Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Sapana Vijapura

Others

5.0  

Sapana Vijapura

Others

ઊંચાઈ

ઊંચાઈ

2 mins
721


નેહા સપનામાંથી જાગી પડી. નિખિલ એને વળગીને સૂઈ રહ્યો હતો. કેવું વિચિત્ર સપનું આવ્યું. નિખિલ ખૂબ ઊંચાઈ પર જઈ રહ્યો હતો. એટલો ઊંચે કે જમીન પરથી એ ખૂબ નાનો દેખાતો હતો. અને નેહા હાથ લાંબા કરીને નિખિલનેને બોલાવી રહી હતી. પણ એ સીડી ઉપર ચડીને ઉપર જઈ રહ્યો હતો. અને છેવટે એ આકાશમાં અદ્ગશ્ય થઇ ગયો.

નેહા ગભરાઈ ગઈ ! કેમ આવું સપનું આવ્યું ? એને જોરથી નિખિલને ગળે લગાવી લીધો. બીજે દિવસે પોતાને આવેલા ખરાબ સપનાને ભૂલાવી નિખિલને તૈયાર કરવા લાગી. પંદર ઓગસ્ટ હતી. આર્મી જેવા કપડાં પહેરાવ્યા, કારણકે નિખિલને આ નાના સિપાહીનો રોલ કરવાનો હતો. અડધી ચડ્ડી, માથા ઉપર ટોપી અને ખાખી શર્ટમાં નાનો સિપાહી જેવો દેખાતો હતો. એને ગીત ગાવાનું હતું. "નન્હા મુન્ના રાહી હું દેશકા સિપાહી હું બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ." નિખીલ પ્રેકટીસ કરીને સ્કૂલમાં જવા નીકળ્યો.

રસ્તામાંગાતો ગાતો જતો હતો, "નયા હૈ જમાના, મેરી નઈ હૈ ડગર દેશકો બનાઉંગા મશિનોકા નગર, ભારત કિસીસે રહેગા નહિ કમ, આગે હી આગે હી બઢાઉંગા કદમ. બડા હોકે દેશકા સહારા બનુંગા, દુનિયા કી આંખો કા તારા બનુંગા, રખુંગા ઊંચા તિરંગા પરચમ." એટલામાં એક તરફથી બંદૂકની ગોળી આવી અને નિખિલની છાતીની આરપાર નીકળી ગઈ.નાનો નિખિલ તરફડીને જમીન ઉપર આવી ગયો. અને એક મિનિટમાં દમ તોડી દીધો.

નેહાનું સપનું સાચું પડી ગયું અને નિખિલ આસમાનમાં અદ્ગશ્ય થઇ ગયો. નાનો સિપાહી જમીન દોસ્ત થઇ ગયો.


Rate this content
Log in