નસીબ ના ખેલ... 24
નસીબ ના ખેલ... 24


ધરા પણ આ રીતે જ વરરાજાના નાનાભાઈ માટે પસંદ આવી ગઈ. જે દીકરીના લગ્ન માટે ગયા હતા ધીરજલાલ અને તેમનો પરિવાર, એ દીકરીના થનાર સસરા અને સાસુ એ એક તરફ લગ્ન ચાલી રહ્યા હતા અને બીજી તરફ ધીરજલાલના કાને આ વાત નાખી. દીકરીના પિતા એટલે કે ધીરજલાલના સંબંધી ભાઈએ પણ આગ્રહ કર્યો કે માણસો સારા છે ઘર સારું છે. વળી સંબંધે તો બેય બહેનો છે અને ત્યાં સામાપક્ષે બેય સગા ભાઈ છે. ધરાને કાઈ વાંધો નહિ આવે. માટે ધરા માટે આ સારું જ છે તો ના ન પાડવી જોઈએ.
પણ ધીરજલાલ આ માટે તૈયાર ન હતા. તેમણે કહ્યું એક ઘરમાં બે બહેન મારે નથી આપવી. એ સારું
નહિ. અને આમ પણ ધરા હજી નાની છે, ભણે છે. જો કે આ બહાના પછી પણ સામાપક્ષવાળા સગાઈ કરીને લગ્ન માટે રાહ જોવા પણ તૈયાર હતા. પણ ધીરાજલાલે વિનમ્રતાથી ના પાડી. અને પ્રસંગ પૂરો થતા વડોદરા પાછા આવ્યા.
વડોદરા પાછા આવ્યા બાદ હવે ધીરજલાલ સમજી ગયા હતા કે ધરા હવે પરણાવવા લાયક તો થઈ જ ગઈ છે. ધરા આમ પણ નમણી અને દેખાવડી હતી. કોઈને પણ જોતાજ ગમી જાય એવી હતી. એ જમાનામાંય છોકરીઓ બ્યુટીપાર્લરમાં જતી જ હતી પણ ધીરજલાલ ધરાને નોહતા જવા દેતા. ધીરજલાલના મતે કુદરતે જે અને જેટલું રૂપ આપ્યું છે એ જ ઉત્તમ છે.એમ કહેતા..
(ક્રમશઃ)