Heena Modi

Others

3  

Heena Modi

Others

સૂર્યાસ્તે સૂરજ ઝળહળ્યો

સૂર્યાસ્તે સૂરજ ઝળહળ્યો

5 mins
13.8K


જાણીતા અને તેમની શાખામાં મજબૂત ણી શકાય એવાં વકીલ ચંદ્રેશસરનાં નિધન પછી એમની ઓફિસને શોર્ટ આઉટ કરવાનું જવાબદારી ભર્યું કામ એમની જ પર્સનલ આસીસટન્ટ એવી અભિક્ષાને સોંપવામાં આવ્યું.

અભિક્ષા દરેક ફાઇલને માવજતપૂર્વક તપાસી રહી હતી. અને એનો સંપૂર્ણ રીપોર્ટ ચંદ્રેશસરનાં પુત્ર અવસરસરને આપવાનો હતો. મોટો ખડક થઈ શકે એટલી ફાઇલ્સનું નિરીક્ષણ કરી રહેલ અભિક્ષાનાં હાથે ચંદ્રેશસરની એક પર્સનલ ડાયરી ચડી. અભિક્ષા ડાયરીનાં પાનાં ઉથલપાથલ કરી રહી હતી. ત્યાં એની નજર લીલી શાહીથી લખેલ એક પ્રકરણ પર પડી. પર્સનલ ડાયરી નહીં વાંચવી.’

એવી પોતાની જાત સાથે ગાંઠ વાળી ચૂકેલ અભિક્ષા પોતાની જિજ્ઞાસાવૃત્તિને રોકી શકી નહીં. ઉપરછલ્લી નજર ફેરવી રહેલ એ લીલી શાહીવાળા પ્રકરણમાં અભિક્ષાને ઊંડો રસ પડ્યો. એ સાંજે એની ડ્યુટી પુરી થવા છતાં એ ઘેર જવાનું ભૂલીને ઓફિસનાં એક ખૂણામાં બેસી એ ચંદ્રેશસરનાં જીવનનાં લીલીવનરાઇ જેવાં સમૃદ્ધ પ્રકરણને વાંચવા મશગૂલ થઈ ગ. એનાં સહકાર્યકર્તાઓ એક પછી એક ઘેર જવા નીકળી રહ્યા હતા. અભિક્ષા બધાંને એક સરખો જવાબ આપતી રહી, “હા તમે નીકળો. હું થોડું કામ પતાવીને નીકળીશ. અભિક્ષા ચંદ્રેશસરના એ લીલી શાહીવાળાં પ્રકરણને વાંચવામાં ગળાડૂબ થઈ ગઈ.

આઝાદી પહેલાંના સમયની એ વાત હતી. એક અંગ્રેજ ઓફિસર એનાં ફેમિલી સાથે ભારતમાં ડ્યુટી કરી રહ્યા હતા. ઑફિસરને એક સુંદર સાત-આઠ વર્ષની બાબેરા નામે દીકરી હતી. બાબેરાનો જન્મ અહીં ભારતમાં જ એક સુંદર સ્ટેટમાં થયો હતો. પહાડોની વચ્ચેથી ખળભળતી નદીનાં કિનારે એ જહોજલાલી ભર્યું સુંદર રાજ્ય કુદરતનાં ખોળે વિક્સાવ્યું હતું.

એની રમણિયતાની વાત છેક બ્રિટન સુધી પ્રસરેલી હતી. ભારત આઝાદ થતાં ઓફિસર પણ એમનાં ફેમિલી સાથે ઈંગ્લેન્ડ ગયા.

બાબેરાનું શિક્ષણ ઉછેર બધું જ ઈંગ્લેન્ડમાં થયું. પરંતુ એનાં માનસપટ પર કોતરાયેલ જન્મભૂમિનું તીવ્ર સ્મરણ થઈ આવતું. એનાં રોમેરોમમાં ભારતનાં એ સ્ટેટની મહેંક પ્રસરતી હતી. યોગ્ય ઉંમરે જીવનનાં યોગ્ય તબક્કાઓ બાબેરા પસાર કરતી રહી એનું જીવન હંમેશા સમૃદ્ધિમય અને આનંદમય રહ્યું. જીવનમાં એને કોઇ બાબતની કમી-અછત ન હતી. આમ, છતાં ક્યાંક અધૂરપ રહી ગયાનો અફસોસ પણ હતો. બાબેરા હવે જીવનમાં સાઠીએ પહોંચી. જીવનને સંપૂર્ણ માણ્યાનાં આનંદ સાથે ક્યાંક જન્મભૂમિની ખોટ એને વર્તાતી. જન્મભૂમિ એને પોકારી રહી હોય એવું એ વારંવાર અનુભવતી.

બાબેરાએ હવે નક્કી જ કરી દીધું કે જીવનનો ઉતરાર્ધ જન્મભૂમિમાં વીતાવવો છે. બાબેરા ભારત આવી વસ્યા. દરરોજ નદીકિનારે ટહેલવું પર્વતોને ખૂંદવા જર્જરીત થયેલ પેલેસમાં જવું એ એમનો નિત્યક્રમ બની ગયો. ભારતમાં વસી બાબેરામેડમ પોતાનાં જીવનનાં ઉતરાર્ધને ખૂબ માણી રહ્યા હતા.

મૂળ આ જ ગામનાં વતની પણ નોકરી અર્થે અમદાવાદ વસેલ કરશનભાઇ પણ એમની બેંકની સરકારી નોકરીમાંથી રીટાયર્ડ થઈ ગયા હતા એમની ધર્મપત્નિનું નિધન થતાં કરશનભાઇને એકલવાયું જીવન શહેરમાં સતાવી રહ્યું હતું. એમણે પણ બાકીનું જીવન માદેર વતન બાપ – દાદાનાં મકાનમાં વીતાવવા નિર્ણય લીધો. આમ કરશનભાઇ પણ વતનમાં સ્થાયી થયા. મોર્નિગવોક કરતાંકરતાં બાબેરા અને કરશનભાઇ રસ્તાનાં બંને કિનારે-કિનારે દરરોજ પોતપોતાની મસ્તીથી ચાલતાં.

પોતાનાં હિસ્સાનાં સૂરજને દિલમાં ભરી લેતા. પોત-પોતાનાં જીવનને માણતા. બંનેનો રસ્તો એક જ હોય દરરોજ નિયત સમયે અને સ્થળે તેઓને એકબીજાને સામસામે મળવાનું થતું. લાંબા સમયે બંને માટે એકબીજાનો ચહેરો જાણીતો થતો ગયો. એક જ રસ્તાનાં નિયમિત રાહદારી હોવાનાં નાતે બાબેરા મેડમ અને કરશનભાઇ બંને એકબીજાને પ્રભાતનું સુંદર સ્મિત આપતા. સમય વીતતાં એકબીજાને મંગલમય દિવસ માટે શુભેચ્છા પાઠવતા. બંનેની બાળક જેવી નિર્દોષ એવી દોસ્તી વધતી ગઈ. ક્યારેક ક્યારેક એકબીજાનાં સંગાથે તેઓ પર્વતો પર ટ્રેકીગ માટે જતા. સમય વીતતો ગયો તેમતેમ તેમની નિર્દોષ મૈત્રી પ્રગાઢ બનતી ગઈ.

સાથે વોક કરવું ગાર્ડનમાં બેસવું કરન્ટ ટોપીક પર ભાંગીટૂટી ભાષામાં ચર્ચા કરવી વગેરે એમનો નિત્યક્રમ બનતો ગયો. નિયત સમયે ટહલવાં નીકળતાં બંને મિત્રોને જોઇ ગામમાં લોકોને કૂતૂહલ થતું. વળી કેટલાંક પોતપોતાની વિચારશક્તિ પ્રમાણે એલફેલ વાતો કરતા. પરંતુ અલગારા એવાં બંને મિત્રોને ક્યાં કોઇની પડી જ હતી! અરે! બંને વચ્ચે કોમ્યુનિકેશન પણ ભાંગુટૂટૂં હતું તે છતાં સરસ ટ્યુનીગ હતું. ભાષાભેદ નડતર ક્યાંય ન થતી.

ગામમાં નવા-સવા વકીલ થયેલ એવાં એક માત્ર થનગનતો યુવાન ચંદ્રેશને આ જોડી જોવાથી ખૂબ અંતરનો આનંદ અનુભવાતો. નિયત સમયે વોક કરતાં આ બે મુક્ત પંખીઓને નીહાળવા ચંદ્રેશ પોતાનાં ઝરુખામાં અવશ્ય આતુરતાથી વાટ જોતા. ચંદ્રેશ ભણેલ-ગણેલ હોવાથી એને અંગ્રેજી બોલવું સમજવું ફાવતું એને પણ ધીમે-ધીમે બાબેરામેડમ અને કરશનભાઇ સાથે મિત્રતા થઈ ગઈ. નિર્મોહી ભોળાં એવાં બાબેરામેડમ અને કરશનભાઇએ ચંદ્રેશને ખૂબ પ્રેમથી આવકાર આપ્યો. એ ત્રણેયની મંડળી ખૂબ જામી. જાણે એક હુંફાળો પરિવાર બની ગયો ત્રણે એકમેકનાં વર્ષોના સાથી બની ગયા. વર્ષો વીતતા ગયા. બાબેરામેડમ અને કરશનભાઇની મિત્રતા પણ જીવનનાં સંધ્યા ટાણે વધુને વધુ મુગ્ધ બનતી ગઈ. બંને એક્બીજાનાં સહારા માટે નિર્માયા હોય એવું અનુભવાતું. ચંદ્રેશ એનાં સાક્ષી રહ્યા.

વર્ષોનાં નિત્યક્રમ પ્રમાણે આજે બાબેરામેડમ એમનાં નિયત સમયે વોક માટે નહીં આવ્યા. કરશનભાઇ મૂંઝાયા એમનાં ધબકારા વધી ગયા. કરશનભાઇને બાબેરામેડમનાં ઘરનું એડ્રેસ સુધ્ધાં ખબર ન હતી પરંતુ એરિયાનો અંદાજ હતો. હાંફળા ફાંફળા કરશનભાઇએ બાબેરામેડમનું નિવાસ શોધી કાઢ્યું એમણે દરવાજો ખખડાવ્યો પરંતુ કોઇ અણસાર ન આવતા તેઓ ઘરમાં દાખલ થયા.

બાબેરામેડમની તબિયત લથડી હતી તેઓ એમનાં બેડ પર નીરવશાંતિથી સૂતાં હતા. કરશનભાઇ બાબેરામેડમને ડૉક્ટર પાસે લઇ ગયા. ચંદ્રેશ પણ તાબડતોડ ત્યાં પહોંચી ગયા. ડૉક્ટરે તપાસ કરી જણાવ્યું, “ઉંમર એનું કામ કરી રહી છે. હવે જેટલા દિવસ મહિના જીવે એ ઇશ્વરનું બોનસ હશે. 

ખૂબ સામાન્ય અને બે દિવસની ટૂંકી માંદગીમાં બાબેરામેડમનું તેડું આવી ગયું. બાબેરાને અંતઃસ્ફૂરણા થઈ ગઈ કે હવે એમનું જીવન પૂરું થઈ રહ્યું છે. કરશનભાઇ બાબેરા નહીં રહે તો.... એવી પરિસ્થિતિ સ્વીકારવા બિલકુલ અસમર્થ હતા. તેઓ તદન ગુમશૂમ થઈ ગયા હતા. ચંદ્રેશ આખી પરિસ્થિતિ પામી ચૂક્યા હતા. સતત ઉભા પગે ચંદ્રેશ ત્યાં જ હાજર રહ્યા. બાબેરામેડમે એક હાથ ચંદ્રેશના હાથમાં મૂક્યો.

અનાયાસે જ કરશનભાઇએ પણ તેમનો એક હાથ ચંદ્રેશનાં હાથમાં મૂક્યો. ચંદ્રેશ કંક સમજે એ પહેલાં એનાં શરીરમાંથી કોક લખલખું પસાર થઈ ગયું. કંઇક દૈવી અલૈકિક વાઇબ્રેશન અનુભવાયું પોતે સ્વસ્થ થાય એ પહેલાં બાબેરામેડમ અને કરશનભાઇનાં શરીરમાંથી એકી સાથે આત્મા અંતરિક્ષમાં વિલીન થઈ ગયો. ચંદ્રેશે બંનેને એકી સાથે સરકતા અનુભવ્યા.

જીવનનાં સંધ્યાટાણે બે નિર્દોષ પંખીઓ ચહેંકી ગયા, મલકી ગયા, ગહેંકી ગયા. જીવનમાં સર્જતા વિવિધ પ્રકરણો પૈકી આ એક પ્રકરણ ચંદ્રેશને જીવનનો અર્થ સમજાવી ગયું જે એણે માવજત પૂર્વક લીલી શાહીથી પોતાની અંગત મૂલ્યવાન ડાયરીમાં અંકિત કરી દીધું. અભિક્ષાએ ડાયરી બંધ કરી. સંધ્યાટાણે જીવનને ઉત્સવ બનાવી ઉજવી જનાર એ બંને પંખીઓને નમન કરી રહી. અને મનોમન બોલી ઊઠી "સૂર્યાસ્તે સૂરજ ઝળહળ્યો."


Rate this content
Log in