સ્પર્શ શાહ
સ્પર્શ શાહ
સૂરજ સા તેજ નહીં મુજમેં દીપક સા જલતા દેખોગે,
અપની હદ રોશન કરનેસે તુમ મુજકો કબ તક રોકોગે!
સ્પર્શ શાહ જિગીષા અને હિરેન શાહ નો દીકરો છે. 2003 માં આ બંને માબાપ પોતાના દીકરાને લઈને અમેરિકા આવ્યા. સ્પર્શ ને જન્મથી બ્રિટલ બોનનો રોગ હતો. આને ઓસ્ટીયો જેનેસિસ ઈન્પરફેક્ટ પણ કહેવાય છે. જન્મથી એના ચાલીસ બોન્સ ફ્રેક્ચર થયેલા હતા. સ્પર્શ પોતાની જાતને આયર્ન મેન તરીકે ઓળખાવે છે.કારણકે એના શરીરમાં આઠ રોડ અને 22 સ્ક્રુ છે.એની આઠ થી દસ સર્જરી થઇ છે.
સ્પર્શ સિંગર, સોન્ગ રાઇટર અને રેપર પણ છે. પંદર વરસની ઉંમરમાં એને ઘણા ગીત લખ્યા છે. સાત વરસની ઉંમરમાં એને ભારતીય શાસ્ત્રીય સંગીત શીખ્યું. તે સિવાય અમેરિકન વોકલ સંગીત પણ શીખ્યું.
એ લોકલ રેડિયો ચેનલ પણ હોસ્ટ કરે છે અને ઘણા શો માં એમ સી તરીકે પણ કામ કરે છે.એ લખે કવિતાઓ, ટૂંકી વાર્તાઓ સ્પીચ જે લોકોને પ્રેરણાદાયક હોય અથવા ફની હોય એવી.
એપ્રિલ 2015 માં એને યંગ વોઇસ ઓફ એન વાય સી ના ભાગ લીધો અને જીત્યો પણ ખરો. એને સેન્ટ જુડ હોસ્પિટલ થકી "યુથ એમ્બેસેડર" નો એવોર્ડ મળ્યો. એ આ હોસ્પિટલ માટે બાળકોના કેન્સર માટે જાગૃતિ માટે કામ કરે છે. સ્પર્શે 500 લાખ જેટલા ડોલર જુદી જુદી સંસ્થાઓ માટે જમા કર્યા છે.આ સિવાય સ્પર્શને ઘણા પારિતોષિક મળ્યા છે.
સ્પર્શે અશક્ય ને બદલી શક્ય શબ્દને અપનાવ્યો છે. સ્પર્શ પોતે કહે છે કે અશક્યને શક્ય માં બદલવા માટે ચાર વસ્તુની જરૂર પડી. સૌથી પહેલા તમારા રહેલા ઝનુન ને શોધો,બીજું જિંદગીમાં કોઈપણ લક્ષ નક્કી કરી એ તરફ પગલું ભરતા પોતાની જાતને કદી રોકવી નહીં,બીજાને મદદ કરવી જોઈએ અને ચોથું પગલું છે કે હંમેશા મોટા મોટા સપના જોવા જોઈએ. મોટા સપના જોવા કદી બંધ ના કરવા કારણકે મોટા સપના ના જોયા હોત તો આજ 15 વરસની ઉંમરે સ્પર્શ આ જગ્યા પર પહોંચ્યો ના હોત.
સ્પર્શ કહે છે કે હું મારી જાતને ડિસેબલ માનતો નથી હું ડિસેબલમાંથી ડીસ કાઢી નાખી એબલ થવા માગું છું કારણકે ડિસેબલ પોતાને ડિસએબલ માને તો લોકો એ રીતે એને જોવા લાગે છે. એના હાડકામાં ફ્રેક્ચર થાય તો દુખાવો થાય તો તું શું કરે છે તો સ્પર્શે જવાબ આપ્યો કે આમ તો દુખાવા માટે પહેલું રિએક્શન રડવું હોય પણ હું મારા એક્સ રે ને જોઈને હસું છું કારણકે મારા પિતાએ મને આ શીખવાડ્યું છે.
સ્પર્શના પિતા કહે છે કે ગમે તે એવી પરિસ્થિતિ થાય આપણે આપણી જાતને સરહદથી બાંધવી ના જોઈએ, સ્પર્શ આ દુનિયામાં કોઈ સ્પેશિયલ કામ કરવા માટે આવ્યો છે. સ્પર્શની માતા કહે છે કે 'સપના જોવા પૂરતાં નથી પણ એના માટે સખત પરિશ્રમ જરૂરી છે' અને સ્પર્શ સખત પરિશ્રમ કરે છે અને તેના સપના પૂર્ણ થયા છે.
આમ તો સ્પર્શ માટે જેટલું કહો તેટલું ઓછું છે. ક્યારેક એના માટે ચોક્કસ વધારે લખીશ. આજ એના શબ્દો સાથે સમાપન કરીશ અને પોતાનું લક્ષ સાધવા માટે એની પાસેથી પ્રેરણા લઈશ.
સ્પર્શ હસીને કહે છે કે " મારે મારા પગલાં ( વહીલચેર ના ટ્રેક્સ ) વારસા ની રેત પર એવા છોડી જવા છે કે કોઈપણ સુનામી પણ એને ભૂંસી ના શકે!!"
સ્પર્શ તૂજે સલામ !!
વેબ ના સૌજન્યથી !!