Sandhya Chaudhari

Others Romance

3  

Sandhya Chaudhari

Others Romance

પ્યાર ઈમપોસિબલ - ભાગ ૨

પ્યાર ઈમપોસિબલ - ભાગ ૨

2 mins
2.5K


શામોલી અને સ્વરા સ્કૂલે પહોંચે છે. સ્કૂલમાં પહોંચતા જ વિધાર્થીઓની ભીડ જમા થઈ હોય છે.

સ્વરા:- અરે નિશા શું થયુ ? આ ભીડ કેમ છે ?

નિશા:- મોહિત વૈશાલીને પ્રપોઝ કરવાનો છે.

"શું વાત કરે છે ? રિયલી ? તો તો આ દશ્ય જોવું જ પડશે." આટલું બોલી ખુશ થતા થતા શામોલી સ્વરાનો હાથ પકડી ભીડમાં ઘુસી જાય છે.

મોહિત ફિલ્મી અંદાજમાં ગુલાબના ફૂલોનો ગુલદસ્તો લઈ વૈશાલીને પ્રપોઝ કરે છે. ત્યાં જ મોહિતના ગાલ પર થપ્પડ પડે છે.

"વોટ નોનસેન્સ" એમ કહી વૈશાલી ત્યાંથી જતી રહે છે. બધા વિધાર્થીઓ મોહિતનો જે તમાશો થયો તેની મજાક ઉડાવવા લાગ્યા. વિધાર્થીઓના ટોળામાંથી જાતજાતના અવાજો સંભળાવવા લાગ્યા. કોઈક કહી રહ્યું કે "મોહિતનું તો પોપટ થઈ ગયું. તો કોઈક વળી ગીત ગાવા લાગ્યું "દિલ કે અરમાં આંસુઓ મે બેહ ગયે.'

શામોલી:- વૈશાલીએ મોહિતને થપ્પડ મારીને ઠીક નથી કર્યું.

સ્વરા:- વૈશાલીએ જે કર્યું તે બરાબર જ કર્યું.

શામોલી:- વૈશાલીને ખબર નથી કે એણે શું ગુમાવ્યું. મોહિત એને પ્રેમ કરતો હતો. જીંદગીમાં પ્રેમ જ તો છે જે જીંદગીને જીવવા લાયક બનાવે છે.

સ્વરા:- કંઈ પ્રેમ નહોતો કરતો. વૈશાલીને જરાપણ અહેસાસ થતે ને કે મોહિત એને સાચા દિલથી પ્રેમ કરે છે તો મોહિતનું પ્રપોઝલ એકસેપ્ટ કરી લેત. આમ બધાની વચ્ચે થપ્પડ ન મારત. સમજી ? તું વૈશાલીની જગ્યા હોત તો તું પણ એમ જ કરત.

શામોલી:- જો મને કોઈ પ્રપોઝ કરે ને તો હું હા પાડવામાં એક ક્ષણ પણ ન લગાડું. પ્રેમમાં હોય ત્યારે માણસને બધુ જ ગમવા લાગે છે. જીંદગીનો કંઈક અર્થ લાગે છે. જીવવાનું કારણ મળી જાય છે.

પ્રેમ એટલે અંતરમાં થતો મૌન ઉર્મિઓનો મઘમઘાટ. પ્રેમ એટલે ઉનાળાની બપોરે મૃગજળ ઝંખતા મુસાફીરનો વરસાદ. પ્રેમ એટલે એકબીજાના અંતરધ્યાન-અંતરમનનો સાચો પ્રતિસાદ.

સ્વરા:- "વાહ...વાહ...મિસ શાયરી...કેવું પડે હો...પ્લીઝ હો તું આ સ્ટુપિડ લવસ્ટોરી અને ગઝલો વાંચવાનું ઓછું કર...આ લવસ્ટોરી વાંચી વાંચીને ખબર નહિ તારા મગજમાં શું ઘુસી ગયું છે ? મેં તને કેટલી વાર કહ્યું છે કે આ લવસ્ટોરી ફક્ત બુકમાં જ સારી લાગે, વાસ્તવિક જીવનમાં નહિ. વાસ્તવિક જીવનમાં પ્રેમ નામનો શબ્દ ફક્ત વ્હેમ જ છે. બીજુ કશું જ નથી.

શામોલી:- આપણી આસપાસ જ અઢળક લવસ્ટોરી છે. તું બસ એ દષ્ટિકોણથી આજુબાજુ જો. પ્રેમ કુદરતની બનાવેલી પ્રકૃતિના કણ કણમાં સમાયેલો છે. બસ જરૂરત છે તો એને મહેસુસ કરવાની. તને આપણા જ ક્લાસમાંથી લવ સ્ટોરીઓ મળી આવશે.'

સ્વરા:- 'હા મળી તો આવશે પણ બીજા વર્ષે એ જ લવસ્ટોરી ના કપલો બીજા બીજા સાથે જોવા મળશે. અરે, ઘણાં કપલોની તો લવ-સ્ટોરી મહિનો સુધી પણ ચાલતી નથી. સમજી ?

શામોલી:- તું કહે છે તે વાત સાચી પણ આ દુનિયામાં કશે ને કશે ક્યાંક ને ક્યાંક તો એવીલવસ્ટોરી હશે જે એકબીજાને સાચા હ્દયથી પ્રેમ કરતા હશે.

સ્વરા:- લવની વાતોમાં તો તારાથી કોઈ જીતી જ ન શકે.

ક્રમશ:


Rate this content
Log in