Sapana Vijapura

Others

5.0  

Sapana Vijapura

Others

મા

મા

3 mins
689


માના પગ નીચે જન્નત હોય છે. કેટલી મુશ્કેલીથી એક બાળક આ દુનિયામાં આવે છે. એને પાળી પોષી મોટો કરવામાં જિંદગી નીકળી જાય છે અને માને ખબર પણ નથી પડતી કે એની જવાનીના દિવસો ક્યાં ગયા અને એ બુઢી થઇ ગઈ. અને એજ બાળક જ્યારે મા ઉપર પોતાની પત્નીની સાથે મળીને જુલ્મ કરવા લાગે ત્યારે દિલ હચમચી જાય છે.

શારદાબેનને એકનો એક દીકરો રાજુ. શારદાબેન ખૂબ નાની ઉંમરે વિધવા થયેલાં. ગરીબી અને પતિ ના હોવો એ બન્નેનું મિશ્રણ અને દીકરાને મોટા કરવાની જવાબદારીએ શારદાબેનની કમર તોડી નાખી. પણ એ હિંમત ના હાર્યા. પારકા કામ કરી, ભરત ગૂંથણ કરી, દાળ રોટી ખાઈ દીકરાને એન્જિનિયરની બનાવ્યો. હવે એમણે હાશ કરી કે દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે. દીકરો પણ સમજદાર હતો.

દીકરાને કૉલેજની એક છોકરી પસંદ આવી ગઈ. ધામધૂમ થી લગ્ન કરી આપ્યાં. રીટાને મા કાંટાની જેમ ખટકતી. દીકરો ઘરે ના હોય આખો દિવસ એ માને એક યા બીજી રીતે હેરાન કરે. શારદાબેન ચૂપ રહે કે દીકરાના જીવનમાં કોણ આગ લગાવે. એ દિવસે રાજુને કામને લીધે દિલ્હી જવાનું થયું. શારદાબેન થોડાં ગભરાઈ ગયાં. પણ દીકરાને કશું કહી ના શક્યાં. રાજુ ગયો. રીટાએ પોત પ્રકાશ્યું. શારદાબેનને ખાવા ના આપે, શારદાબેનને રૂમમાં પૂરી દીધાં શારદાબેનની આંખોમા ચોધાર આંસુ સરી રહ્યા હતાં। બારીમાં બેસી એ પાર્ક તરફ મોં રાખી રડી રહ્યાં હતાં. રીટા બહાર ગઈ હતી. બારી ઘણી નીચી હતી. શારદાબેનને અચાનક વિચાર આવ્યો કે મારું આ ઘરમાં કોઈ નથી હું શા માટે અહીં પડી રહી છું ? એ બારીમાંથી ઉતરી રસ્તા પર આવી ગયાં. ક્યાં જવું ? કોને ત્યાં ? કોઈ નથી મારું ! એ ચાલતા રહ્યાં મુંબઈની સડકો પર. દીકરાના ઘરથી ખૂબ દૂર. ટ્રેન સ્ટેશનના બાંકડા પર જઈને બેઠાં. બ્લડ પ્રેશરને લીધે માથાની નસ ફાટી રહી હતી. દવા પણ સાથે ના હતી. થોડીવારમાં બેભાન થઇ ગયા. ઝાડુવાળાએ માજીને પડતાં જોયાં તો નજીક આવીને ચેક કર્યા. મોબાઈલથી 108 નંબર દબાવી એમ્બ્યુલન્સ બોલાવી. માજીએ હોસ્પિટલ પહોંચતા પહેલા દમ તોડી દીધો.

રાજુ દિલ્હીથી આવી ગયો. મા વિષે પૂછ્યું," માં ક્યાં છે ?' રીટાએ કહ્યું ખબર નહિ ગઈ કાલથી કયાંક ગયાં છે આવ્યા નથી. રાજુ અકળાયો," મા ક્યાં ગઈ હશે કારણકે માં એ મને મોટા કરવામાં આખી જિંદગી કાઢી નાખી કોઈ મિત્રો બનાવ્યા નથી." એ પોલીસ સ્ટેશને ગયો. પોલીસે સલાહ આપી કે હોસ્પિટલ ચેક કરો અમે પણ મદદ કરીએ. છેવટે સરકારી હોસ્પિટલથી મુર્દા ઘરમાં શારદાબેનની લાશ મળી આવી. રાજુ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મા તે મને મોટો કર્યો હું તને સંભાળી ના શક્યો. મા મા મા! ... શારદાબેન શું બન્યું એ કહેવા માટે આ દુનિયામાં ના હતાં.


Rate this content
Log in