સાચા ઘડવૈયા
સાચા ઘડવૈયા
1 min
164
આ છે દેશના આપણા લડવૈયા
આઝાદીના આ છે ઘડવૈયા,
પેલો છે સતાવનનો મંગલવીર
તે છે દેશનો મોટો ભડવીર,
હવે દૂર થશે ગુલામીની આંધી
તે લાવશે આપણા મહાત્મા ગાંધી,
દેશ માટે છે ભગતસિંહ ને આઝાદ
દેશ હવે થશે જિંદાબાદ,
દેશ માટેના આ છે સાચા સૈનિક
જેની નજર છે સાચી નૈતિક,
દેશને મળશે હવે સાચી અંજલિ
આપીએ તેઓને સ્મરણાંજલિ.
