STORYMIRROR

Dharti Sharma

Others

3  

Dharti Sharma

Others

કુમળો છોડ

કુમળો છોડ

1 min
242

મોના જ્યારે દીકરી શીયાને લઈને સાસુ સવિતાબેનને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગઈ, ત્યારે વૃધ્ધાશ્રમથી અજાણ દીકરીએ કહ્યું કે

'મમ્મી દાદીની દોસ્તનું ઘર વ્યવસ્થિત તો છે ? ને દાદીને કોઈ તકલીફ તો નહીં પડેને હું જોઈ લઉં ? અને દાદી તમે પણ જલ્દી પાછા આવી જજો હો !"

આ સાંભળી સંચાલક શ્રી વિષ્ણુભાઈ કહેવા લાગ્યા કે દીકરી શીયા બહુ સમજુ અને સંસ્કારી છે, ત્યારે મોના તરત જ બોલી ઉઠી કે.. આ સંસ્કારના કુમળા છોડની વાવણી તો મેં કરી હતી તો મારી દીકરી સંસ્કારી તો હોય જ ને ! અને વિષ્ણુભાઈ સવિતાબેનનુ લાચાર મુખ અને મોના તરફ જોવા લાગ્યા.


Rate this content
Log in