PRAJAPATI TARLIKA

Others

3  

PRAJAPATI TARLIKA

Others

"વ્યાયામ શાળા"

"વ્યાયામ શાળા"

1 min
180


રોહનની વ્યાયામશાળામાં દૂરદૂરથી લોકો આવી રહ્યા હતા. દરેક વ્યક્તિઓને રોહન પોતાના શરીરની તંદુરસ્તી વિશે અને પોતાની વ્યાયામશાળામાં રહેલા સાધનોના ઉપયોગ વિશે સમજાવી રહ્યો હતો.

રોહન બોલ્યો, "આજના જમાનામાં દરેક વ્યક્તિએ પોતાનું શરીર સાચવવું ખૂબ જ જરૂરી છે. આજના ખોરાક, રહેણી-કરણી એવી થઈ ગઈ છે કે જે લોકો પોતાના શરીરનું ધ્યાન ન રાખે તો આખું શરીર રોગોનું ઘર બની જતાં વાર નથી લાગતી."

રોહનની વ્યાયામશાળા પૂરજોશમાં ચાલી રહી હતી. તેની વ્યાયામ શાળામાં એક દિવસ લગભગ ૧૧૦ની આસપાસનું વજન ધરાવનાર પરેશભાઈ આવ્યા હતા. તેમને રોહનને કીધું કે,

"મે આજ સુધીમાં ઘણા બધા પ્રયોગો અને કસરત કરી પણ મારું વજન ઘટવાને બદલે વધ્યા જ કરે છે શું તમે મારું વજન ઘટાડવામાં મદદ કરશો ?"

રોહન બોલ્યો, "વજન ઘટાડવાની કસરતોમાં જેવી કે જિમ, જોગિંગ, રનીંગ, સાયકલિંગ, સ્વિમિંગ કોઈ પણ પધ્ધતિ હોય શકે છે. આવા કિસ્સામાં જાણકારની સલાહ પ્રમાણે કસરત કરવાથી સારું અને ઝડપી પરિણામ મળે છે. તમારું શરીર સતત વધતું રહે છે એટલે કંઈ નક્કી કહી ન શકાય."

પરેશ ભાઈ રોહનની વાત સાચી માનીને ચાલ્યા ગયા. છ મહિના પછી રોહનની વ્યાયામશાળામાં આવેલા નવા ટ્રેનરને જોઈને ખુદ રોહન પણ દંગ રહી ગયો.


Rate this content
Log in