STORYMIRROR

Parin Dave

Children Stories Tragedy Inspirational

4  

Parin Dave

Children Stories Tragedy Inspirational

સાધિકા

સાધિકા

2 mins
327

રવિવાર એટલે સૌને માટે આરામનો દિવસ કહેવાય છે. પણ સાધિકાના જીવનમાં રવિવાર હોય કે સોમવાર એના માટે અઠવાડિયાના બધા વાર સરખા જ હતા. એ હજુ પાંચમા ધોરણમાં ભણતી હતી. એના પિતા શહેરમાં જાણીતા ઉદ્યોગપતિ હતા. આના કારણે એની માતા પણ લેડીઝ ક્લબમાં અને એના જેવી બીજી ત્રણેક ક્લબમાં પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા હતા. એને હિસાબે બંને જણા આખો દિવસ કામમાંથી જ નવરા પડતા નહોતા. દરરોજ તો એ બંને જણ પોતાના કામમાંથી નવરા પડતાં જ નહોતા. એમાં પણ રવિવારે તો એકને લાયન્સ ક્લબમાં જવાનું હોય અને બીજાને નાની મોટી પાર્ટીમાં. એ બંને પાસે એમના સ્ટેટ્સ જાળવવાનો સમય હતો પણ એમની દીકરીની જોડે વાત કરવાનો કે બેસવાનો સમય પણ નહોતો.

આ બધા કારણે સાધિકાને માતા પિતાનો પ્રેમ મળ્યો જ નહોતો. એ આખો દિવસ એની આયા અને ઘરના નોકરો જોડે જ રહેતી હતી. સોમવારથી શનિવાર સુધી તો એનો આખો દિવસ સ્કૂલ અને ટ્યુશનમાં જતો રહેતો હતો. રાત્રે પણ એ ઊંઘી જાય પછી એના માતા પિતા ઘરે આવતા એટલે મળતું નહોતું. એને એક જ આશા હતી કે રવિવારે એના માતા પિતા એના માટે સમય કાઢશે. પણ એવું બનતું જ નહોતું. આના પરિણામે સાધિકા ધીમે ધીમે બધા ઉપર ગુસ્સે થઈ જતી. બધી વસ્તુઓ ફેંકી દેતી. એનું કહ્યું ના થાય તો એ ઉપાડો લેવા લાગી. કોઈનું સાંભળે નહિ પણ પોતાનું ધાર્યું થાય એજ કરતી અને કરાવતી હતી.

એના આ વર્તનની જાણ આયાએ સાધિકાની માતાને કરી. શરૂઆતમાં તો એ આ વાત માનવા તૈયાર જ નહીં. પણ એક દિવસ એમને મોડું જવાનું થયું. એ દિવસે એમણે સાધિકા જે કંઈ પણ કરતી હતી તે નજરોનજર જોયું. તેણી એ જ દિવસે સાધિકાને લઈને ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે સાધિકા સાથે વાત કરતા તેણીએ બધી સત્ય હકીકત બતાવી. આ સાંભળીને સાધિકાની માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. એમણે ધીરજ રાખી ને સાધિકા સાથે વાત કરવાનું ચાલુ કર્યું. હવે તેઓ સાધિકા સાથે સમય પસાર કરવા લાગ્યા. સાધિકા પણ માતૃપ્રેમ મળતા ધીમે ધીમે સ્વભાવમાં સુધારો આવ્યો. પછી તો દર રવિવારે સાધિકા એના મમ્મી સાથે બીજા બાળકોની જેમ બગીચામાં ફરવા જતી. હવે સાધિકા રવિવાર આવવાની રાહ જોતી હતી.


Rate this content
Log in