Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વાદળમાં વસનાર
વાદળમાં વસનાર
★★★★★

© Zaverchand Meghani

Others

1 Minutes   67    3


Content Ranking

પેલાં વાદળમાં વસનાર, માડી ! મને બાળ બોલાવે

એનાં હૈયાં તે કેવાં હેતાળ ! માડી મને રમવા બોલાવે

આઘાં ઉભાં કરે વાતડી અમે રમત જ રમતાં !

વ્હાણું વાયે વે'લાં નીસર્યાં ! ને રાતે પાછાં વળતાં.

સોનાના ખેલ સવારમાં ખેલ્યાં સૂરજ સંગે

રાતે રમાડશે ચંદ્રમા રૂડે રૂપેરી રંગે.

શી રીતે આવું એ દેશમાં મને કોણ ત્યાં તેડે ?

આવજે દોસ્ત તું એકલો તારી વાડીને શેઢે.

ઉંચા કરી તારા હાથને ઉભો બે ઘડી રે'જે

બાળા રાજા ! તને તેડશું અમ મેઘલ દેશે !

ના રે બાપુ ! મારી માવડી વાટ્યું જોશે ને રોશે !

સુણી વાદળ કેરાં બાલુડાં હસી જાય વિદેશે.

તું બનશે મુજ ચંદ્રમા ! હું બનું વાદળ-બાળ,

અગાશીના આકાશમાં રમશું રમત રસાળ

બાળ વાદળ પ્રકૃતિ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..