સપનાનું વાવેતર
સપનાનું વાવેતર
"બુન કંઈ હોય તો આલોને... " કહેતી રમલી ગેટની બહાર પોતાની દશ વર્ષની દીકરી શ્યામલીને લઈને બંગલાની માલકણ હમણા કંઈ ખાવાનું દેવા આવશે એવી આશ સાથે બેઠી.
રમલી અવાર નવાર ખાવાનું માંગવા આ બંગલે આવતી હતી. મોટે ભાગે તે રાત્રે જ વાળુ માંગવા નિકળતી હતી. પણ કોઈવાર રાત્રે ખાવાનું ન મળ્યું હોય તો સવાર સવારમાં પણ માંગવા નિકળવું પડતું. બે ત્રણ બંગલા એવાં હતાં જયાં તેને સવારમાં પણ રાતનું વધેલું કઈને કંઈ મળી રહેતું. આજે પણ તેને રાત્રે માંગવામાં કંઈ ખાસ ખાવાનું મળ્યું નહી, તે સવારમાં વહેલા નિકળવું પડયું. એકાદ બે બંગલે માંગી આ બંગલે આવી બહાર ગેટ પાસે બેસી ગઈ.
એટલામાં જ બંગલાના માલિકની ગાડી ગેટ પાસે આવી ઉભી રહી. ગાડીમાંથી માલિક અને તેનો પુત્ર ઉતર્યા. પુત્રના હાથમાં બે પ્લાસ્ટિકના ઝબલાં હતાં. સવાર સવારમાં બન્ને નાસ્તા માટે ખમણ અને સમોસા લેવા ગયાં હશે, પારદર્શક ઝબલાં સ્પષ્ટ તેની ચાડી ખાતાં હતાં.
રમલીએ ફરી બુમ પાડી "બુન કંઈ હોય તો આલો." થોડિવારમાં માલકણ બહાર આવતી જોઈ "આજે સમોસા અને ખમણ ખાવા મળશે." દશ વર્ષની શ્યામલીએ 'સપાનાનું એક વાવેતર' કરી નાખ્યું.
Asha bhatt
