Jagruti Pandya

Others

3.5  

Jagruti Pandya

Others

મમ્મીને છોડવાનું દુઃખ

મમ્મીને છોડવાનું દુઃખ

1 min
97


'મારી આ દુનિયામાં બધું જ શ્રેષ્ઠ છે.'

     આજનો દિવસ મારા માટે સૌથી અઘરો હતો. પપ્પાના ગયા પછી, મોટાભાગનું વેકેશન મમ્મી પાસે રહી. શાળાઓ ખૂલવાની હોઈ આજે તો મારે મમ્મીને છોડીને જવું જ પડશે તેનું દુઃખ હતું. મમ્મીને સવારે સાડાચાર વાગે વરસાદ પડ્યો ત્યારે ઊઠીને હું અને ભાભી મમ્મી સાથે બેસીને વાતો કરતા હતા. મેં મમ્મીને એનું આખા દિવસનું સમયપત્રક જણાવી દીધું. આમ તો મમ્મીને વાંચન અને મંત્રલેખનનો શોખ છે તે ખૂબ સારુ છે. તેનો મોટાભાગનો સમય સારી રીતે પસાર થાય છે. મમ્મીને મોબાઈલમાં પણ વોટ્સ એપ અને ફેસબુક જોવાનું ગમે છે અને તેમાં પણ તે કંઇક ને કંઇક લખ્યા કરે છે. જે પણ મને ગમે છે.

 મમ્મીએ મને લખતાં શીખવ્યું. મેં મમ્મીને મોબાઈલમાં ગુજરાતી લખતાં શીખવ્યું. 

    ભાભી અને મમ્મીને મળીને આજે હું આણંદ જવા નીકળી. મમ્મી આગળ ખૂબ જ કઠણ રહી. જતાં જતાં ક્યાંક આંસુ ન નીકળી જાય તેની ખૂબ કાળજી રાખી. આણંદ મારી કર્મ ભૂમિ. આજે આણંદ આવવાની પણ ખુશી હતી. નવા મકાનનું કામ ચાલું છે. માટે એ કામનું પણ આખું વેકેશન ટેન્શન રહ્યું કે કયારે જલ્દી કામ પતે ! તો આગળ વેણુના લગ્નની સારી રીતે તૈયારીઓ કરી શકાય. આણંદ આવી ગયા. હવે કામ આગળ થશે.

આજથી મારા તમામ કામ નિયમિત કરવાના સંકલ્પ સાથે દિવસ પૂર્ણ થયો.


Rate this content
Log in