STORYMIRROR

Rajesh Baraiya

Others

5.0  

Rajesh Baraiya

Others

પ્રકૃતિ તરફ પાછા વળો

પ્રકૃતિ તરફ પાછા વળો

2 mins
30.5K


"આ સૃષ્ટિ ઈશ્વરની કેટલી નિરાળી છે ,

ચોતરફ હરીયાળી હરીયાળી છે .

જૈવિક વિવિધતા ની ઝાખી મે માણી,

એટલે મોજ-મસ્તી જીવન સંગ આણી.

માનવી એ પણ પ્રકૃતિનું જ એક અવિભાજ્ય અંગ છે.તેથી જ પ્રકૃતિ વિશેની પૂરતી જાણકારી મેળવવી તે માનવી માટે મહત્વની બાબત છે. આવું જ્ઞાન હોવું જોઇએ. પક્ષીનું સંગીત આપણને ગમે છે.પ્રકૃતિમાનું કદાસ આ સૌથી સુંદર સંગીત હશે. પરંતુ આ સંગીતમાં ઘણા અર્થો સમાયેલ છે. પણ મારે અહિ વાત કરવી છે ધરતી અને પર્યાવરણની પરીસ્થિતિ વિશે. પ્રકૃતિ આજે એક અસંતુલીન પરિવર્તન બિંદુ પર ઊભી છે. એક ભવ્ય ભૂતકાળ,એક ભવ્ય વારસો હરક્ષણ આપણા હાથમાંથી સરકી રહીયો છે. એક સ્વસ્થ સંતુલીત પર્યાવરણના નિશ્વિત અંત તરફ આપણે ઝડપથી જઈ રહ્યા છીએ. છતા આપણે તેને અવગણી રહ્યો છીએ. હાલની પર્યાવરણીય સમસ્યાઓ જોયા અનુભવ્યા પછી આપણે વિચારવાવુ રહ્યું કે, 'આ બધી સમસ્યાઓને ઉકેલ શું ?'

પર્યાવરણનું સંતુલન કેમ જાળવશું ! એ આપણે શીખવુ પડશે આપણા બાળકોને પણ શીખવવુ પડશે અને નહી શીખવીએ તો કુદરત આપણને તે સમજવાની ફરજ પાડશે. પણ તેની ખુબ જ મોટી કિંમત આપણે ચુકવવી પડશે. આપણે પ્રતિત સ્વીકરવો કે પછી પરિવર્તન માટે તૈયાર થવું ? માટે જ પરિસ્થિતિમાં એકમાત્ર ઉપાયરૂપ પ્રકૃતિ શિક્ષણ અને તેમની જાળવણી અન્ય વિષય કરતા ને વધારે મહત્વનું બનાવાવની જરૂર છે.

આપણે આ મહત્વના કામમાં નહી જોડાયે તો કદાસ પરીણામ પણ તે સમયે ખૂબ ભયાનક હશે. ચાલુ વર્ષમાં જોયે તો વરસાદ ઓછો પડવાથી ઘણી વિકટ પરીસ્થિતિ પાણી અને ગરમીની સર્જાયી. વરસો પછી આવા તાપમાન પહેલી વાર જોવા મળે. સૂર્ય જાણે અગ્નિ ઓક્તો હોય તેવા તાપ પડતા જોવા મળ્યા અને અનુભવાય પણ છે. આ સ્થિતિનું સર્જન પણ આપણે જ કર્યું છે. જંગલોનો નાશ કરવા લાગ્યા, વૃક્ષ વનસ્પતિની જગ્યાએ રસ્તા, ઈમારતો ઉધોગ સ્થપાયા, જેના કારણે વદળની વરાળ અને ખેંચતા વૃક્ષ ન હોવાથી વરસાદ ઓછો પડવાના બનાવો સર્જાયા. તો પ્રદૂષણને કારણે ઓઝોનના સ્તર પાતળા પડતા સૂર્યના કિરણ સીધા ધરતી પર આવવાથી તાપમાન વધ્યું. સાથે ધુમાડો જેવા પર્યાવરણ્ય પ્રદૂષકો બન્યા તો એ.સી. જેવા આધુનિક સાધનો દ્વારા વાતવરણનો ભેજ હવામાંથી ખેંચે અને વાતવરણ ગરમ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. મનમાં એમ પણ પ્રશ્ન થાય કે આ કેવી રીતે ? તો તમે જ અનુભવ કરજો એ.સી.માં પાણી ન નાખવા છતા એ.સી. બંધ કર્યા પછી પાણી કેમ ટપકે તો તે છે હવાનો ભેજ. જે વાતવરણમાંથી ખેંચી ઓરડાને ઠંડો કરે ને બહારના વાતવરણને ગરમ કરે. આવી કેટલીય બાબતો આપણે ધ્યાનમાં રાખી પાલન કરશું તો જરૂર આમાંથી બચી શકશું. બધાનો પ્રયાસ હશે તો ધરતીને બચાવી શકાશે.

આપણી ફરજ છે વૃક્ષો વાવી ઉછેર કરવો,વરસાદનું પાણી જમીનમાં વધુ ઉતરે તેવા પ્રયાસો કરીએ તો જ આ સાર્થક ગણશે.

     

ઈશ્વરની હરીભરી પ્રકૃતિ સામે

યોદ્ધાની જેમ રુદ્ર બની

નાશ કરવા ઉભા ન રહો

મિત્રની જેમ જતન માટે ઉભા રહો

આપણે સૃષ્ટિને નાશ કરવાની નથી

એનું જતન કરી જાળવવાની છે.


Rate this content
Log in