Shailee Parikh

Others

2  

Shailee Parikh

Others

મેથ્સ બોર્ડ ગેમ

મેથ્સ બોર્ડ ગેમ

2 mins
1.9K


એક મોટી રમકડાની દુકાન હતી. શહેરના મોટા રામુશેઠ એ દુકાનના માલિક હતા. આંખ પટપટાવતી ઢીંગલીઓ, ટેડીબેર, અમેરિકન બાર્બી ડોલ્સ, બેટ, બોલ, ફુલ રેકેટ, કેરમ, ચેસ, ટેબલ ટેનિસ, બ્લોકગેમ્સ જેવી અનેક ગેમ્સ રામુ શેઠે દુકાનમાં ગોઠવીને રાખી હતી. દરરોજ તેમની દુકાને બાળકો ગેમ્સ લેવા માટે આવતા.

એક દિવસ નાજુ નામની છોકરી રામુ શેઠની દુકાને આવી. તેને આંખ પટપટાવતી ઢીંગલી ખરીદવી હતી. નાજુ પહેલીવાર આટલી મોટી રમકડાની દુકાનમાં આવી હતી. આટલા બધા રમકડા જોઇ એ તો ખુશ થઈ ગઈ. નાજુ તેની મમ્મીને કહે,"મમ્મી આ દુકાન વાળા અંકલને તો કેટલી મઝા આવતી હશે નહિ? દરરોજ જુદા-જુદા રમકડાથી રમવાનું ને મઝા કરવાની!" નાજુની વાત સાંભળી તેની મમ્મી હસી પડી.

તેમણે દુકાનવાળા ભાઈ પાસે આંખ પટપટાવતી ઢીંગલી માંગી. રામુકાકાએ પુછ્યું કોના માટે જોઈએ છે? નાજુ કહે એ તો અંકલ મમ્માએ મારા માટે માંગી. મારી પાસે ઢીંગલીઓ છે ને ઘેર એ જુની થઈ ગઈ છે. એટલે મારે નવી જોઈએ છે. રામુકાકાએ નાજુને પુછ્યું બેટા,"તું ક્યા ધોરણમાં ભણે છે?" નાજુ કહે,"ત્રીજા ધોરણમાં ઇંગલિશ મિડીયમમાં ભણું છું અંકલ." તો રામુકાકા કહે,"આવડી મોટી છોકરીથી તે કાંઈ ઢીંગલીઓ ન રમાય. તારી ઉંમરને અનુરૂપ કોઈ સારી ગેમ ખરીદ જે તને કામ લાગે." નાજુ તો વિચારવા લાગી.

રામુકાકા એ કીધું,"બોલ જોએ તારો સૌથી ન ગમતો વિષય ક્યો?" નાજુ કહે,"મને મેથ્સ ના ગમે સહેજ પણ. એના ટેબલ મને યાદ જ નથી રહેતા ને!" રામુકાકા કહે,"સારુ તો હું તને એવી ગેમ આપું છું જેનાથી તને રમવું પણ ગમશે અને તારું મેથ્સ પાકું પણ થશે." નાજુ અને તેની મમ્મી તો રામુકાકાની વાત સાંભળી ખુશ થઈ ગયા. રામુકાકાએ ટેબલ મોઢે થઈ શકે અને સરવાળા-બાદબાકી આવડી શકે એવી બોર્ડગેમ નાજુને બતાવી જેમાં સાચા જવાબ પર બટન દબાવતા લીલી લાઇટ થાયને ખોટો જવાબ હોય તો લાલ. નાજુની મમ્મી કહે, "નાજુ બેટા, આ અંકલએ તો સરસ ગેમ બતાવી હવે એમને પ્રોમિસ કરી દે કે હવે તું આ ગેમ્સથી રમીશ ઢીંગલા ઢીંગલીથી નહિ રમે. ખરુને?"
 
રામુકાકા નાજુની મમ્મીની વાત સાંભળી હસી પડ્યા અને નાજુ એ એમને થેન્ક્યુ અંકલ કહ્યું. પછી નાજુબેન ગેમ લઈને હસતા-હસતા ઘેર ગયા.


Rate this content
Log in