સરિતા અને સાગર
સરિતા અને સાગર
1 min
393
સાગરે પૂછ્યું સરિતાને
કાં તું વળી જાય પાછી મને જોઈને
આછું હસીને સરિતા બોલી
તારી ખારાશે મારી મીઠાશને તોલી
ખળખળ વહેતી હતી ત્યારે મને છોલી
સિંધુને મળીને સંધાઈ જતી હું
હવે મારામાં જ કોકડું વળીને સમાઈ ગઈ છું
સપનાઓના સંગીતથી નાચી ઉઠતી હું
હવે એ જ સપનાઓથી દાઝી ગઈ છું
અંતરના અરીસે તને જોઈને મલકી ઉઠતી હું
હવે આંખોથી અનરાધાર છલકી ગઈ છું
વાટ જોવાથી ક્યારેય ન થાકેલી હું
મધદરિયે આવીને જાણે રસ્તો ભૂલી ગઈ છું
પાછા જવું તો અસંભવ છે હવે જાણે
અને મારગ આગળનો નથી દેખાતો જયારે
સલામ તને તું તારી જિંદગીને માણે
મને વિસરીને તું જીવી શકે જયારે.