Sapana Vijapura

Others


2  

Sapana Vijapura

Others


પ્રેમ

પ્રેમ

3 mins 504 3 mins 504

રાધા સુહાગની સે પર બેઠી હતી. મહેંદીથી એના હાથ સુગંધિત હતા. સે ફૂલોથી સજેલી હતી. મે પર અને સાઈડ ટેબલ પર કેંડલ્સ ધીમી ધીમી સળગી રહી હતી. માદક વાતાવરણ હતું. એને ધીરેથી પોતાના ઘૂંઘટને લાંબો તાણ્યો. રાજેશને પહેલીવાર જોયો અને એનું દિલ રાજેશ પર આવી ગયેલું. કોઈપણ જાતની વાતચીત વગર એને રાજેશને લગ્ન માટે હા પાડી દીધી હતી, કારણકે રાજેશ ખૂબ દેખાવડો હતો અને પોતે થોડી શ્યામવર્ણી અને ઓછી દેખાવડી. ઘણા પુરુષો એને ના પાડી ચૂક્યા હતા. રાજેશે સામેથી હા પાડી તો હવે પોતાને ના પાડવાનો કોઈ સવાલ ના હતો.

બારણું ખખડ્યું અને એકદમ તંદ્રામાંથી જાગી પડી. સામે શેરવાની પહેરીને રાજેશ ઊભો હતો. એના આરપાર દેખાતા ઘુંઘટમાંથી એ હેન્ડસમ રાજેશને તાકી રહી. રાજેશ એકદમ એની પાસે આવી ગયો ખૂબ પાસે. એ શરમાઈ ગઈ. રાજેશે એનો ઘૂંઘટ ઊંચો કર્યો. અને એને બાહુપાશમાં લઇ લઇ લીધી. એ આંખો બંધ રાખીને એના સ્પર્શને અનુભવતી રહી.એનું અંગઅંગ હવે રાજેશમાં ઓગળી જવા તૈયાર હતું.

પણ આ શું ? રાજેશ એકદમ એનાથી દૂર થઇ ગયો. એને રાજેશને પોતાની તરફ ખેંચ્યો. પણ રાજેશ સટાક કરીને એના શરીરથી અળગો થઇ ગયો.એ સમજી ના શકી. રાજેશ રૂમની બહાર નીકળી ગયો. થોડીવારમાં ફરી બારણું ખખડ્યું. અને રાજેશના પિતા દરવાજો ખોલી અંદર આવ્યા અને દરવાજો બંધ કરી દીધો. અને સુહાગની સે પર બેસી ગયા અને રાધાના શરીરને પંપાળવા લાગ્યા. રાધા ઊભી થઇ ગઈ. પોતાના મેંદી રંગેલાં હાથે એક તમાચો પિતાનાં ગાલ પર મારી દીધો. પિતાએ કહ્યું,' રાધા, મારી વાત સાંભળ, રાજેશ પુરુષમાં નથી એ તને કદી સંતોષ નહી આપી શકે. હું તારી જરૂરિયાત પુરી કરીશ તું મને રાજેશ માટે એક બાળકની ભેટ આપી દે કે મારો વંશ જળવાઈ રહે.

રાધા ના માની. તો સસરાએ એક રૂમાલ એના નાક પાર રાખી દીધો. રાધા બેહોશ થઇ ગઈ, અને સસરો એના શરીર સાથે એક ભૂતની માફક ખેલતો રહ્યો.

સવારે રાધાની આંખ ખુલી તો એનું સર્વસ્વ લૂંટાઈ ચૂક્યું હતું. હાથની મેંદી સર્પની જેમ ડસી રહી હતી. અને રાતની ભૂતાવળ એના કોમળ શરીરને ભરડો લઇ રહી હતી. એને સમજ નહોતી પડતી કે આ વાત કોને કહેવી? એ રૂમની બહાર આવી જ્યાં રાજેશ નીચું મોઢું કરીને ઉભો હતો. એ ધીરે ધીરે રાજેશ પાસે ગઈ. અને કહ્યું, 'મારે મા નથી બનવું મારા માટે તમારો પ્રેમ બસ છે જો મંજુર હોય તો રહીશ, નહીંતર મને મારા પિયર મૂકી આવશો. કારણકે હું તમારા પિતા સાથે સંબંધ ના રાખી શકું !" રાજેશે એને છાતી સરસી ચાંપી દીધી.


Rate this content
Log in