રંગલો
રંગલો
"કયાં સુધી આ રંગલાનું મુખોટું પહેરીને લોકોને હસાવ્યા કરીશ ? બસ બધાને હસાવો પણ મારા જીવનમાં હસવા જેવું છે શું ? આ મુખોટા પાછળના જીવન વિષે કોઈને કંઈ જ ખબર નથી ! નથી કરવું હવે મારે આ કામ" રંગલા તરીકે નાટકમાં પાત્ર ભજવતો દીપેશ ગુસ્સામાં તેના મિત્રને કહી રહ્યો હતો.
"જીવન છે ચાલ્યા કરે, અહીં જેમ તું રંગલાનું પાત્ર કરે છે તેમ આ દુનિયા પણ રંગમંચ છે બધા પોતાનું પાત્ર ભજવે જ છે." મિત્રએ સમજાવતા કહ્યું.
એટલેમાં જ, "દીપેશ હવે તારો વારો છે !" તેવું કોઈએ કહ્યું અને રંગલા તરીકે તૈયાર થઇ દીપેશ પડદા પાછળ ઉભો રહી જોવા લાગ્યો, સામે પ્રેક્ષકો તરફ જોતા તેનો એક ચહેરો દેખાયો અને એકદમ ઘરનો વિચાર આવી ગયો. તે ફરી સ્ટેજ પર આવી પોતાની રમૂજ કરવા લાગ્યો
