'Sagar' Ramolia

Children Stories Inspirational

4.9  

'Sagar' Ramolia

Children Stories Inspirational

મા ! મારે ઊડવું છે ! ભાગ-૨૪

મા ! મારે ઊડવું છે ! ભાગ-૨૪

2 mins
672


કાલુ તો જેમ જેમ વ્યવસાયના મહાસાગરમાં પાર ઊતરી જનાર સાહસિકો વિશે જાણતો જાય છે, તેમ તેમ તેનું મનોબળ દૃઢ થતું જાય છે. આવું જાણવામાં તેને અમેરિકાની કેથી આયર્લેન્ડની જાણકારી મળે છે. પોતાની સુંદરતાને લીધે તે મોડેલ બને છે અને વિશ્વનાં ટોચનાં મેગેઝીનોનાં મુખપૃષ્ઠ ઉપર ચમકે છે. સુંદરતાની સાથે સાથે તેમનામાં વ્યવસાયની પણ સૂઝ. તેથી તેમાં પણ તે આગળ વધી જાય છે. તેણે ‘કેથી આયર્લેન્ડ વર્ડવાઈડ’ નામની કંપનીની સ્થાપના પણ કરી.

આ કંપનીમાં તેણે વ્યસ્ત રહેતી માતાઓના અને કૌટુંબિક પ્રશ્નો સૂલઝાવવાનું કામ કર્યું. તેમનું કહેવું છે કે, ‘‘જે ફકત પૈસા માટે કામ કરતા હોય તેણે તે કામ બંધ કરી દેવું જોઈએ. કારણ કે આવી રીતે કામ કરવાથી મર્યાદિત સંતોષ મળે છે.’’ કાલુના મનમાં તો જાણે વીજળીનો ચમકારો થયો. પોતે પૈસા માટે નહિ, પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે, ઊડવા માટે કામ કરવા માગે છે. કેથી આગળ કહે છે કે, ‘‘વ્યવસાયનું કામ સંસાર પ્રત્યે ફરજ બજાવવાનું છે. વ્યવસાય કરતા કૌટુંબિક જવાબદારીથી દૂર ન થઈ જવાય તે ધ્યાન રાખવું જોઈએ. મુશ્કેલી અને નિષ્ફળતાથી ડહાપણ પ્રાપ્ત થાય છે અને અનુભવનું ઘડતર થાય છે. ભૂલો કરવાથી કે મૂર્ખ બનવાથી પણ ઘણીવાર શીખવા મળે છે.’’ કાલુને આમ નવું નવું જાણવા મળે છે અને તેનામાં પ્રેરણાનું ઝરણું વહેવા લાગે છે. આ ઝરણાની સપાટી ઉપર બેસીને તે આગળ વહેવા લાગે છે. તેની ગતિમાં જરા પણ ઓટ આવતી નથી.

હવે કાલુનો ઈજનેરી અભ્યાસ પૂરો થવા આવ્યો છે. તે એક કુશળ ઈજનેર જેટલું જ્ઞાન પ્રાપ્ત કરી ચૂકયો છે. અનેક કંપનીવાળા તેને નોકરીમાં રાખવા તૈયાર છે, પણ કાલુની પસંદગી હજુ આવી નથી. એક દિવસ કાલુની આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ. એક કંપનીના માલિક કાલુ પાસે આવે છે અને કાલુ સાથે વાત કરે છે. કાલુને આ પસંદ આવી ગયું અને તે કંપનીમાં નોકરી કરવાની ‘હા’ પાડી દીધી. કાલુની ખુશીની કોઈ સીમા નથી. તે મા પાસે જઈને ઊછળવા-કૂદવા માગે છે, પણ માને સરપ્રાઈઝ આપવા ઈચ્છે છે. એટલે તે કંપનીના માલિકની ઈચ્છા મુજબ તેમની સાથે જાય છે.

(ક્રમશ:)


Rate this content
Log in