HANIF MEMAN

Children Stories Children

3  

HANIF MEMAN

Children Stories Children

પરગ્રહનું સ્વપ્ન

પરગ્રહનું સ્વપ્ન

2 mins
182


રામુ, રામુ, રામુ, જલદી ઊઠ, બેટા, તારે શાળાએ જવાનું મોડું થાય છે. જલ્દી કર. તૈયાર થઈ જા. સંભળાતું નથી. શાળાએ જવાનું મોડું થાય છે.

રામુની મા રામુને ઢંઢોળીને જગાડે છે. રામુ આંખો ચોળતો ચોળતો મમ્મીને કહે છે," શું મમ્મી મને તરત જગાડી દીધો. કેટલું સરસ મજાનું સ્વપ્ન જોતો હતો અને જગાડી દીધો."

મમ્મી બોલી, "વાહ, મારો દીકરો, સપનું જોતો હતો. મને પણ સંભળાવ તારા સપનાની દુનિયાની વાત." 

 રામુ બોલ્યો," મમ્મી, હું ગામના ગોંદરે રમતો હતો. અને આકાશમાં એક એક મોટો લિસોટો જોયો.હું તો ડરી ગયો. એ પ્રકાશનો લિસોટો ધીમે ધીમે ધીમે મેદાનમાં ઊતર્યો. હું ડરી ગયો કે આકાશમાંથી આ શું પડ્યું ? તેમાંથી ૨ મારા જેવડા છોકરા આવ્યા. તે બંને જણ મને એમની સાથે લઈ ગયા. હું તો ડરી ગયો હતો એટલે કઈ કરી ન શક્યો અને એમની સાથે બેસી એમની દુનિયામાં ગયો. નીચે ઉતરીને જોયું તો હું જે વાહનમાં આવ્યો હતો તે મોટી રકાબી જેવુ હતું. ડરના લીધે મેં તેમને ઘ્યાનથી જોયા પણ ન હતા. ઉતર્યા પછી જોયું તો તેમને મોટી ગોળ આંખો. માથા ઉપર એન્ટેના. કાન મોટા મોટા. નાનું મોઢું. અને બોલે એટલે જાણે મશીનમાંથી બીપ બીપ અવાજ આવતો હોય.

તેમણ મને ઈશારાથી સમજાવ્યું કે અમે પણ તારા જેવા છીએ. અમારે તારી સાથે રમવું છે. એટલે તને લાવ્યા. ત્યાં બીજાને પણ બોલાવી લાવ્યાં. અને અમે બધા રમ્યા.પણ હું તો ત્યાં પગ માડું કે જાણે પડી જઉં એવું થતું. મારો વજન જ ન હોય એવું લાગતું. ફુગ્ગાની જેમ હવામાં ઉડતો હોય એમ થતું. શ્વાસ જ ન હોય તેમ લાગતું. 

તેમને જમતા જોયા જ નહિ. પાણી પણ ન જોયું. વૃક્ષો, પશુ, નદી,વાહનો એવું કઈ જોવા ન મળ્યું. આપણી જેમ કોઈ કામ કરતું નહતું. આરામ કરતું ન હતું. કોઇ ઑફિસ નહિ. બાળકો માટે ભણવાનું નહિ. બસ આખો દિવસ મસ્તી કરે. અને ઉડાઉડ કરે. મને એમની દુનિયામાં મજા આવી ગઈ. મારે પણ રહેવું હતું. પણ તે મને જગાડી દીધો. હજુ મારે તેમની સાથે ફરવું હતું. પણ તે મને શાળાનું નામ લઈને સ્વપ્નની દુનિયામાંથી બહાર કાઢી દીધો."

મમ્મી બોલી," સોરી બેટા, આપણે આ દુનિયામાં છીએ. અને આ દુનિયાના રીતરિવાજ મુજબ ચાલવાનું છે. ચાલ, હવે તૈયાર થઈ જા. શાળામાં જવાનું છે."


Rate this content
Log in