STORYMIRROR

Bharti Dave

Others

3  

Bharti Dave

Others

મસલ્સ પાવર

મસલ્સ પાવર

1 min
190

રાજકોટની સીટી બસમાં એક કોલેજીયન યુવાન ચડ્યો. કસાયેલી કાયા ધરાવતા એ યુવાનને જોઈને કોઈ પણને એમ થાય કે:"શું ફિટનેસ છે ? આહા ! મસલ્સમેન !"

આજે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી લઈ જતી બસમાં નવાં કન્ડક્ટરને જોઈને વિદ્યાર્થીઓને નવાઈ લાગી. વર્ષોથી આ બસનાં કન્ડક્ટર જોષીકાકા સાથે બધાંને મિત્રતા થઈ ગઈ હતી. 

"અરે કાકા ! અમારાં જોષીકાકા કેમ નથી ?" પાર્થે જાણવા ખાતર નવાં કન્ડક્ટરને પુછ્યું.

"ટિકિટ... ટિકિટ... !" પેલાએ કંઈ જવાબ આપ્યા વગર પાર્થને ટિકિટ લેવાં કહ્યું. પાર્થે પણ એની અદામાં જવાબ આપ્યો

"બોસ હૈ હમ ! બોસ કભી ટિકિટ લેતા કયા ?"

પાર્થનું ચુસ્ત અને કસાયેલું બોડી જોઈને અને તેની બોલવાની સ્ટાઈલ પરથી તે મકોડી પહેલવાન કંન્ડકટરને લાગ્યું કે જો મારે આ યુવાનને ટિકિટ લેતો કરવો હશે. તો મારે‌ મજબૂત બોડી બનાવવી પડશે.

દિવસની તેની ડયૂટી પુરી કરીને તે સીધો જ જીમમાં ગયો અને જીમ જોઈન્ટ કર્યું. જોતજોતામાં એક મહિનો થઈ ગયો. 

કંન્ડકટર ટિકિટ.... ટિકિટ....કરતો પાર્થ પાસે પહોંચ્યો. મસલ્સનો પાવર તેનાં મગજ પર સવાર થઈ ગયો હતો. પાર્થ એકદમ તેની સીટ પરથી ઉભો થયો અને પેન્ટના ખિસ્સામાંથી પોતાનું વોલેટ કાઢ્યું. પેલો કન્ડક્ટર કરડાકી ભરી નજરે તે શું કરી રહ્યો છે તે જોતો હતો. પાર્થે તેની એજ આવારગી અદાથી વોલેટમાંથી સ્ટુડન્ટ ટ્રાવેલ પાસ કાઢ્યો.

પેલાં કંન્ડકટરના મસલ્સ પાવરની બધી હવા નીકળી ગઈ..


Rate this content
Log in