં આઘે
!

થાય એવું પણ પછી કે શું કરીશું આ મજાના પિંજરેથી નીકળીને?
છો અહીં દુઃખ-દર્દ-પીડા કે ઉદાસી-આંસુઓ-અવહેલના હો!

પણ ઘણું એવું છે જેને કારણે જીવાય છે સઘળું ગળીને!
ખૂબ સ્હેલું છે નીકળવું પણ જો ત્યાં ફાવે નહિ તો?

આવવા મળશે ખરું ત્યાંથી ફરી પાછા વળીને?
પામવાનું, જે નવું પામી શકાતું;
ને ઉતારી ફેંકવાની કાંચળીને!  

આપણે ઝરણાંની માફક;વહી જવાનું ખળખળીને!
રહી જવાનું,ઝળહળીને!

Rate this content
Log in