STORYMIRROR

#DSK #DSK

Others Romance

3  

#DSK #DSK

Others Romance

યે રિશ્તા તેરા મેરા-4

યે રિશ્તા તેરા મેરા-4

11 mins
29.7K


(મહેક અને અંશની સગાઇ થાય છે, મહેક એક દિવસ માર્કેટ જાય છે, ત્યાં મગનકાકા મળે છે. બીજા દિવસે ૧૦ વાગે મળવા બોલાવે છે... હવે આગળ...)

મહેક તેનું કામ પતાવી ફટાફટ માર્કેટ જાય છે. તે મગનકાકાની રાહ જોતી હોય છે. ૧૫ મિનિટમાં કાકા ધીમે ધીમે આવતા દેખાય છે. કાકા આવતાની સાથે જ મહેક શરુ થઇ જાય છે.

મહેક; કાકા શું હકીકત છે? તમે શા માટે જયદીપને સાચો માનો છો ? બોલો કાકા બોલો મારો જીવ જાય છે ?

કાકા; બેટા ! તું આજે પણ એવીને એવી જ છે. બદલાય બિલકુલ નથી, મને શ્વાસ તો લેવા દે બેટા !

મહેક; સોરી કાકા, બોલો, શાંતિથી...! (હસે છે)

કાકા; બેટા, સાંભળ ! શાંતિથી સાંભળ. તારા ગયા પછી થોડા જ સમયમા નિરવા આવી. આ એ જ નિરવા જે કોલેજ સમયમાં તારી અને જયદીપની સાથે હતી !

મહેક; હા.. એ.. જ

કાકા; એ માત્ર જયદીપને મળવા જ આવતી, શરારત કરવા. તૈયાર થઇ, ટૂકાં કપડાં પહેરી, જયદીપની સાથે મજાક - મસ્તી કરી ૧ કલાક ૨ કલાક રહી જતી રહે, આવું થોડા સમય ચાલ્યું. પછી ધીમે-ધીમે તે થોડી જયદીપની નજીક જવા લાગી. વાતવાતમાં તેને સ્પર્શ કરવા લાગી, પણ... આ જયદીપ... જે તને પ્રેમ કરે છે છતાં પણ તારી રીસ્પેકટ કરતો એ આ નિરવાનું આવું વર્તન કેમ સહન કરે ?

જયદીપ; પ્લીઝ, નિરવા, તારે મને ટચના કરવો, એ મને પસંદ નથી.

નિરવા; કેમ... મહેક જ સારી લાગે છે ? (તેના ગાલ પર આંગળી ફેરવીને)

જયદીપ; ખબર જ છે તો પૂછે છે કેમ? (હાથને ધીમેથી ધક્કો મારીને)

નિરવા; (હસે છે) ઓકે. (નિરવાની ટૂકાં કપડાં પહેરીને આવવુંને સ્પર્શ કરવું એ ચાલ કામયાબ ન થઇ. જયદીપ તારા અને તેના ટેબલનું વર્ક કરીને સાંજ પડે ત્યાં કૂણવાય ગયેલા લોટ જેવો થય જતો. જમવાની પણ તાકાત ન રહેતી. હું તેને ઘેર છોડી આવતો. એક દિવસની વાત છે તે ઓફિસ આવે છે જયદીપની ઘણી રાહ જૂએ છે પણ જયદીપ આવતો નથી, તે કંટાળી ગઈ પણ જયદીપ ન આવ્યો, ઘણાં આંટા-ફેરા લગાવ્યા પછી તારી ખુરશી પર બેસી ગોળ-ગોળ ફરવા લાગી... ઓહો.. મહેક તારો જાદૂ ને તારા અસૂલ... ઉફ... તંગ આવી ગઇ છું યાર...

મારી ઇચ્છા નથી તેમ છતાંય તારા ટેબલનુ વર્ક કરવું પડશે કેમ કે જયદીપ લેટ આવીને ક્યારે કામ કરશે ? ક્યારે ફ્રી થશે ? ને ક્યારે મારી સાથે વાત કરશે ?

એમ બોલી એ તારા ટેબલની બે ફાઇલનું કામ પતાવે છે ત્યાં જ જયદીપ આવી જાય છે. તે આવતાંની સાથે જ તેના ટેબલનું વર્ક પતાવે છે પછી તારા ટેબલની એક જ ફાઇલ બાકી રહે છે મેનેજમેંટની એ કામ પતાવે છે છેલ્લે જયદીપ બે કલાક ફ્રી થઇ જાય છે.

જયદીપ; થેંક્સ નિરવા

નિરવા; ડોન્ટ વરી...

(મનમાં આ તો જાદુ થઇ ગયો, અનિઇચ્છા છતાંય કામ કર્યું ને જયદીપ બે કલાક ફ્રી ફ્રી ઓહ નો... તો તો કાલથી આ ટેબલ નિરવા જ સંભાળશે જયદીપ અને તું ફ્રી ફ્રી મારા માટે... યસ.. યસ...)

જયદીપ; શું વિચારે છે?

નિરવા; ચલ, ચા પી આવીએ એમ?

જયદીપ; ઓકે.

(બંને જાય છે પછી જયદીપ નિરવાને ઘેર છોડી આવે છે, બીજા દિવસે રેડી થઇને ઓફિસના સમય પર આવી જાય છે, જયદીપ પાસે તારા ટેબલનું વર્ક સમજે છે. પછી એ તારા ટેબલનું વર્ક શીખી લે છે ક્યારેક ક્યારેક કંટાળી જાય ત્યારે સિગારેટ ફૂકવા લાગે છે.)

જયદીપ; નિરવા.. આ બરાબર નથી

નિરવા; હું સિગારેટ વગર કામ ન કરી શકું જયદી.. . પ .. .. હમ્મ્મ્મ

જયદીપ; નો સ્મોકિંગ

નિરવા; જયદીપ...

જયદીપ; ઓકે ઓછી હો બોવ બધી નહીં..

નિરવા; ઓકે.

ધીમે ધીમે નિરવા તેની મનમાની કરવા લાગે છે. સિગારેટ, મસ્તી મસ્તીમાં જયદીપને સ્પર્શ અને તેની ઇચ્છા મુજબ ચા - નાસ્તો. નિરવાને ધીમે-ધીમે સમજાવા લાગ્યું કે જયદીપ કોઇ પણ કામ જબરદસ્તીથી નહીં કરે પણ જો શાંતિથી કરવામાં અવશે તો એ સકસેસ જરૂર થશે ! તે જયદીપને સમજવા લાગી આથી તે ખૂબ જાળવીને શાંતિથી જયદીપ પાસે કામ કરાવી લેતી. તે આવું કોઇને ફોન પર કેહતી હતી. એ મે મારા કાનથી સાંભળેલું છે.

મહેક; હમમ

કાકા; ધીમે-ધીમે નિરવા એ જયદીપને સિગારેટ ફૂક તો કરી દીધો જેનો ખ્યાલ જયદીપને પણ ન આવ્યો. તે પોતાની કામયાબીની વાતો કોઇ સાથે ફોનમાં કરતીને પછી તેની સફળતા પર ખડખડાટ હસ્તી, મને ખબર હોવા છતાં પણ કશું કરી શકું તેમ ન હતો કેમ કે નિરવાને ખોટી સાબિત કરવા મારી પાસે સાબિતી ન હતી બીજું મારે નોકરીની પણ જરૂર હતી આથી હું સાંભળતો પણ વિચાર્યું ચૂપ રેહવામાં મજા છે એ બોલવામાં નથી.

મહેક; ઓહ નો !

કાકા; શું થયું ?

મહેક; અંશનો કોલ છે ? બોલ શું છે ?

અંશ; ક્યાં છે તું અત્યારે ?

મહેક; બસ, એમ જ બહાર છું કેમ ?

અંશ; હું તારી કંપનીમા ગયેલો...

મહેક; વચ્ચેથી જ હા... પણ મને આજે નાસ્તો કરવાની ઇચ્છા...

અંશ; મને કેહવાયને ?

મહેક; ડૉક્ટર, તમને ?

અંશ; ચલ, ઘેર આવી જા, મને ભૂખ લાગી છે !

મહેક; ઓકે, બાય.. .. કાકા.. મારે જવું પડશે, આપણે સેમ ટાઇમ કાલે મળીશું...

કાકા; હા, બેટા ! તું જા..

(મહેકના મનમાં કેટલાય વિચારો આવી રહ્યા, નિરવા પણ કેટલી નાલાયક નીકળી અને જયદીપ ‘સિગારેટ’ પીવાની; ના; ન કેહવાય ? દોષ તો જયદીપનો જ છે આખરે તેણે આ કદમ ભર્યુ ? તે નાસ્તો લઇને ઘેર આવી જાય છે.)

અંશ; ઓહો... મેડમ... નાસ્તો લઇને આવી ગયાં ?

મહેક; યસ ડૉક્ટર

અંશ; લવ યુ

મહેક; લવ યુ, ડાઇનિંગ પર ડિશ, બાઉલ, ગ્લાસ, બધુ જ તૈયાર છે, વાહ...

અંશ; કેમ આપણું કામ ?

મહેક; ટકાટક...

(બંને નાસ્તો કરે છે. હસતાં-હસતાં, એકબીજાંને નાસ્તો ખવડાવતા નાસ્તો પૂરો કરે છે. બંને પોતાના કામ પર જાય છે.)

(ઓફિસ પર મહેક પહોચે છે.)

મહેક; હાય ફ્રીન્ડ્સ

ઓલ; હાય મહેક

(મહેક પોતાના કામમાં લાગી જાય છે. તેના કામમાં પરફેક્ટ પહેલેથી જ રહેતી, મોજથી અને શોખથી જ કામ કરવાવાળી)

મહેક; ઓહ માય ગોડ?

આ બધું શું છે ? વ્હોટ? .. ઓહ નો ? શીટ.. .

(દોડાદોડ સર પાસે જાય છે અને બધી જ વાત કરે છે. સર ફટાફટ મીટીંગ બોલાવે છે અંશ હોસ્પિટલ પહોંચી તેનું કામ કરવા લાગે છે.)

ડૉ. અંશ; માજી જમવામાં ધ્યાન આપો! તમને ડાયાબીટીસ છે અને જો સ્વીટ ખાશો તો...

માજી; તે ભલેને ઓછું જીવાય? મારા દીકરાને ત્યાં દીકરા છે?

ડૉ. ; માજી વાત એમ નથી

માજી; (વચ્ચેથીજ) સાહેબ વાત ભલે ગમે તેમ હોય પણ હું તો ખાવાની !

દીકરો; સાહેબ, બા કોઇનું માનતાં જ નથી.

ડૉ. ; માડી... માડી, તમારા દીકરાને તમારી જરૂર છે. તેના છોકરા મોટા તમારે જ કરવાના છે, બીજું જ્યાં સુધી ચાલો છો ત્યાં સુધી જ વહુ બા, બા.. . કરશે પછી તો કેહશે... ડોશી મરતી એ નથી?

માજી; હા; આજ-કલ સેવા કરવી તો ક્યાં કોઇને ગમે જ છે?

ડૉ. તો એટલે તો કહું છું કે તમે ધ્યાન રાખો? (એક કોલ આવે છે, ડૉ, રિસીવ્ડ કરે છે)

મિહિર; સર, એક વીક પછી તમારે મારી શોપના ઓપનિંગમાં આવવાનું છે. કાર્ડ હું પછી આપી જઇશ.

ડૉ. અંશ; સર વાળીના સીધું જ કે ને તારે આવવાનું છે.

મિહિર; ઓકે, પાક્કુ

ડૉ. અંશ. ઓકે, પાક્કુ જ. (કોલ મૂકીને)

માજી; હા... સાહેબ

***

સર; આ બધું શું ચાલે છે કંપનીમાં ? તમને એમકે જે કરશો એ જ બરાબર ? મને ખબર જ નહીં પડે એમ ? ૧૦ કરોડનો ગોટાળો ? વ્હોટ ઈઝ ધીઝ ? ખૂબ જ ગુસ્સો કર્યા પછી મહેકને ગોટાળો શોધવા માટે કહેવામાં આવે છે. મિટીંગ પૂરી જાહેર કરે છે. મહેક લગભગ ૩૦ જ મિનિટમાં ગોટાળો શોધી કાઢે છે. સર મેનેજરને બોલાવે છે.

સર; દિલીપ, આ શું ? તારા પર ભરોસો રાખ્યોને તે જ? મારે કોઇ બહેસ ના જોઇએ. તને હવે નોકરી છોડવી જ પડશે. એ સિવાય કશું ન થઇ શકે.

દિલીપ; સર, પ્લીઝ ! સર હવે આવું નહીં થાય. હું હવે ભૂલ નહીં જ કરું તેની ગેરંટી આપું છું.

(કશું જ સર સાંભળતા નથી અને દિલીપને છૂટો કરી મૂકવામાં આવે છે મહેકને મેનેજરની પોસ્ટ મળે છે, ૨ લાખમાંથી ૩ લાખ પગાર કરવામાં આવે છે.)

સર; મહેક, તારુ કામ પરફેક્ટ છે. આશા રાખું કે તું તારી જવાબદારી ઇમાનદારીથી નિભાવીશ?

મહેક; થેંક્સ સર...

(કામમાંને કામમાં સાંજ પડી જાય છે. ઘેર આવી જમવાનું બનાવી બંને જમીને અંશ જતો રહે છે, મહેક સૂતા સૂતા જયદીપના જ વિચાર કરતી નિંદર આવી જાય છે. સવારે કામ પતાવી ૧૦ વાગે માર્કેટ પહોંચે છે ત્યાં કાકા રાહ જોતાં જ હોય છે.)

કાકા; સાંભળ, બેટા ! એક દિવસ નિરવા ઓફિસમા જ "વાઇન" લઇને આવે છે. જયદીપ ખૂબ જ ગુસ્સો કરે છે. નિરવા રડવા લાગે છે, જયદીપ તેને શાંત પાડે છે.

નિરવા; જયદીપ, આ વાઇન મારા દર્દની દવા છે.

જયદીપ; વ્હોટ ?

નિરવા; હું જ્યારે જ્યારે ડિસટર્બ હોવ છું ત્યારે પીવ છું, મારા મગજના વિચારો શાંત થઇ જાય છે ને ગમ ભુલાય જાય છે યા તો નિંદર આવી જાય છે.

જયદીપ; પણ એ તો ખોટું છે.

નિરવા; તો આ દુનિયામા સાચું પણ કોણ છે ? આપણે જેને ચાહિયે એ મળતું નથી, મળે છે તે ગમતું નથી, અને જે ગમે છે. એ બીજાનું છે, તે લોકો ભીખમાં પણ આપણને ગમતું આપવા તૈયાર થતા નથી. દિલને શાંત પાડવા ગમે તે કરવું પડે છે મિસ્ટર આ વાત તમને પણ એક દિવસ સમજાય જ જશે ?

આજે તારે મારી એક વાત માનવી જ પડશે કેમ કે મારો બ’ડે છે...!

જયદીપ; ઓહ સોરી હેપી બ’ડે

[મહેકનો બ’ડે યાદ આવે છે ઓહ સોરી મહેકુ મને ભુલાય જ ગયુ કે આજે તારો બ'ડે છે. પ્લીઝ ! માની જા...

હ, મ્મ્મ્મ્મ પણ એક શરત પર... મહેક બોલે, હા બોલ કઇ શરત; જયદીપ બોલે, તારે છે ને મને હેરાન નહી કરવાની; મહેક કહે,

જયદીપ; કઇ રીતે આમ, આમ, કે આમ...

મહેક; ઓહો પાગલ પાગલ છોડ છોડ બસ આમ જ હેરાન નહીં કરવાની.

જયદીપ; ફરીવાર એ જ કરીને હું આમ આમ ને આમ તને હેરાન તો કરીશ જ ? આ સિવાય તારે જે માંગવું હોય તે માંગ.

મહેક; ના, મારે તારી આ જ મસ્તીને આ જ મર્યાદા જોઇએ છે, જયદીપ આ તો જિંદગી છે, બાકી મરવાનું તો...

જયદીપ; બસ ચૂપ ! હવે નહીં એટલે નહીં જ, મહેકની નજીક જઇને, તેની પાસે મોં રાખીને બાકીનું મને બધી જ ખબર છે પણ તું એવું ના બોલ, હું તારા વગર નહીં રહી શકું ! અત્યારે તો એવું ના બોલ, જ્યારે એવું થશે ત્યારે જોયુ જશે, પણ જે નથી તે અત્યારે નથી જ મહેકુ એવું બોલવાનું કે વિચારવાનું પણ નહી. ચલ તારો બ’ડે સેલીબ્રેટ કરીએ.

મહેક; જયદીપનો હાથ પકડી બોલે હું આ નાલાયકને છોડી જવા પણ માંગતી નથી (યાદ પૂરી નીરવ બોલી)

નિરવા; સોરીથી કામ નહીં ચાલે, મારી વાત તો સ્વીકારવી જ પડશે ? [નિરવા તેના બંને હાથ જયદીપની ડોકમાં રાખીને]

જયદીપ; બોલ, તારે શું જોઇએ છે?

નિરવા; એક કિસ

જયદીપ; આપે છે, ઓકે...

નિરવા; હજુ એક વાત...

જયદીપ; બોલ, શું ?

નિરવા; આજે તારે મને કંપની આપવાની છે.

જયદીપ; કશું સમજાયું નહીં...

નિરવા; આજે તારા ફાર્મ હાઉસ પર જવું છે.

જયદીપ; કેમ ?

નિરવા; તું ચલ પછી બધી વાત

જયદીપ; ઓકે

[બંને જાય છે] [ત્યાં જઇને જયદીપ મહેકની વાતો કરવા વળગી જાય છે નિરવાને ખૂબ જ ગુસ્સો આવે છે, પણ શું કરે ? તે સાંભળતી જ રહે છે અને પીતી રહે છે, જયદીપ ના પાડે તો પણ પીવે જ છે અને જયદીપને પણ કહે છે તું પણ પી તને મહેકની યાદ આવે છે એટલે પી તને મહેકની કસમ પી આજે તો મારું માનવુ જ પડે. જયદીપને આ પહેલો અનુભવ આથી થોડી પીવે છે ત્યાં જ ચડી જાય છે અને નિરવા વધારે પી જાય છે એટલે તેને પણ]

નિરવા; પાગલની જેમ હું તને બોવ જ પ્રેમ કરું છું પણ તું પેલીની પાછળ પડ્યો છે, મારામાં ને તેનામાં શું ફર્ક છે બોલ ?

જયદીપ; બસ આ જ ફર્ક છે એ પાગલ નથી ને તું પાગલ છે હસવા લાગે છે

[થોડી વધારે પીવે છે બંનેને કશી સુધ-બુધ રહેતી નથી, આખરે એક સિરિયલ કે ફિલ્મની કહાની જેવું જ થયું નિરવાની ઇચ્છા હતી કે જયદીપને પૂરે પુરો મેળવેને જયદીપની ઇચ્છા મહેકને મેળવવાની અને તેને જોવાની પાગલની માફક નિરવાને પણ મહેક મહેક કરવા લાગે છે મહેક આટલી દૂર છે પણ જયદીપના મનમાં સતત તેના વિચારો જ રહેતા થોડા ફ્રી સમયમાં પણ તેના જ વિચારો કરે પણ મહેક હેરાન ન થાય એટલે તે કોલ તો ન જ કરે તેની જાત પર કંટ્રોલ રાખી લે.]

સવારે જાગે છે નિરવાને તેની અને જયદીપની સ્થિતિ જોતાં હેરાન થઇ જાય છે, તેના દિલમા ધક-ધક વધી જાય છે, આખરે, તેણે જે ન કરવાનું એ જ કરી નાખ્યું ને જોર જોરથી રડવા લાગે છે, જયદીપ જાગી જાય છે તો એ પોતાને કવર કરવાનો પ્રયત્ન કરે છે.

નિરવા સતત રડતી હોય છે પણ જયદીપ દિલાસો આપવાને બદલે બે જાપટ લગાવી દે છે અને બોલે છે આ છે તારા દર્દની દવા ?

આ છે તારો મલમને ?

આ જ છે તારા વિચારોની શાંતિ ?

કોઇની ઇજ્જ્તને દાવ પર લગાવવાની અને પોતાની ઇજ્જ્તને વેચવાની આ છે તારી હરકત

નિરવા; જયદીપ, તારી સાથે મારી ઇજ્જ્ત .. પ.. . ણ..

જયદીપ; પણ, શું ? મારે તારી વાત માનવાની જરૂર જ ન હતી

નિરવા; તું વાત માન કે ન માન પણ હવે શું ? બોલ, મારી અને તારી ઇજ્જ્ત ગઇ તે ગઇ. હવે મારી જિંદગી તો બરબાદ જ ને ?

જયદીપ; એમ કેમ બરબાદ થાય હું છું ને?

નિરવા; [વિચારીને બોલી]તું છે તો શું મારી ઇજ્જ્ત પાછી આવશે ? શું મહેક તને અને મને માફ કરી દેશે ? શું મારી સાથે કોઇ છોકરો લગ્ન કરવા તૈયાર થશે ? શું અસૂલોનું પાલન કરનાર મહેક તારી આ ભૂલ સ્વીકારી લેશે ? તને એ કદાચ અપનાવી લેશે પણ મને ?

મહેક, તને અપનાવશે પણ વિવશ, બનીને કેમકે એ તને પ્રેમ કરે છે તારા વગર એ જીવી નહીં શકે એટલે પણ... તેના અરમાનો તો તે સળગાવી દીધાને ?

જયદીપ; બસ, આ કોઇ ફિલ્મ સ્ટોરી નથી કે તું કે ને હુ માની લઉં ઓકે ? હું મારા ફ્રેડને કોલ કરૂં છું ને તારું ચેક-ઉપ થશેને એ કહેશે તો જ હું માનીશ બાકી હું માનવા તૈયાર નથી મહેકના અસૂલ આજે પણ મારી સાથે જ છે, હું ગમે તે સ્થિતિમાં હોવ તેની પ્રાર્થના મારી સાથે છે, એની દુઆ મને ક્યારેય નહીં ફસાવા દે મારો વિશ્વાસ છે.

જિગર; શું કરો છો બંને ? રાત્રે તો બંને આરામથી સુતાં હતાં.

જયદીપ; વ્હોટ? પણ તું શું કરતો હતો અહીં ?

જિગર; લે જયદીપ, બાજુમાં મારું પણ ફાર્મ હાઉસ છે આજે રાત્રે અમે ત્યા જ હતા તારી લાઇટ શરું હતી એટલે હું તને બોલાવવા આવ્યો પણ તુંને નિરવા શાંતિથી સુતા હતા એટલે ?

નિરવા; જિગર, પ્લીઝ આ વાત કોઇને ના કરતો?

જિગર; મારે એવી ક્યા નવરાય છે નિરવા.

જયદીપ; જિગર, પ્લીઝ આપણે કંપની બાબતે ગમે તેટલી ભલે હરીફાઇ હોય પણ મારી નહી નિરવાની ઇજ્જ્ત માટે તું શાંત જ રહેજે.

જિગર; જતો રહે છે.

જયદીપ; નિરવાને ચેક-અપ માટે લઇ જાય છે.


Rate this content
Log in