'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - ભાગ-5

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - ભાગ-5

2 mins
546


તા. ૪/૬/ર0૧પ

સવારે નાસ્‍તો વગેરે કરીને નથુલા જવા નીકળ્‍યા. ત્‍યાં ઠંડી વધારે પડતી હોવાની સૂચના હોટલવાળાએ અગાઉથી જ આપી દીધેલ. તેથી સ્‍વેટર પહેરીને જ નીકળ્‍યા હતા. રસ્‍તામાં પર્વતની ખીણનું સૌંદર્ય, શંકુ આકારનાં વૃક્ષો, અન્‍ય વૃક્ષો વગેરે નિહાળતાં-નિહાળતાં આગળ વધતા જતા હતા. રસ્‍તામાં અનેક જળધોધ જોવાની મજા લૂંટી. રસ્‍તામાં અને ખીણમાં ધુમ્‍મસરાણી પણ છવાયેલાં હતાં. તો કયાંક વળી અમારાથી નીચે વાદળરાજાની રમતો પણ જોવા મળતી હતી. હા, રસ્‍તામાં વરસાદે પણ પોતાની હાજરી પુરાવી દીધી હતી. ઘણી જગ્‍યાએ વરસાદ આવતો હતો, તો ઘણી જગ્‍યાએ કોરું વાતાવરણ જોવા મળતું હતું. કયાંક ધુમ્‍મસ ઘેરાયેલું લાગે, તો કયાંક ઝરમર વરસી જતું હોય એવું લાગતું હતું. સમુદ્રસપાટીથી ૬૮0૮ ફૂટની ઊંચાઈએ પહોંચ્‍યા, તો ત્‍યાં નથુલા અને ચાંગુલેક જવા માટેની પરમીટ કઢાવવાની વિધિમાંથી પાર ઊતરવું પડયું. અમારી આ વિધિ ગાડીના ડ્રાયવરે જ પૂરી કરાવી લીધી. (આ વિસ્‍તાર દેશની સરહદ ઉપર અને સૈન્‍યના કબ્‍જામાં હોવાથી મંજૂરી વિના જઈ શકાતું નથી.)

ત્‍યાંથી આગળ વઘ્‍યા અને સમુદ્રસપાટીથી ૧ર૪રપ ફૂટની ઊંચાઈએ પહોંચ્‍યા. અહીં ‘ચાંગુલેક' નામનું સરોવર છે. જેને કોઈએ પાળ બાંધીને બનાવેલું નથી. તેનું સર્જન કુદરતી થયેલ છે. શિયાળામાં અહીંનું પાણી જામી જાય છે. જ્યારે આ પાણી ઉપર સૂર્યનાં કિરણો પડે છે ત્‍યારે તે ચમકી ઊઠે છે. સુંદર પહાડીઓથી ઘેરાયેલું આ સુંદર સરોવર પર્વતો ઉપરનો બરફ પીગળવાથી પાણીથી છલોછલ થઈ જાય છે. ગંગટોકથી ૩પ કિમી જેટલું અંતર છે.

સરોવરની સુંદરતા જોયા પછી નજર પડે છે પહાડી વિસ્‍તારની ‘કામધેનુ' યાક ઉપર. સુંદર રીતે શણગારેલા યાક ઉપર સવારી કરાવવા માટે અહીં ઘણા લોકો હાજર હોય છે. અહીં આવનાર પ્રવાસીઓ આ સવારીનો લ્‍હાવો પણ લે છે. યાકના માલિકો પ્રવાસીઓનો લાભ લૂંટવા યાકનું ભાડું વધારે રાખતા હોય એવું લાગ્‍યું. યાક ઉપર બેસીને ફોટો પડાવવા માટેનું ભાડું પણ રૂ. પ0 હતું. તો યાક ઉપર બેસીને ચક્કર લગાવવું હોય તો ખૂબ વધારે રકમ ચૂકવવી પડે. નાના ચક્કરનું ભાડું રૂ. ૩પ0 હતું. ચાંગુલેકની સુંદરતાને મનમાં ભરી આગળ વઘ્‍યા.

હવે અમે નથુલાપાસથી પાંચ કિમી જ દૂર હતા. જ્યાંથી રસ્‍તો બે વિભાગમાં વહેંચાય છે. એક રસ્‍તો નથુલાપાસ અને બીજો રસ્‍તો બાબા મંદિર તરફ જાય છે. અમારી ગાડી નથુલાના રસ્‍તે વળી ત્‍યાં જ ત્‍યાંના સૈનિકોએ રોકીને ત્‍યાંથી પાછા વળવાની સૂચના આપી. અમને તો લાગ્‍યું કે અમારો ફેરો ફોગટ ગયો. પણ ડ્રાયવરે પહેલા બાબા મંદિર જઈને પરત આવી ફરીથી નથુલા જવાની પરવાનગી માગવાની વાત કરી. એટલે પહેલા અમે બાબા મંદિરે ગયા. બાબા મંદિર કોઈ ભગવાનનું મંદિર નથી, પરંતુ એક સૈનિકનું મંદિર છે. 

(ક્રમશ)


Rate this content
Log in