વૃક્ષોનું જતન
વૃક્ષોનું જતન
દિવ્યાને પ્રકૃતિ પ્રત્યે નાનપણથી જ ખૂબ પ્રેમ હોવાથી તેણે ઘણાં બધા વૃક્ષોનું જતન કરીને ઉછેર્યા હતા. આ બધામાં એક ગુલમહોરનું વૃક્ષ તેનું સૌથી પ્રિય હતું. આજે એ ગુલમહોરનું વૃક્ષ એટલું મોટું થઈ ગયું છે કે વટેમાર્ગુઓ ત્યાં આશરો લઈને ઠંડક મેળવી આશિષ આપે છે.
કેટલીયે વાર ગામમાં દબાણ હટાવવા માટેનાં પત્રો લખાતાં હતાં પણ હજુ સુધી ક્યારેય એવી અરજીઓનો અમલ થયો નહોતો. આખું ગામ ગુલમહોરના વૃક્ષને બચાવવામાં લાગી ગયેલ હોવાથી ગ્રામ પંચાયતમાં પત્ર પણ લખ્યો હતો. દિવ્યાને ચિંતા હતી કે હવે જોબ માટેનો પત્ર આવે એટલે તેને જવું પડશે અને આ ગુલમહોરના વૃક્ષને દબાણવાળા કાઢી નાખશે તો પોતે સહન નહિ કરી શકે.
એક દિવસ દિવ્યાને ટપાલી કાકા પત્ર આપી જાય છે. પત્રનું લખાણ વાંચીને દિવ્યાએ ગુલમહોરના વૃક્ષ તરફ દોડ મૂકી.
