STORYMIRROR

Hardik Parmar

Children Stories

3  

Hardik Parmar

Children Stories

નાસ્તાની મજા

નાસ્તાની મજા

1 min
154

મનીષ ખૂબ મનમોજી માણસ હરવું ફરવું, બહાર હોટેલમાં જમવું અને તેમાં પણ જમવાનો કોઈ સમય નહીં. ક્યારેક મોડી રાત્રે ભૂખ લાગે તો રાત્રી બજારમાં જઈ નાસ્તો કરી આવતો. મમ્મી ઘણીવાર કહેતા બહારનો નાસ્તો કરીને ઘરે તું બરાબર જમતો નથી. બહુ બહારનો નાસ્તો સારો નહીં..!

મનમોજી મનીષને એ વાતથી કોઈ ફર્ક નહોતો પડતો એતો પોતાની મોજમાં જ રહેવાવાળો. સમય ધીરે ધીરે પસાર થતો ગયો.

આજે સાંજે ઘરે આવીને મનીષ જમવા બેઠો. ભાભીએ જમવાનું પીરસ્યું, ખુશ થતાં આજે તો પેટ ભરીને જમ્યો. મોડી રાત્રે કોઈ કારણસર મનીષને હોસ્પિટલ લઇ જવો પડ્યો અને ડોકટરે તરત પૂછ્યું કે,"આજે શું જમ્યો હતો મનીષ ?"

મમ્મીએ જવાબ આપ્યો, "શાક ભાખરી અને દૂધ બસ" 

ડોકટર થોડું વિચારીને બોલ્યા, "મેં કહ્યું હતું તે યાદ છેને ? જમવાનું બધું મોળું જ હતું ને ? મીઠા વગરનું?"

આ સાંભળતા જ મમ્મી તેના દીકરાની વહુ સામે જાણે પ્રશ્નાર્થ ભાવે જોઈ રહ્યા.


Rate this content
Log in