Sapana Vijapura

Others

4  

Sapana Vijapura

Others

કરોના નો કહેર !

કરોના નો કહેર !

3 mins
178


કરોનાનો કહેર આખી દુનિયા પર ફરી વળ્યો છે. દસ મહિના થયા. આ અણદેખ્યો શત્રુ આપણને નિરાંતે જીવવા નથી દેતો. બધી બાબતોમાં પહેલો નંબર રહેતું અમેરિકા કરોના કેસીઝ માં પણ પહેલો નંબર લઇ આવ્યું છે. સૌથી વધારે કેસીઝ અને સૌથી વધારે મૃત્યુ અમેરિકામાં થયા છે. ગુગલ પ્રમાણે અને હાલના ડેટા પ્રમાણે ભારત બીજા નંબરે છે.

હાલમાં અમેરિકામાં ચૂંટણી થઇ હતી જોસેફ બાયડન ચૂંટાઈ આવ્યા છે. પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી તેથી જે જે રાજ્યમાં એ હારી ગયા છે તે તે રાજ્યમાં ફરી વોટ ગણતરી કરાવી રહ્યા છે. પણ હાલમાં કોઈ પોઝેટીવ પરિણામ આવ્યું નથી જોસેફ બાયડન પાસે 306 ઇલેક્ટ્રોલ વોટ છે અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ પાસે 235 વોટ છે. તેઓ હાર સ્વીકારવા તૈયાર નથી તેમજવાઈટ હાઉસમાંથી નીકળવા પણ તૈયાર નથી. 1801 અમેરિકાના બીજા પ્રેસિડેન્ટ જોન આદમે લગભગ બસો વર્ષ પહેલા આવું જ નાટક કરેલું. તે સમયે થોમસ જેફરસન ચૂંટણી જીતેલા હતા. એમની જીદ હોવા છતાં એમને ઓફિસ છોડવી પડી હતી. ત્યારે સોગંધવિધિ માટે 20 જાન્યુઆરીનો રિવાજ ના હતો. પણ જ્યારે થોમસ જેફરસને સોગંધવિધિ કરી ત્યારે જોન આદમેહાજરી આપી ના હતી પણ સોગંધવિધિ પછી તરત વાઈટ હાઉસના સ્ટાફ એ એમની વસ્તુ હટાવી દીધી હતી.તે દિવસથી હવે વાઈટ હાઉસના સ્ટાફ અને હોદ્દા ધરાવતી વ્યક્તિઓને જો હારવાની શક્યતા દેખાય તો વાઈટ હાઉસમાંથી વહેલા નીકળી જાય છે જેથી માનહાનિ નો ડર ના રહે. પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ જો હાર નહિ સ્વીકારે તો ઘણી માનહાનિ થશે અને વાઈટ હાઉસમાંથીઅપમાનિત થઈને નીકળવું પડશે. આગળ કહ્યું તેમ આવું બસો વર્ષ પછી ફરીથી બનશે.

સારા સમાચાર એ છે કે બે કંપનીએ કરોના ની વેક્સીન શોધી કાઢી છે. ફાઇઝર ( Pfizer/BioNtech vaccine) અને મોડેરના ( Moderna vaccine) આ વેક્સીન લગભગ 2020 પુરુ થાય એ પહેલા માર્કેટમાં આવી જશે. ફાઇઝર અને મોડેરનાકંપની હાલમાં એફ. ડી. એ. ના રજામંદીની રાહ જોઈ રહ્યા છે. પહેલા હેલ્થકેરના કાર્યકરોને રસી મૂકવામાં આવશે ત્યાર પછીસીનિયર સિટીજન ને મૂકવામાં આવશે. બાળકોને સૌથી છેલ્લે.પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ જોઈતી મદદ કરી રહ્યા નથી. પોતાની ચૂંટણી જીતવાની ચિંતામાં પડેલા છે. જ્યારથી જોસેફ બાયડન જીત્યા છે. એમણે એક પણ વાર ટીવી પર આવીને કરોના વિષે કોઈ માહિતી આપેલ નથી. જ્યારે લાખોની સંખ્યામાં મોત થઇ રહ્યા છે ત્યારે એમને ફક્ત પોતાના વિજયની પડી છે.

દેશનું વિભાજન કરવા એમને પ્રયત્ન કર્યા છે. જાતિવાદ અને રંગભેદ નીતિ જે વરસો પહેલા હતી એ અમલમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. હવે જ્યારે હારી ગયા છે તો સ્વીકારવાને બદલે સામનો કરી રહ્યા છે. અમેરિકામાં નવેમ્બર 20 , 2020 ના દિવસે 193,000 કરોના ના નવા કેસ થયા હતા. અને મૃત્યુની સંખ્યા 2,000 સુધી પહોંચી ગઈ છે.અહીં ફરીથી લોકડાઉંન તથા કર્ફ્યુ લાગી રહ્યા છે. 

નવા જીતેલા પ્રેસિડેન્ટને અમેરિકા દેશ ખૂબ કટોકટીના સમયમાં મળી રહ્યો છે. એમણે ઘણી ધીરજથી કામ લેવું પડશે. એ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ઉપર ભાર મૂકી રહ્યા છે. જેને પોતાના જીવની પડી હોય તે માસ્ક પહેરશે. કેલિફર્નીઆ માં આ વખતે ઝૂમ પર દિવાળી ઉજવાઈ હતી. લોકો મોટે ભાગે ઝૂમથી મળ્યા. અને હાથ મેળવવાનું અને ભેટવાનું , પગે લાગવાનું કામ. ઝૂમથી જ થયું. અંતર રાખી માસ્ક પહેરો એવી સલાહ સાથે!


Rate this content
Log in