Jagruti Pandya

Others

4.0  

Jagruti Pandya

Others

મારી બદલાતી શાળાઓ

મારી બદલાતી શાળાઓ

2 mins
165


' આજનો મારો દિવસ શ્રેષ્ઠ છે.'

આખું વેકેશન આજે પુરું. આજે વેકેશનનો છેલ્લો દિવસ. આજે ઘર સફાઈ કરવાનું નક્કી કરેલ તે મુજબ કામ થયું. 

રોજ કરતાં આજનો દિવસ કંઈક અલગ જ લાગે છે. કાલથી શાળાઓ શરુ થતી હોઈ, આવતીકાલથી શાળાએ જવાનું. બાળકોને શું કરીશ ? આ વિચાર આખો દિવસ મનમાં ઘુમરાયા કર્યો. 

હવે તો , આ વારંવારની શાળાઓ બદલાતી હોઈ શાળામાં કામ કરવાનો મારો ઉત્સાહ ધીમો પડી ગયો છે. ઉત્સાહ સાથે કામ કરીએ, બાળકો હજું પરાણે થોડા ઘણાં પરિચયમાં આવ્યા હોય, થોડુ ઘણું સેટ થવાયું હોય ત્યાં શાળા બદલાઈ જાય. જેથી કામ કરવામાં એક સુત્રતા ન જળવાય. નવેસરથી બધી મહેનત ફરી કરવી પડે. બસ, આમ જ થયું છે,છેલ્લા સાડાત્રણ વર્ષથી. માટે હવે કંટાળી ગઈ છું. હવે કોઈ એક શાળામાં સ્થાયી થવાય તો કામ કરવાની મઝા આવે અને કામમાં કંઈ બરકત જણાય. આખું વેકેશન ભગવાનને એ જ પ્રાર્થના કરી છે કે ખૂબ જ ઝડપથી મારી જગ્યા સ્થાયી કરો. ખેર, આ તો જ્યાં સુધી જે તે ભૂમિ પર અંજળ પાણી હશે ત્યાં સુધી રહેવાશે. પણ દરેક નવી જગ્યાએ મને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું છે.

આજથી 'કર્ણલોક ' વાંચવી શરુ કરી. મને ધૃવ દાદાના પુસ્તકો વાંચવા ગમે છે. તેમના દરેક પુસ્તકમાં નવીનતા હોય છે. શિક્ષણના ક્ષેત્રમાં અને અધ્યાત્મના માર્ગે પણ કંઈક નવું શીખવી જાય છે. સાથે સાથે એ પણ વિચાર આવ્યો કે, કાલથી શાળાઓ શરુ થાય છે તો શાળાનું કામ વધશે તો પુસ્તક વાંચવાનો સમય નહીં મળે. પણ નક્કી કર્યુ કે વાંચવું જ. મોબાઈલ જોવામાં સમય નહીં બગાડું પણ પુસ્તક તો વાંચીશ જ.

રાતે નવાં શૈક્ષણિક સત્રની શરુઆત માટે બાળકો માટે શું નવું કરી શકાય ? તે વિચારો કરતાં કરતાં સૂઈ ગઈ. આજનો દિવસ પણ વ્યસ્ત અને ઉત્તમ રહ્યો.


Rate this content
Log in