The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Sandhya Chaudhari

Others Romance

3  

Sandhya Chaudhari

Others Romance

પ્યાર ઈમ્પોસિબલ - ૧૦

પ્યાર ઈમ્પોસિબલ - ૧૦

5 mins
556


સમ્રાટના જતાં જ શામોલીની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. શું કરવું અને શું ન કરવું તે સમજ ન પડી. થોડીક ક્ષણો પછી થોડી શાંત થઈ. આંસુ સાફ કર્યા સૂમસામ વિસ્તાર હતો. આજુબાજુ કોઈ નહોતું. બધા નવા ફલેટ ખાલી જ હતા. રોડ પર એક ગલ્લાંની દુકાન હતી અને તે પણ બંધ હતી. ગલ્લાંની પાસે લાંકડાની પાટ બનાવી હતી ત્યાં જઈને બેસે છે. ઘરે કેવી રીતના જઈશ તે વિચારવા લાગી.

દૂરથી ત્રણેક છોકરાઓ આવતા દેખાય છે. શામોલીની નજર આ છોકરાઓ પર પડે છે. સહેજ ગભરાઈ જાય છે. નીચી નજર કરી બેસી રહે છે. થોડી વારે શામોલી ત્રાંસી નજરે જોયું કે એ છોકરાઓ શામોલી તરફ કંઈક ઈશારો કરતા હતા. શામોલી જ્યાં બેઠી હતી તેનાથી થોડેક નજીક આવીને ત્યાં જ ઉભા રહી જાય છે. મુંબઈ જેવા શહેરમાં પોતે આ સૂમસામ વિસ્તારમાં એકલી જ હતી એવો વિચાર આવતાં જ એના શરીરમાં હળવી ધ્રજારી પસાર થઈ ગઈ.

ત્રણેય સિગારેટ પીતા શામોલીને જોઈ રહ્યા હતા. ત્રણ છોકરામાંથી એક છોકરાએ કહ્યું "મેડમ કહા જણા હૈ આપકો ?"

બીજા છોકરાએ કહ્યું "હમ આપકી કુછ મદદ કર ડે ?"

"જી, નહિ" એમ કહી શામોલી ઉભી થઈ ચાલવા લાગી.

"અરે મેડમ સુનો તો સહી, હમ આપકો છોડ દેતે હૈ' એમ કહી તે છોકરો હસવા લાગ્યો. સાથે સાથે પેલા બે છોકરાઓ પણ હસવા લાગ્યા અને હસતા હસતા ત્રણેય છોકરાઓ શામોલીની પાછળ પાછળ જ જવા લાગ્યા.

એટલામાં જ શામોલીને પોતાના નામની બૂમ સંભળાય છે. શામોલી પાછળ ફરે છે અને જોય છે. એને જોતા જ દોડીને વળગી પડે છે અને નાના છોકરાની જેમ જ રડવા લાગે છે. "ક્યા જતો રહ્યો હતો મને મૂકીને ? તને ખબર છે હું. કેટલી ગભરાઈ ગઈ હતી. હવે મને મૂકીને કશે નહીં જતો." સમ્રાટનું શર્ટ મુઠ્ઠીથી પકડી હીંબકા ભરતી શામોલીએ કહ્યું.

શામોલીની આ હાલત જોઈ સમ્રાટે પોતાના બંન્ને હાથ શામોલીની ફરતે વીંટાળી દીધા. એક હાથ શામોલીનાં માથા પર ફેરવતો રહ્યો. સમ્રાટને જોઈ પેલા ત્રણ છોકરા તો ક્યારના ત્યાંથી છૂમંતર થઈ ગયા હતા.

"શ......શ......રિલેક્સ શામોલી હું આવી ગયો ને. બસ બસ . ચૂપ." પોતાની મજબૂત બાહોમાં શામોલીને વધારે જકડતા સમ્રાટે કહ્યું. શામોલી પણ સમ્રાટની બાહોમાં સમાઈ જવા માંગતી હોય એમ સમ્રાટને વળગી જ રહી. થોડી વાર પછી "ચાલ ઘરે જઈએ." સમ્રાટે પોતાનાથી શામોલીને સહેજ અળગી કરવાનો પ્રયત્ન કરતા કહ્યું. પણ શામોલીએ સમ્રાટનું શર્ટ પકડી જ રાખ્યું અને એને વળગી જ રહી. સમ્રાટે પણ ફરી શામોલીને પોતાનાથી અળગી કરવાનો પ્રયત્ન ન કર્યો અને ફરીથી શામોલીનાં માથે હાથ ફેરવવાં લાગ્યો.

થોડીવાર રહી શામોલી બોલી "એક ક્ષણ માટે એવું લાગ્યું કે તું મને મુકીને જતો રહ્યો. સમ્રાટ હવે તું મને એકલી મૂકીને કોઈ દિવસ નહિ જાય ને ?"

સમ્રાટ:- 'હું વળી ક્યાં જવાનો તને મૂકીને ! તે એવું વિચારી પણ કેવી રીતે લીધું ? ફ્લેટ જોવામાં હું આબાજુ ગયો હતો ને ! બસ એટલે એ બાજુ ઘડિયાળ જોવા ગયો હતો. મારી ઘડિયાળ આ બાજુ કશે પડી ગઈ હતી તે જોવા ગયો હતો. શામોલી એક વાત યાદ રાખજે આપણી વચ્ચે ભલે ગમે તેટલો ઝઘડો થઈ જાય તો પણ તને આ રીતે એકલી મૂકીને ક્યારેય નહિ જાઉં.

શામોલી:- 'મારે ઘરે જવું છે.'

સમ્રાટે બાઈક સ્ટાર્ટ કરી. શામોલી બાઈક પર બેસી અને સમ્રાટની કમર ફરતે હાથ વીંટાળી સમ્રાટની પીઠ પર માથુ મૂકી દઈ આંખ મીંચી દીધી. શામોલીના હદયે અજબ પ્રકારની ઠંડકતા અનુભવી. શામોલીને આજના અનુભવને લીધે મનમાં એમ થઈ ગયું કે ગમે તે થઈ જાય પણ સમ્રાટ મને એકલી મૂકીને નહીં જાય અને ખાસ કરીને મુસીબતમાં તો ક્યારેય મને છોડીને નહિ જાય. શામોલીને સમ્રાટ પર સંપૂર્ણપણે વિશ્વાસ આવી ગયો હતો.

આ અનુભવ પછી સમ્રાટ માટે પ્રેમ વધી ગયો હતો અને ઈન્સિક્યોર ફીલ કરતી હતી એટલે જ કદાચ શામોલી આ રીતે સમ્રાટને વળગીને બેસી ગઈ હતી.

"અહીંથી હું જતી રહીશ." શામોલીના ઘરની ગલી આવતા શામોલીએ કહ્યું.

"હું ઘરે સુધી મૂકવા આવું છું." સમ્રાટે કહ્યું.

"ના અહીંથી જતી રહીશ. બાય" આટલું કહી શામોલી ત્યાંથી ચાલી ગઈ.

જ્યાં સુધી શામોલી નજરથી ઓઝલ ન થઈ ગઈ ત્યાં સુધી સમ્રાટ એને જોતો જ રહ્યો. ઘરે જઈને પણ આજે જે રીતે શામોલી સાથેનો અનુભવ થયો તે જ દશ્ય વારંવારં સમ્રાટની આંખો સામે તાદશ્ય થઈ જતું હતું. સમ્રાટ શામોલી વિશે વિચારવા લાગ્યો કે કેવી નાની બાળકીની જેમ મને ગળે વળગી પડીને રડી પડી. એકદમ માસૂમ રીતે મને પકડીને બેસી ગઈ હતી.

શામોલીએ એવું વિચારી પણ કેવી રીતે લીધુ કે હું એને આવી રીતના મૂકીને જતો રહીશ. ભલે હું થોડો ગુસ્સામાં હતો પણ એનો અર્થ એ નથી કે હું એને મૂકીને જતો રહું. આવા વિચારો કરતા સમ્રાટને શામોલીની ચિંતા થઈ. શું કરતી હશે અત્યારે ? વોટ્સએપ પર 'હાય' નો મેસેજ મોકલ્યો. શામોલીએ'હાય'નો મેસેજ જોયો. શામોલી પણ મેસેજ ટાઈપ કરવા લાગી.

મેસેજ કરવા કરતા એને એક ફોન કરી દઉં. એવું વિચારી સમ્રાટે શામોલીને ફોન કર્યો. શામોલીએ ફોન રિસીવ કર્યો.

સમ્રાટ:- "શું કરે છે? તું ઠીક છે ને ?'

શામોલી:- 'હા અત્યારે ઠીક છું. પણ તે સમયે ખૂબ જ ગભરાઈ હતી. તને ખબર છે સમ્રાટ તું ત્યાં નહોતો તો મને એમ જ લાગ્યું કે તું મને મૂકીને જતો રહ્યો. વિચારી રહી હતી કે ઘરે કેમ કેમ જઈશ ? તારી સાથે જવાનું હતું એટલે તને મળવાની ઉતાવળમાં હું પર્સ લેવાનું ભૂલી ગઈ. મારી પાસે એક રૂપિયો પણ નહોતો.

"શું કહ્યું તે? શામોલી ખરેખર તું પાગલ છે. આવું કોઈ કરતું હશે ! " સમ્રાટે થોડું ગુસ્સામાં કહ્યું. સમ્રાટને પોતાને આશ્ચર્ય થયું કે એ કેમ ગુસ્સે થઈ ગયો. એને ક્યારથી શામોલીની આટલી ચિંતા થવા લાગી.

મનોમન વિચારવા લાગ્યો.

"હું શું કરું? તને મળવાની ઉતાવળમાં મને કંઈ યાદ જ ન આવ્યું. મારે ઝડપથી તારી પાસે આવી જવું હતું." શામોલી એટલી જ માસૂમિયતથી બોલી.

સમ્રાટ:- સારું પણ હવેથી ધ્યાન રાખજે.

શામોલી:- સારું, પણ કોઈક વખત ભૂલી ભી ગઈ તો શું થઈ જશે ? તું તો હોઈશ જ ને સાથે.

સમ્રાટ:- હા પણ હું હંમેશા તારી આસપાસ તો નહિ હોવને !

શામોલી : "તું મારી આસપાસ કેમ નહિ હોય ? કેમ આમ વાત કરે છે ? તું ક્યાં જવાનો છે મને મૂકીને ? આપણે તો હંમેશા સાથે રહીશું." શામોલી એકીશ્વાસે બોલી ગઈ.

સમ્રાટ:- રિલેક્સ શામોલી. હું તારી સાથે જ રહીશ. હું તને મૂકીને ક્યાંય નહિ જાઉં ઓકે.

શામોલી:- ઓકે

સમ્રાટ:- ઓકે, બાય

શામોલી:- 'કેમ બાય ? થોડી વાર વાત કરીએ.'

સમ્રાટ:- 'આપણે કાલે મળીયે છીએ. કાલે વાત કરીશું. તું ઊંઘી જા.'

શામોલી:- 'ના મારે અત્યારે વાત કરવી છે.'

સમ્રાટ : "મને ઊંઘ આવે છે. હમણાં સૂઈ જઈએ. કાલે વાત કરીશું. Ok."

શામોલી:-ઓકે..ગુડનાઈટ

સમ્રાટે કહી તો દીધુ કે ઊંઘ આવે છે પણ સમ્રાટ ક્યાંય સુધી જાગતો જ રહ્યો. એટલામાં જ ફોનની રીંગ વાગે છે. આટલું લેટ કોણ ફોન કરવાનું એમ વિચારી ઘડિયાળમાં જોયુ તો સવા ત્રણ થયા હતા. કોણે ફોન કર્યો હશે આટલી રાતે એમ વિચારી ફોન પર જોયુ તો સ્ક્રીન પર શામોલીનું નામ વંચાયું.

સમ્રાટ:- હેલો...કેમ્ આટલી રાતના ફોન કર્યો !

શામોલી:- ઊંઘ જ નહોતી આવતી એટલે તને ફોન કરવાનું વિચાર્યું.

થોડીવાર વાત કરીને શામોલી ઊંઘી ગઈ. સમ્રાટ સાથે વાત કરી એનું મન હળવું થઈ ગયું.

ક્રમશઃ


Rate this content
Log in