નસીબના ખેલ - 26
નસીબના ખેલ - 26


શરૂઆતમાં ધરાના માસીને આ વાત ન ગમી. છોકરો વકિલ હતો થોડું ઘણું તો જતું કરવું પડે જેવા સલાહ સૂચનો પણ આપ્યા. પણ ધીરજલાલ એકના બે ન થયાં. તેમની ના જ હતી એટલે આ વાત આગળ ન વધી. બધા વડોદરા પાછા આવ્યા.
ધરાએ ડિપ્લોમાનું એક વર્ષ પૂરું કરી લીધું હતું. ધરા માટે યોગ્ય મુરતિયાની શોધ ચાલુ જ હતી. એવામાં એક યુવકની વાત લઈને ધીરજલાલ ના પાડોશી આવ્યા. છોકરો ત્યાંજ વડોદરામાં ફર્ટિલાઇઝરમાં જોબ કરતો હતો. પગાર સારો હતો. મૂળ એ જામનગરનો હતો. તેના મા-બાપ, ઘર ફેમિલી બધું જામનગર. દેખાવમાંય સારો હતો. લગ્ન બાદ ત્યાં વડોદરા જ રહેવાનું હતું ધરા ને. પણ ધરાને છોકરો જરા જાડો લાગ્યો. ધીરાજલાલે જ્યારે ધરાની મંજૂરી માંગી ત્યારે ધરા એ કીધું કે પપ્પા થોડોક જાડો નથી લાગતો ? ધીરજલાલ સમજી ગયા કે ધરાને છોકરો પસંદ નથ
ી. તેઓ પરાણે ધરા ના લગ્ન કરાવવા માંગતા જ નોહતા. તેથી અહીં પણ તેમણે વાત આગળ ન વધારી.
પણ હંસાબેનને આ ન ગમ્યુ. તેમણે ધરાને થોડું ગુસ્સામાં પૂછ્યું કે 'તારે લગ્ન અમારી મરજીથી કરવાના છે કે તારી પોતાની મરજીથી ? તે પણ તારી ફ્રેન્ડની જેમ કોઈ ગોતી લીધો છે ?'
હંસાબેન ગુસ્સામાં ઘણું બોલી ગયા. ધરાને ખોટું તો લાગ્યું પણ આ વખતે ધરાએ એ પણ નોટિસ કર્યું કે પપ્પાએ એની વાત માની છે અને એ યુવકને ના પાડી દીધી હતી. ધરા ના અભ્યાસનું એક વર્ષ પૂરું થઈ ગયું હતું. ધરાને આ કોર્સમાં કંટાળો આવતો હતો. તેથી એણે જાતે જ એના પપ્પાને કીધું કે એ આગળ એ કોર્સમાં ભણવા નથી માંગતી. ધરા એ પોતેજ ઘરે રહેવાનું નક્કી કર્યું. ધરાના આ નિર્ણયથી હંસાબેન ખૂબ ખુશ થયા. ધરા હવે ઘરના કામમાં ધ્યાન આપવા લાગી.
((ક્રમશઃ)