વહુની વાર્તા 05
વહુની વાર્તા 05
હવે જેવો હું એકલો ભાખરી ખાઉં ને તમે એ જ ટેબલ ઉપર બેઠા રહો એ વાત જ મને વ્યાજબી ન લાગે, એટલે બે ભાખરીને બદલે આપણે એક એક ભાખરી ખાધી. તમને એ વાતની ખબર નહિ હોય, એ રાત્રે મારી સાથે ખૂબ જ ઝઘડો કર્યો અને કહે કે, "મેં તમારા ભાગની ભાખરી બનાવેલ તે બાપુજીને કેમ આપેલ ? માટે મારે આ ઘરમાં ઘડીકેય રહેવું નથી અને આની હદ થઈ ત્યારે મેં આપને વાત કરી કે, આવા ઝઘડાઓ કરતા જુદા રહેવાથી જો આ વાતનો નિકાલ આવતો હોય તો હું જુદો રહીશ."
બા કહે, "મારે એને ધોરે ધર્મેય જોતી નથી. કાઢી મૂક એને ! પણ બાપુજી જેની સાથે ફેરા ફરેલા હોય તેને કાઢી ન મુકાય. તેને તેની ફરજ સમજવી જોઈએ અને જુઓ બા સિવાય કોઈ પણ ઘરમાં આવે એટલે માટી મોટી વાતો કરે, અમારે તો આમ અને અમારે તો તેમ. અમને ભાગ કયા આપેલ છે તેવી તેવી વાતો કરી. હું શાંત સ્વભાવનો છું. મને તમારી કેળવણી છે, એટલે શાંતિથી કહું, જો આપણા ઘરમાં બધું જ આવી જશે."
મેં કયારે તને કહ્યું છે કે, "તું માયા પપ્પા પાસેથી માગી લે." એટલે એ કહે, "તમે વાતે વાતે પપ્પા-મમ્મીને વચ્ચે ન લાવતા. તેમને ત્રેવડ હતી તેટલું આપી દીધું છે, હવે કંઈ જ માગવાની નથી. મારો મોટોભાઈ ઘરમાંથી નોખો થયો ત્યારે ઘરનું નખોદ વાળી દીધું. એની પત્ની વસ્તુ તો શું ? પણ અમારા ઘરની રસોઈનો સામાન પણ લેતી ગઈ અને વળી મારી મા જાણે માયાળુ! કહે, જા બેટા લઈ જા ! અમે બધું નવું લઈ લેશું.
પણ હું એ બાબત મક્કમ છું કે તમારી વફાદારી પત્ની તરીકે રહીશ અને તમારા બા-બાપુજીને પણ બતાવી આપીશ કે એક ખાનદાનની છોકરી છું. હું શાંતિથી સમજાવતો, હું પણ તને સાથ આપીશ. આવું આવું કહીને સુવર્ણાના લગ્ન માટે રાજી કરી છે. માટે આપણે જે ચર્ચા સુવર્ણાના લગ્નની વાત કરવી છે તે બાબત આગળ ચર્ચા કરીએ. સુવર્ણા હસતાં હસતાં કહે છે કે, આ કોકીલા નથી, પણ કૈકૈય છે. બધા હસી પડયા.
(ક્રમશ:)
