Dada Bhagwan

Children Stories Inspirational

4  

Dada Bhagwan

Children Stories Inspirational

સુખનો ખજાનો -1

સુખનો ખજાનો -1

6 mins
34


૧. અનોખો અનુભવ !

‘ગરીબને કંઈ ખાવાનું આપો, ભગવાન તમારું ભલું કરશે’ નીલ ચમક્યો. આ કોણ બોલ્યું ? આજુબાજુ જોયું તો એક ગરીબ ભિખારી ભીખ માંગતો હતો. શરીરે અપંગ અને કાળો- કૂબડો હતો, પહેરવાના પૂરાં કપડાં ન હતાં અને ભૂખ્યો હતો, ખૂબ રડતો હતો. નીલથી એની લાચારી જોઈ ન શકાઈ. એ ચાલતો થયો. આગળ જતા એણે એક પૈસાદાર શેઠ જોયા. ગળામાં સોનાની ચેઈન, આંગળીમાં સોનાની વીંટી પહેરેલી હતી. મોઢા પર ખૂબ આનંદ હતો. નીલની બાજુમાંથી એ પસાર થઈ એમની ગાડીમાં બેઠા. ડ્રાઈવરે ગાડી ચાલુ કરી દીધી.

નીલ ચાલતો હતો. આ બે જણને જોઈને એ મૂંઝવણમાં પડી ગયો. એ વિચારવા લાગ્યો કે આ દુનિયા કેવી છે ? કોઈ ગરીબ છે, કોઈ પૈસાદાર છે. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે. આવું કેવી રીતે બનતું હશે ? કોણ બધું બતાવતું હશે ? હું પણ કેટલા આનંદથી રહું છું. મને જે જોઈએ એ મારા મમ્મી-પપ્પા મને અપાવે છે અને મારા ફ્રેન્ડને એના મમ્મી-પપ્પા નથી અપાવતા. આવું કેમ ? કેમ ? કેમ ? કેમ ? એમ વિચારતો વિચારતો નીલ દાદા પાસે જઈ રહ્યો હતો.

નીલ છેલ્લા અઠવાડિયાથી જ દાદાના પરિચયમાં આવ્યો હતો. તે તેના બિલ્ડિંગના મિત્ર અનુજ અને મીનુ જોડે દાદા ભગવાનની બાળકો માટેની સંસ્કાર સિંચન શિબિર રાખવામાં આવી હતી, તેમાં ગયો હતો. ત્યાં તેણે પહેલી વાર દાદાના દર્શન કર્યા હતાં. શિબિર દરમ્યાન એ દાદાની નજીક આવ્યો હતો. એને દાદાનું ખેંચાણ થવા લાગ્યું. દાદા પર એને ખૂબ વહાલ આવતું હતું. કોણ જાણે કેમ પણ આટલું ખેંચાણ તેણે આજ સુધી કોઈના માટે અનુભવ્યું ન હતું. દાદા એનાથી ભૂલાતા ન હતા. તેથી શિબિરના છેલ્લા દિવસે એણે દાદા પાસેથી એનું ઉનાળાનું વેકેશન પૂરું ન થાય ત્યાં સુધી રોજ દાદા પાસે આવવાની રજા માંગી લીધી હતી.

નીલ દાદા પાસે પહોંચ્યો. નીલને જોઈ દાદા એની મૂંઝવણ સમજી ગયા. ખૂબ જ પ્રેમથી દાદાએ નીલને પાસે બોલાવ્યો અને પૂછયું, ‘શું વાત છે નીલ ? કેમ આટલો મૂંઝાયેલો દેખાય છે ?’ નીલે જવાબ આપ્યો, ‘દાદા, આ દુનિયામાં કેટલાક સુખી દેખાય છે, કેટલાક દુ:ખી દેખાય છે. તો આ સુખ-દુઃખ કેવી રીતે મળે છે ?'દાદાએ નીલને પૂછયું, ‘પહેલાં તને શું ગમે છે તે કહે, સુખ ગમે કે દુઃખ ગમે ?’

નીલે જવાબ આપ્યો, ‘સુખ જ ગમે ને, દાદા.’

દાદા બોલ્યા, ‘હા, તો બીજાને કંઈ પણ સુખ આપવાથી પુણ્ય બંધાય અને એનાથી આપણને સુખ જ મળે અને બીજાને કંઈ પણ દુઃખ આપવાથી પાપ બંધાય અને એનાથી આપણને દુ:ખ જ મળે. જેમ આપણી મીઠાઈની દુકાન હોય પછી કોઈને ત્યાં જલેબી વેંચાતી લેવા જવું પડે ? જ્યારે ખાવી હોય ત્યારે ખવાય ને ?’ નીલે માથું ધુણાવી ‘હા’પાડી.

દાદાએ કહ્યું, ‘એવી જ રીતે જ્યારે આપણે સુખની દુકાન ખોલીએ ત્યારે આપણા ભાગે સુખ જ રહે. કુદરતનો કાયદો આવો છે,’

નીલને દાદાની વાતમાં રસ પડતો જતો હતો તેમ જ કુતૂહલતા પણ વધતી જતી હતી. એના મનમાં અનેક પ્રશ્ન ઉભા થતા હતા. તે બોલ્યો, ‘દાદા, પણ બીજાને સુખ આપવા માટે તો પૈસાની જરૂર પડે. એના વગર કેવી રીતે સુખ આપી શકાય ? શું એ કારણે ગરીબ લોકો દુઃખી હોય છે?’

દાદા બોલ્યા, ‘ના, ના. સુખ એકલા પૈસાથી જ આપી શકાય છે એવું નથી. સામાને એના કામમાં મદદ કરી શકાય. જેમ કે બીજા માટે શાક લાવી અપાય, પોસ્ટમાં કાગળ નાખી અવાય. આવી ઘણી બધી રીતે લોકોને સુખ આપી શકાય.તું મને કહે કે તને તારા કામમાં કોઈ મદદ કરે તો તને ગમે કે ન ગમે?’

નીલે કહ્યું, ‘હા, ઘણું ગમે.’

દાદાએ કહ્યું, ‘હા, તો એ જ રીતે જયારે આપણે સામાને મદદ કરીએ ત્યારે સામાને આનંદ થાય. અને એનો આનંદ જોઈને આપણા આનંદનો પાર ન રહે. પછી પોતાની વસ્તુ બીજાતે આપીએ કે તરત આપણને આનંદ ઉભરાય.' નીલ આ બધું ખૂબ જ એકાગ્રતાથી સાંભળતો હતો. દાદાએ સમજાવવાનું ચાલુ રાખ્યું, ‘પછી મનમાં ભાવના કર્યા કરે કે મારાથી કોઈને પણ દુઃખ ન થાય એવું વર્તન કરું. મને ભલે થોડી તકલીફ પડે પણ બીજાને હું તકલીફ ન આપું એવી ભાવના કરવાથી બહુ ઊંચું પુણ્ય બંધાય અને એનું ફળ પોતાને ખૂબ સુખ-સગવડો મળે. બોલ, હવે પૈસા ન હોય તો પણ આવું આપણે કરી શકીએને ?' નીલ બોલ્યો,‘હા, દાદા'

દાદાએ કહ્યું, ‘અને જો આપણી પાસે પૈસા હોય તો આપણે જરૂરિયાતવાળાને ખાવાનું કે કપડાં લાવીને આપીએ. એનું ધર સારી રીતે ચાલી શકે એવી કોઈ સગવડ કરી આપીએ. આવી બધી રીતે સામાને સુખ આપી શકાય. અનુભવ કરી જોજે. તને ગમી આ વાત?'

નીલે જવાબ આપ્યો, ‘બહુ ગમી દાદા.’

દાદાએ પૂછયું, ‘હવેથી તું આવી રીતે રહીશ ?’

નીલે જવાબ આપ્યો, ‘ચોક્કસ દાદા, આ તો બહુ જ સુંદર છે. ચોક્કસ રહીશ.'

દાદાએ કહ્યું, ‘બસ, તો તને જીવનમાં સુખ ક્યારેય ખૂટશે નહીં.નીલને દાદાની વાત સાંભળી ખૂબ સારું લાગતું હતું. એણે અધીરાઈથી પૂછયું, ‘અને

દુઃખ કેવી રીતે મળે, દાદા ?’

દાદાએ કહ્યું, ‘પહેલા તું આનો અનુભવ કરી જો, પછી આપણે દુ:ખતી વાત લઇશું.'

‘સારું, દાદા’ એમ કહીં તીલ દાદાને પગે લાગ્યો. દાદાના આશીર્વાદ લીધા અને ઘર તરફ ચાલતો થયો.

આખા રસ્તે એ એજ નિશ્ચય કર્યે જતો હતો કે આજથી મારે દરેક જણને સુખ જ આપવું છે. મારાથી બનતી બધી મદદ કરવી છે. કોઇની સાથે કકળાટ કરવો નથી, એમ કરતા કરતા નીલ એ જ જગ્યા પર આવી પહોંચ્યો જ્યાં પેલો ગરીબ ભીખારી ખાવાનું માંગી રહ્યો હતો. નીલ પાસે પૈસા હતા. તેણે બે પાઉંવડાં ખરીદ્યાં અને પેલાને આપ્યાં. પેલા ભિખારીએ ખૂબ રાજી થઇ નીલને આશીર્વાદ આપ્યા. પેલાની આંખમાં ઝળહળિયાં આવી ગયાં હતાં. નીલને પહેલીવાર કોઇ અલગ જ પ્રકારના આનંદની અનુભૂતિ થઇ. નીલ આગળ યાલ્યો. ત્યાં રસ્તા પાસે નીલ ઊભો રહ્યો. એક અંધ માણસ લાકડીને ટેકે ચાલતો ચાલતો આવીને એની બાજુમાં ઊભો રહ્યો. એને પણ રસ્તો ઓળંગવો હતો. જેવું લાલ સિગ્નલ પડયું કે તરત નીલે અંધ વ્યક્તિતો હાથ પકડયો અને એને રસ્તો ક્રોસ કરાવી સલામત જગ્યા સુધી પહોંચાડયો. અંધ વ્યક્તિએ એના થેલામાંથી એક ચોકલેટ કાઢીને નીલને આપી.

નીલ ચોકલેટ ખાતા ખાતા ધરે પહોંચ્યો. નીલની મમ્મી એની રાહ જોઇને બેઠી હતી. બંને સાથે જમવા બેઠા. જમી લીધા પછી નીલે એની મમ્મીને વાસણોની સફાઇમાં મદદ કરી. એની મમ્મી નીલમાં આવેલા આ પરિવર્તનને જોઇ જ રહી. બધું પરવારી નીલ સૂવા ગયો. ત્યાં એના નાના ભાઇ બંટીએ જીદ પકડી કે આજે મારે ભાઇની ચાદર ઓઢવા જોઇએ છે. એની મમ્મી બંટીને સમજાવવા લાગી કે ભાઇની ચાદર તને મોટી પડે અને તારી ચાદર ભાઇને ટૂંકી પડે. માટે તારે તારી જ ચાદર ઓઢવાની અને ભાઇએ એની. છતાં બંટીએ જીદ ન છોડી. નીલે તરત જ પોતાતી ચાદર બંટીને ઓઢવા આપી દીધી અને પોતે બંટીની ટૂંકી ચાદર ઓઢીને સૂતો. બંટી પણ ભાઇની ચાદર ઓઢીને હરખમાં આવી ગયો. અને નીલને તો આનંદ વધ્યા જ કરતો હતો. મમ્મીએ તરત જ નીલને બાથમાં લઇ લીધો અને બંને ભાઇઓને વહાલ કરી સુવાડ્યા.

નીલે આંખ મીંચી પણ અંતે દાદા જ દેખાયા કરતા હતા. દાદાના એક એક શબ્દો એના કાનમાં ગૂંજ્યા કરતા હતા. એ વિચારતો હતો કે, ‘અહોહો ! હજી તો એક આખો દિવસ પણ પૂરો નથી થયો, છતાં મારો આનંદ સમાતો નથી, મારી શાંતિ ખસતી નથી, બધાને હું પ્રિય થઇ પડયો છું. કેટલું સુખ મતે અંદરથી જ ઉભરાય છે કે જેતા આધારે હું મારી કોઇ પણ વસ્તુ સરળતાથી બીજાને માટે છોડી દઇ શકું છું. તો જો હું આખી જિંદગી આવી જ રીતે બીજાના સુખને માટે જીવું તો મને આખી જિંદગી આનંદ આનંદ જ રહે,' નીલ વિચારતો હતો ત્યાં ફરી એને દાદા યાદ આવ્યા, ‘આ દાદા આખી જિંદગી બીજાના સુખતે માટે જ જીવે છે ત્યારે જ તો એ આટલા આનંદમાં રહે છે. જ્યારે જુઓ ત્યારે ફ્રેશતા ફ્રેશ. ધન્ય છે આ દાદાને ! હે ભગવાન, મને દાદા જેવો જ બનાવજો.' એમ પ્રાર્થના કરતો કરતો નીલ સૂઇ ગયો.


Rate this content
Log in