Harsha dalwadi

Others

3  

Harsha dalwadi

Others

માને પત્ર

માને પત્ર

1 min
11.8K


 મારી દરેક વાત ને મૌનમાં પણ સમજી લે છે. આંખો ની ભાષા વાંચી લે છે. ન કહું તકલીફ મારી

એ મારા કહ્યા પહેલાં દૂર કરી દે છે. સબંધ ઘણા જીવનમાં મારા તારા માટે આખી દુનિયા હું તું મારી મા.

જ્યા બેન : અરે વાહ નંદિની મારી દીકરી આજ પહેલો નંબર લાવી.

નદીની: હા દાદીમાં નંબર તો મળ્યો છે પણ આ લખેલી ચાર લાઈનથી.

જ્યા બેન.: દીકરા હું તો તારી દાદી છું.

નંદિની : તો શું થયું ? જોવોને મેં મારી માને પત્ર લખ્યો છે.


"મારી વ્હાલી માં

તું કયા છે એ મને ખબર નથી પણ બધા મને કહે છે કે તું ભગવાન પાસે ગઈ છે. પપ્પાને તો મારી માટે સમયજ નથી પણ તને એક વાત કહું ? બધા મને અભાગણી કહેતા હતા. પણ દાદી મા મને એની પરી કહેતા. ખબર છે ! માં તને જયારે હું લખતાં બોલતા શીખી ત્યારે મા લખ્યું, ને બોલ્યું હતું. મારી નાનામાં નાની વાત જો કોઈ સમજી જતું તો એ આ મારી દાદી .

હવે એક જરૂરી વાત પપ્પાએ બીજા લગ્ન કરી મને કહે છે એ તારી મા .મેં ના કહી મારી મા આ રહી મારી પાસે જેના માટે હું પરી છું. મારી દાદી એજ મારી મા છે અને રહેશે."

જ્યા બેન આ પત્ર વાંચી પોતાના આંસુ ને રોકી ના શક્યા.અને વ્હાલથી નંદિની ને ભેટી રહ્યાં.


Rate this content
Log in