'Sagar' Ramolia

Children Stories Inspirational

4.9  

'Sagar' Ramolia

Children Stories Inspirational

મા ! મારે ઊડવું છે ! ભાગ-૧૫

મા ! મારે ઊડવું છે ! ભાગ-૧૫

2 mins
594


કાલુ ફરી કોલેજમાં જાય છે. પોતાના ભાગે જે કામ આવે તે તો કરે જ છે, વધારાનાં કામ પણ કરતો રહે છે. નવરા બેસવું ગમતું નથી. ‘આળસ જીવતા મનુષ્યની કબર છે’ એ સૂત્રને પૂરો વળગી રહે છે. તેને એક ફિલ્મનો સંવાદ પણ યાદ આવી જાય છે કે, જ્ઞાન મેળવશો, તો સફળતા તમારી સામે દોડશે. સફળતા પાછળ આપણે નથી દોડવાનું, એવા સંજોગો ઊભા કરો કે સફળતા આપણી પાછળ દોડે. આપણે સફળતાના ગુલામ નથી બનવાનું, સફળતાને આપણી ગુલામ બનાવવી છે. ટૂંકા વિચાર કરવાના બદલે લાંબું વિચારવું જોઈએ.

કાલુની આગેકૂચ ચાલુ જ છે. ઈજનેરીવિદ્યા તે ખૂબ ઝડપથી શીખતો જાય છે. દિવસે-દિવસે જ્ઞાનમાં વધારો થાય છે. અહીં પણ ઘણાએ તેને પરેશાન કરવાની કોશિશ કરી. કોઈ કાલુની નોંધપોથી ગૂમ કરે, તો કોઈ કાલુનું પુસ્તક. કોઈ તો કાલુના પ્રોજેક્ટને પણ નુકસાન કરે. કોઈ ને કોઈ રીતે કાલુના રસ્તામાં રોડાં નાખ્યા કરે. પણ કાલુ તો કાલુ છે! તે દરેક મુશ્કેલીઓમાંથી પાર ઊતરતો જાય છે અને પોતાની મંજિલ તરફ આગળ વધતો જાય છે. ‘ભલા ન છોડે ભલાઈ’ મુજબ પોતાને પરેશાન કરનારને પણ મદદની જરૂર પડે તો કાલુ તૈયાર જ હોય!

એમ કહેવાય છે કે માણસે જો આગળ વધવું હોય તો એક સૂત્ર યાદ રાખવું જ પડશે અને કાલુ સતત આ સૂત્ર વાગોળ્યા કરે છે કે, ખૂબ જુઓ, શીખો અને સાંભળવા માટે કાન ખુલ્લા રાખો. જે દિવસે ‘મને બધું આવડે છે’ એવું લાગે ત્યારે આપણો વિકાસ અટકી જશે. શીખવાનું સતત ચાલુ રાખવું જોઈએ. જે શીખતો નથી તે આગળ વધી શકતો નથી.

એક દિવસ આ ઈજનેરી કોલેજનો સ્થાપના દિવસ છે. મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા પ્રસિદ્ઘ માણસો મહેમાન તરીકે આવ્યા છે. દરેક વિદ્યાર્થી પોતાને ગમતી કૃતિની રજૂઆત કરે છે. પણ આ કૃતિઓ તો માત્ર મન બહેલાવવા પૂરતી છે. કાલુએ તો અહીં ઓસ્ટ્રેલિયાના સૌથી ધનાઢય બિઝનેસમેન, અનેક મેગેઝીનો, ટીવીની ૯ ચેનલો, ઈન્ટરનેટ અને અનેક વર્તમાનપત્રોના માલિક કેરી પેકરની વાત કહી. કાલુએ કહ્યું કે, ‘‘આટલું મોટું સામ્રાજ્ય એમને કંઈ વારસામાં નહોતું મળ્યું કે કોઈ પરી કે જીન આવીને નહોતું આપી ગયેલ. ખૂબ મહેનત કરી, કંઈક નવું કરવાની તમન્ના રાખી, નવું નવું વિચાર્યું, દિવસ-રાત જાણે એક કરી દીધાં, પોતાનું સુખ જાણે ગીરવે મૂકી દીધું, ત્યારે તે આટલું સામ્રાજ્ય મેળવી શકયા. જેમ સમય બદલાતો ગયો તેમ કેરી પેકર પણ ચીજોને બદલાવતા ગયા. નવી નવી વસ્તુ બજારમાં મૂકતા ગયા.

(ક્રમશ:)


Rate this content
Log in