STORYMIRROR

PRAJAPATI TARLIKA

Others

3  

PRAJAPATI TARLIKA

Others

"પ્રતિયોગિતા"

"પ્રતિયોગિતા"

1 min
155

દર વર્ષે ગામમાં યોજાતી કુશ્તી પ્રતિયોગિતામાં નિલેશ જ જીતતો અને કેમના જીતે ! તેના પપ્પા પોતે મંત્રી અને માથાભારે માણસ હતાં. નીલેશને હરાવી પોતાનો જીવ કોણ જોખમમાં મુકવા માંગે ? એ જ ગામના બે ખાસ મિત્રો જીત અને મીત બન્ને મળી નક્કી કરે છે કે તેઓ કુશ્તીમાં ભાગ લઇ નિલેષનું અભિમાન તોડશે. સખત મહેનત અને કસરત કરી બન્નેએ પોતાનું શરીર મજબૂત અને ખડતલ બનાવેલું.

બન્ને મિત્રોએ એક વાતની ગાંઠ મનમાં બાંધેલી કે, "સાહસ, કઠોર પરિશ્રમ અને વિશ્વાસ જ તમને જીવનમાં સફળતા અપાવે છે અને બસ પોતાના લક્ષને પામવા સતત પ્રયત્નશીલ રહે છે."

જીત અને મિત બન્ને આ વખતે સ્પર્ધમાં ભાગ લેવાના છે તેવી જાણ થતાં ગામ લોકોને એક ભય અને ઉત્સાહ હતો કે કોણ જીતશે સાથે નીલેશની બીક પણ હતી કે જીત અને મિતને કોઈ નુકશાન ન પહોંચાડે.  નીલેશને પણ પોતાના પ્રતિદ્વંદીનો ખ્યાલ આવી ગયો અને એક ષડયંત્ર રચી નાખ્યું. સ્પર્ધાને હવે માત્ર પાંચ દિવસ બાકી હતાં.

સ્પર્ધા દરમિયાન હાજર તમામ પ્રેક્ષકો ખૂબ જ રોમાંચ અનુભવી રહ્યા હતા અને સ્પર્ધાના અંતે વિજેતા જાહેર કરવામાં આવ્યો. જાહેરાત થઇ અને મિત વિજેતા બન્યો, નિલેષનું અભિમાન તૂટ્યું. સ્ટેજ પર આવી મિત મેડલ લઇ આકાશ તરફ જોઈ એટલું જ બોલ્યો, "દોસ્ત તારી ઈચ્છા પૂરી થઇ આ મેડલનો હકદાર તું છે." 

હાથ પછાડતો નિલેશ પોતાના ષડયંત્ર પાર પાડવા મોકલેલા લોકો સામે ઘૂરી જોઈ રહ્યો.


✒️ *નામ: તરલીકા પ્રજાપતિ "તત્ત્વમસિ" ઈડર.*


Rate this content
Log in