STORYMIRROR

Shweta Patel

Others

3  

Shweta Patel

Others

કોલેજનો અડ્ડો - દોસ્તી

કોલેજનો અડ્ડો - દોસ્તી

16 mins
199

'તારા કેટલા માર્ક્સ છે ? મેરીટ થાય છે ? ઓહ હા, કઈ કૉલેજમાં એડમીશન લેવા નું છે ? તારી જોડે સ્ટેપ્લર છે ? અને હા કયા ડોકયુમેન્ટ જોડેલા છે માર્કશીટની સાથે ? બધાની ટ્રુ કોપી કરાવેલી છે ને ?'

આ તો મારા ને સરોજ વચ્ચે ના સવાંદો ! કયા મારા અને કયા એના એ મગજ યાદ ના રાખી શક્યું એ દુઃખ છે.પણ ક્યાં ખબર હતી કે આ જ વાક્યો જીવન ભર ના સંભારણાં બની જશે ! એ સમયે તો બસ થોડી ઓપચારિકતા હતી માત્ર, એક બીજા ના નામ સુધ્ધાં નહોતા જાણતા અમે, છતાં હતી એ અમારી પહેલી મુકાલાત !

બે ચાર દિવસો પછી કોલેજ ચાલુ થવાની હતી, એડમિશનની બધી કામગીરી પણ પા ગઈ હતી, સ્કુલ ના પગથિયાં ઉતરી ને હવે કોલેજની કેડી પાર ચાલવાના દિવસો નજીક હતા, મનમાં તાલાવેલી હતી, જીવન ઘડતર ના આ સોપાન મ્હાલવાની, આખું વેકેશન કેવાય સપના જોયા છે કોલેજ જવાના, મેં એકલી એ નહિ પણ બધા ફ્રેશર્સ જે અમારી બૅચમાં જોડાવાના હશે !

 આમ તો હજારો લોકો આવે છે જીવનમાં આવે છે અને જતા પણ રહે છે, કોઈ થોડી પલ ના સાથી તો કોઈ આખી જિંદગીના સંભારણા બની જાય છે, દરેક વ્યક્તિ કઈ ના કઈ છાપ છોડી જતા હોય છે, એમાંય અમુક છાપ તો એવી હોય છે જે જીવનમાં પડછાયાની માફક વળગેલી રહે છે. કઈ પણ સંબંધ વગર સંબંધ નિભાવવા લેખમાં જોડાઈ જાય એવું પણ બને છે.

કોલેજ નો પહેલો દિવસ ! સવાર ના પહોર મા ચોમાસાની મહેક, એમાંય થોડો ઉકળાટ અને ઠંડક પણ હતી પાછી...કે. પી. કોમર્સ નું લીમડાની છાયા નું પટાંગણ. ઘરે થી નીકળી ત્યારે દિલની ધડાકનો જરા તેજ હતી પરંતુ ત્યાં પહોંચ્હ્વા પછી લાગ્યું બહુ જલ્દી આવી ગઈ છુ. ફર્સ્ટ ડિવિઝન એટલે ખબર હતી કે માત્ર એક જ ક્લાસ જ હશે એફ વાય બી કોમનો.એટલે ફ્રેશર્સ મળવા મુશ્કેલ હતા, મળશે તો પણ સાથે રહેશે એ પાછું વિચારવું રહ્યું, એ પણ ખબર હતી કે એમાં સચીન થી તો કોઈ પણ ઓળખીતું નહિ મળવાનું, કેમ કે મારા બધા સ્કૂલમાં ફ્રેંડ્સ બપોરે જ એડમિશન લીધું છે. બસ, હું મન થી મક્કમ હતી કે ભલે કોઈ સાથે હોય કે ના હોય મારે તો સવારે જ આવાનું છે.

ખબર નહિ પણ તે સમયે અચાનક એક આકૃતિ મનમાં ઉપસી આવી, કોઉન્સેલિંગ ના દિવસે પેલી લાંબી લાઈનમાં પાછળ ઉભેલી છોકરી જેની જોડે મેં થોડી ગણી વાત કરી હતી, એ મરૂન કલર ના ટીશર્ટ વાળી, એ જ જેના ગાલ પાર મસ્ત ખંજન પડતા હતા એ ચશ્માં વાળી જેનું નામ સરોજ છે એ તો પછી થી ખબર પડી હતી ! મનમાં થયું કે એ મારા ક્લાસમાં હોય તો સારું, નજર પણ દોડાવી લીધી આસ પાસ પણ ના દેખાઈ, એ દિવસે એને મને સવાર નું કીધું હતી એટલે નજર એને જ શોધ્યાં કરતી હતી જાણે.

એને શોધતી નજરમાં મારી નજર વારેઘડીયે આગળની બેન્ચ પાર બેસેલી છોકરીઓ પર પડ્યા કરત, એમાં પણ એફ એમ ના લેકચરમાં લીલા કલર ના ડ્રેસ વાળી ચસમિશ નો દાડમ ભરેલો નાસ્તા નો ડબ્બો પડયો, બહુ અજીબ લાગેલું એ વખતે કે કોલેજમાં વળી કોણ ડબ્બો લઈ ને આવે ? એક બાજુ હસવાનું બંધ નતુ થતું અને ડબ્બો લઈ ને આવા વાળી વાત પણ હજમ નહોતી થતી !

સતત અઠવાડીયા સુધી દરેક લેક્ચરર આવતા અને બધા ના ઈન્ટ્રોડકશન લેતા, ભવિષ્યમાં શું બનવાનું છે શું નહી ? તો ગણા તો સ્ટેજ પર બોલાવી ને ધતિંગ પણ કરાવે, પછી તો બધા જાણે રેડી જ હોય કોઈ નવા આવે એમને ઘસાઈ ગયેલી કેસેટ વગાડવા ! ! કોઈ ને જાણતી નહોતી છતાં એક આત્મીયતા બંધાઈ ગઈ હોય એમ લાગતું હતું. ચોથા દિવસે પેલી ડિમ્પલ ગર્લ આવી ગઈ જેને હું શોધતી હતી, હાશ ! ! મનમાં થોડી શાંતિ થઈ હવે એને જોઈ ને.વિદેશમાં કોઈ સંબંધી ના મળ્યો હોય એટલી ખુશી થઈ ગઈ...હું ફટાફટ એની જોડે ગઈ અને તરત જ પૂછી લીધું, "કેમ ના આવી એટલા દિવસ થી ?" પછી તો જાણે બસ મારી એન્ડ એની જુગલ જોડી, મજા આવી જતી રોજ.એક બીજા માટે નવા હતા પણ વાત વાતમાં જુના થઈ ગયા હોય એટલા ઓળખી ગયા થોડા દિવસમાં તો...

કોલેજમાં નવા દિવસો એટલે જીજ્ઞાશા પણ વધારે હોય મનમાં, રોજ બધા લેકચર ભરતા, ભણી લેતા થોડું પણ વાતો ન મસ્તીમાં ધ્યાન વધારે રહેતું હવે સ્કૂલ કરતા તો.લેકચરર ના ડ્રેસિંગ સેન્સ પાર પણ કઈ ના કઈ કોમેન્ટ કાર્ય કરીએ હું અને સરોજ અંદરોઅંદર તો કદી સ્કૂલ ના દિવસો બ વાગોળી લેતા અમે આમ થોડા દિવસો વીત્યા અને ક્લાસ હવે પોતપોતાના ગ્રુપમાં વહેંચવામાંડેલો...અમે પણ નક્કી કર્યું કે કોઈ સારા ગ્રુપમાં જોઈન થઈ જઈએ, પણ અમને બન્ને ને છોકરાઓ થી એલર્જી એટલે એ ગ્રુપ તો કૅન્સલ જ થઈ જતુ. અમને એવા ફ્રેંડ્સની જરૂર હતી જે બહુ ઈગોઈસ્ટિક ના હોય અને અમારા બંને વચ્ચે સેટ થઈ જાય, નક્કી કરી લીધુ ગ્રુપ બાનવીશું તો અમને ફાવે એવું જ નહિ તો બન્ને એકલા જ રહીશુ.

આમ તો અમે બે એકલા મસ્ત હતા પણ ખબર નહિ હમણાં થી મારી નજરે આગળની બેન્ચની છોકરીઓ પાર નજર ટેકેવી હતી,એમનામાં થોડો રસ પાડવામાંડેલો, ધીરે ધીરે ખબર પડી કે એમાંની એક સી.એ. કરે છે, એક કમ્પ્યુટર ક્લાસ ચલાવે છે, તો વધારે રસ લેવા ગૂંથ્યા અમે,પણ એ ચાર ચોકડી એમની ધૂનમાં જ રહેતી , અજાણ હોવા થી અમે પણ બહુ ઊંડા નહોતા ઉતારતા,પણ એમના વર્તન થી લાગ્યું કે એમની જોડે ફ્રેંડશપ કરવા જેવું છે, પછી અમે વાતો ચાલુ કરી, પ્રયાસો કાર્ય અને સફળતા મળી ગઈ. એમાંય પછી ઈશ્વર નો હાથ ગણો કે કિસ્મત નો સાથ, ફ્રેશર્સ પાર્ટી નું આયોજન થયુ, બધાને કાર્ડ્સ પણ વહેંચાઈ ગયા, રોયલ રિસોર્ટ નું સ્ટેડ નક્કી થયું એટલે એકલી છોકરીઓ જવાનું મુશ્કેલ હતું પણ અયાયસે આગળ થી ઓફર આવી જોડે જવાનું, ભાવતું હતું ને વૈદ્યે કીધું.ના થોડી પડાય કઈ એમાં ? બીજા દિવસે આઠ વાગ્યે કે પી ના કોર્નર ત્રિકોણ પર મળવાનું નક્કી થયુ.

 સ્નેહલ ! એટલે નટખટ ચુલબુલી છોકરી....ફ્રેમલેસ ચશ્માં, ટૂંકા વાળ, સ્માઈલ એવી કે ગજવી નાખે બધું. અને ના બોલે તો સન્નાટો છવાઈ જાય બધે એવી એની ઈમેજ. સ્કુટી લઈ ને આવે તો જાણે ધૂમ બીકે ના હોય એવો અંદાજ એનો. સી એ કરતી એ જ. મોસ્ટલી એ જીન્સ ટીશર્ટ જ પહેરતી પણ એ ઓરેન્જ કલર નો ડ્રેસ પહેતી તો બહુ જ ઈનોસેન્ટ લાગતી, પણ એ ઈનોસેન્ટ અંદાજની પાછળ નાટકબાજ ટોમબોય છુપાયો છે એ તો અમને પછી થી જ ખબર પડી ! એ હસતી જ સારી લાગે,હંમેશા એની મુસ્કાન કરતા એની આંખો સરસ હસતી એ જ એની ખૂબી હતી. શાંત બેઠી હોય તો દેવદાસની જેમ દુઃખ આવી ગયું હોય એવું મોઢું કરી ને જ બેસે એને જોઈ ને મને પણ દુઃખ થતું.અને જો એને ગુસ્સો આવે તો આવી બન્યું, આજુ બાજુ હોય એ બધા નું. ખખડાવી નાખે.એનું ધારેલું કરવા દોડાવી નાખે બધા ને હા પછી. એ ઉધના થી આવતી એટલે મારો અને એનો રસ્તો એક જ. એ વખતે હું ઓટોમાં આવતી સ્ટાર્ટિંગમાં તો એનો સંગાથ મળી જતો, ઉધના સુધી એ મને ડ્રોપ કરે પછી હું સચિન જાવ.રસ્તામાં અમારી વાતો ના ઘટે...એને હું અલમોસ્ટ એના બાંધણીના દુપટ્ટાથી જ વધારે ઓળખતી, એ વખતે મને એનો ફેસ બહુ નહોતો યાદ રહેતો પણ હવે ભૂલી પણ નહિ શકતો. એ સમજી લે અમારા બધાની વાતો ને જલ્દી એવી સરળ એની રીત.

 અમારા ગ્રુપ નું એક અચલ કેરેક્ટર એટલે ખ્યાતિ શુક્લ. સદા માટે હસતો ચહેરો, ગોળ લડ્ડુ જેવું મોઢું અને બોલકણી આંખો. લાંબા અને સુંદર વાળ એ એની પહેચાન. બોલવાની છટા એટલે ખરેખર એ બ્રાહ્મણ કુળની દીકરી હોય એ કળી શકાય.ખુબ જલ્દી થી બધા ના દિલ જીતી લેવા એ એ એની અદા. કદાચ અમે પણ એ કારણ થી જ એની તરફ દોસ્તી નો હાથ લંબાવ્યો હશે. ચપળતા, ચંચળતા, અને સાદગી એ જ એની વ્યાખ્યા. અમારા ગ્રુપની સાચી પંડિત છે એ તો. લેક્ચરમાં જયારે એ કોઈ જવાબ આપવા ઉભી થાય ત્યારે બધાની નજર એના પાર થી હટે નહિ એવી એની પર્સાનાલિટી. સાચું કહું તો કોલેજમાં ઘણાં છોકરાઓ એને પસંદ કરતા પણ કોઈ કહેવાની હિંમ્મત ના કરી શકતું. અમારા બધામાં આ વાત કોમન હતી કે અમને આ બધું પસંદ નહોતું એટલે આવા કોઈ સમયે અમે એકબીજા ના બૉડીગાર્ડ બની ને હાજર જ રહેતા ! પછી તો પાંચ બૉડીગાર્ડ હોય પછી અમારી ખ્યાતિ ને પ્રૉટેકશન તો આપવું જ પડે ને ! ખ્યાતિ અને સ્નેહલ એ બન્ને નું ટ્યૂનિંગ પહેલા થી વધારે.

 આ તો વાત થઈ ખ્યાતિ શુક્લ ની, અમારા ગ્રુપની બીજી ખ્યાતિ એટલે પીઠાવાળી. નામ તો ખ્યાતિ પીઠાવાલા, પણ અમે એને પીઠાવાળી ના નામ થી જ બોલાવીએ.થોડી બોલકણી, બધા સાથે સરળ રીતે ભળી જાય, ચસમીસ, થોડી મિજાજી, ફેટી પણ એકદમ નિખાલસ સ્વભાવ ની. મનમાં હોય એ બધું સામે કહી દેવાની એની ટેવ બધા નું દિલ જીતી લેતી. થોડી સીરીઅલ ટાઈપ્સ એની હરકતો મજા કરાવી દેતી. એ પહેલા તો ખાલી ડ્રેસ જ પહેતી પણ અમારા બધા ના કહેવાથી એ જીન્સ ટોપ્સ પહેરી આવતી, સારી લગતી એમાં એ વધારે. એના મનની મહેક અમને બધા ને ગમતી. મનમાં જે હોય એ બધું નિર્દોષપણે જાહેર કરી દેવાની એની આદત એ મને ગમે. શું સારું લાગશે શું ખરાબ એની પરવા કાર્ય વગર બિન્દાસ્ત ગ્રુપમાં રજૂ કરી દેવાની એની વૃત્તિ એ જ એની ખરી પહેચાન. ઘરે કઈ બબાલ થઈ હોય કે ખુશી ના સમાચાર એ અમને બધા ને શેર કાર્ય વગર ના રહી શકે. એની એક ખોટી ટેવ પણ હતી જરા કે એ નાની વાતમાં અકળાઈ જતી એટલે અમારે ટકોર કરવી પડતી કોઈ કોઈ વારે પણ એને એ વાત નું ખોટું આ લાગે કોઈ દિવસ.

અરે આ બધામાં અમારી નેન્સી ને કઈ રીતે ભૂલી શકાય ? એ તો અમારી કલાકાર ! એકદમ અલગારી અને ધૂની માણસ.વાત ને લંબાવી લંબાવી ને લહેકા થી રજુ કરવી એ એની મુખ્ય ખૂબી. શાંત અને કોમળ મોઢું, અને એની પાછળ એની મસ્તીખોર મિજાજ કૈક અનેરો જ છે. કોઈ દિવસ એકદમ નિર્મલ પાણી જેવી શાંત તો કોઈ દિવસ દરિયા ના મોજાની જેમ લહેરાતી એની અદા. એના એની રૂપો જોવા અમારે રેડી જ રહેવું પડે. એની પુરે સુરતી લઢણ ના લહેકા અમને સુરતી રંગમાં રરંડી નાખતા. અમારી રટતા માસ્ટર, જોડે લેટલતિફ કોઈ દિવસ વખત થી પહેલા આવે તો અમને પણ અજુક્તુ લાગે.

આ તો હતી અમારા ગ્રુપની આછી ઝલક, એક એક નંગની ઓળખાવા માટે તો એમની સાથે વિતાવેલા એક એક પાલ ઓછા પડે ! જોવા જઈએ તો અમારી વચ્ચે અતૂટ સેતુ નો સંબંધ ક્યાં બંધાઈ ગયો એ ખબર જ ના પડી, પણ એની શરૂઆત ગણી એ તો ફ્રેશર્સ પાર્ટી ગણી શકાય.

 આગલા દિવસે નક્કી થયેલ મુજબ અમે બધા કે પી ના ત્રિકોણ આગળ મળ્યા. એ વખતે અમારા છની વચ્ચે ત્રણ વ્હેકલ હતા, એક પાર બે એમ અમે ગોઠવાઈ ગયા. ખ્યાતિ અને પીઠાવાળી, નેન્સી અને સરોજ, અને હું અને સ્નેહલ. અનાયાસે અમારી આ જોડી ના કપડાં ના કલર પણ મેચિંગ હતા એ દિવસે તો જો કે એ તો અમને પાર્ટી પત્યા પછી ધ્યાનમાં આવ્યું. પિન્ક, ગ્રીન અને વ્હાઈટ ના કોમ્બીનેશન થી જાણે અમે ઊડતા પતંગિયા જેવા બની ગયા. એ દિવસે કોલેજની પહેલી પાર્ટી અને નવીનવી ફ્રેંડશીપ એટલે બહુ ઉત્સાહ બધા નામાં. જોડે જોડે ગૌરવપાથ પાર ડ્રાઈવ કરવાની માજા જ કૈક અલગ હતી,સાચા અર્થમાં કોલેજ લાઈફ માણી એવું લાગ્યું. ત્યાં અમને ગણા મળ્યા ક્લાસ ના પણ બહુ મજા ના આવી, અમે તો અમારી મસ્તીમાં જ મશગુલ , ક્લાસ ના ગણા છોકરાઓ પણ આવ્યા અમારી જોડે ઈન્વોલવ થવા પણ કોઈ ચાન્સ જ ના આપ્યો ને, એ દિવસ થી બસ નક્કી થઈ ગયું અમારું અને છોકરો વચ્ચે છતીસ નો આંકડો. જાણે એ બધા અમારા દુશ્મન જ ના હોય એમ જ ટ્રીટ કરવાનું બધા ને અને મજા લેવાની. અમારી આ પોલિસી જ ના બની ગઈ હોય એવું લાગ્યું. દોસ્તી નું નામ પડતા જ અમને આ દિવસ યાદ આવ્યા વગર ના રહે, અને છોકરાઓ વચ્ચે કરેલા દરેક વ્યહવારની વ્યૂહરચના પણ અહીં જ તો ઘડાઈ હતી ને પાછી !

 પછી તો અમારી અચળ દોસ્તી નો સુવર્ણકાળ નો શુભરંભ ચાલુ થઈ ગયો.એમ ટી બીની કચોરી હોય કે વાડિયાનો લોચો, ગણગૌરની પાણીપુરી હોય કે કૈલાશ ના સમોસા, મઢીની ખમણી હોય કે શ્રીજી નો કોકોની લિજ્જત અમારો સાથ ના છૂટે કોઈ દિવસ. એ તો ખાલી બહારના નાસ્તાની ભરમાળ હતી, સાચી માજા તો રોજ ટિફિનમાં ડબ્બા પાર્ટીમાં જ આવતી. એમાં પણ સ્નેહલ કોઈ ચીટીંગ કરે તો માજા આવી જાય ! નાની અમથી ચોકલેટ પણ શેરિંગ કરી ને ખાવાની મજા એ કદાચ મોંઘીદાટ સિલ્કની મીઠાશમાં પણ ઝાંખી પડે.એ બધા વચ્ચે અમારી રોજ ક્યાંક ને ક્યાંક લટાર મારવા જવાની આદત નથી ભુલાતી.

ક્લાસમાં હોઈએ એ પાર્કિંગમાં અમારી છની ટોળી જોડે જ હોય, સવારે હું જલદી આવી જાવ ને પાર્કિંગમાં બધા નો વેઈટ કરું, મારા પછી ખ્યાતિ ને પીઠાવાળી આવે, ને પછી સ્નેહલ અને સરોજ, લાસ્ટમાં લેટલતિફ નેન્સી, એ પણ મોસ્ટલી દોડતા જ આવતી હોય, આવી ને પછી એ કેમ મોડી થઈ એની કહાની થી અમારો દિવસ ચાલુ થાય, ક્લાસમાં કોઈ સિરિયસ ટોપિક ચાલતો હોય તો ધ્યાન આપી દેવાનું પણ જો મસ્તી ના મૂળમાં આવી ગયા તો પત્યું, વાતો કરવામાં એવા મશગુલ થઈ જતા કે સુ ચાલે છે અજુબાજુ એની ખબર પણ ના હોય, એવું તો રોજ હોય, પછી તે થોડા સમય પછી અમે નવા નવા નાટક કરતા થઈ ગયા હતા, હું ક્લાસમાં બેઠા બેઠા કવિતા લખતી હોવ તો સ્નેહલ અને ખ્યાતિ કોઈ ને મસ્કરી કરી ને અપને હસાવતી હોય, નેન્સી એના આર્ટ નું કઈ ચિતરામણ તો પીઠવાળી અને સરોજ એમની વાતોમાં મશગુલ હોય, આ બધાની વચ્ચે અમારી ઈમેજ તો પછી ક્લાસ વચ્ચે હોશિયાર અને ઈનોસન્ટ છોકરીઓની જ. આખા ક્લાસ ને કચ..કચ..કચ...ના અવાજ થી ગજવઈ મૂકી ને અમે ચૂપ થઈ જઈએ અને માજા લઈએ. એવું નાટક ચાલુ કરી ને ચૂપ ડાહ્યા બની ને બેસી જવાનું અને આખો ક્લાસ અમારા રવાડે ચડે અને પ્રોફેસર્સની સારા એવા ઠપકા સાંભળે.એની મજા જ કંઈક અલગ હતી. આ કચ કચ ના રવાડે તો ક્લાસ ને એવું ચડાવેલું કે બધા જ લેકચરમાં મસ્તી જ સુજે બધા ને.

 એમ તો બધા પ્રોફેસર્સ જોડે અમારે સારું બનતું, કંઈક કામ હોય તો કોઈ દિવસ સી આર કે એલ આર ને ના મળીએ, એટલે ક્લાસમાં બધા અમારા પાર ગીન્નાતા અંદરખાને. અમે થોડા વહેલા આવી ને કલાસની લોબીની બહાર ઉભા રહેતા, ક્લાસ જ્યાં સુધી આખો ફુલ ના થઈ જાય અને પ્રોફેસર્સ ના આવી જાય ત્યાં સુધી અમારે બહાર જ ટીંગાવાનું,આદત જ પડી ગઈ હતી અમારી, ભલે ને ગમે તેટલો વરસાદ હોય તો પણ અમારો આ જ નિત્યક્રમ. અને ક્લાસની બેન્ચમાં પણ અમારા ઠેકાણા ફિક્સ, કોઈની મજાલ નહિ કે અમારી બીજી અને ત્રીજી બેન્ચ પાર બેસે, બેસી પણ જાય કોઈ ભૂલ થી તો ઊઠાડી દેવાનું, ધીરે ધીરે તો બધા ને ખબર પડી જ ગઈ આ જગ્યા તો રિઝર્વ જ છે ! જો કે આ બધાની પાછળ અમારો કોઈ ને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો ના હોય કદી, બસ અમારી નિર્દોષ મસ્તી જ હોય.

 કોલેજની વાતો હોય અને પ્રોફેસર્સ કેમ કરી ભુલાય ? બધા તો યાદ ના રહે પણ અમુક અમુક યાદ છે જે હું કંડારી શકી છું મારી આ યાદોમાં. અજિત નાયક સર. ..જેમને અમને બધા ને ઈનોસન્ટ ગર્લ્સ નું બિરુદ આપેલું, " તમે વાતો કરો તો સારું લાગે આ દૂર નું આકાશ મને મારુ લાગે" આ પંક્તિ થી એમનો ક્લાસ ચાલુ થતો. ગુજરાતી ગઝલ પાછળની પ્રીતિ વધારનાર આ સર એકદમ હસમુખ સ્વાભાવ ના.દરેક વાત ને એકદમ હળવાશમાં લેવાની એમની આદત ના કારણે જ એ વિદ્યાર્થીઓમાં માનીતા હતા.

એમ આર ડી સર, જે અમારા બહુ માનીતા. અમારે કઈ પણ કામ હોય ક્યાંક અટકીએ સીધું જતું રહેવાનું એમની જોડે. ત્રણ વર્ષમાં અમે મોસ્ટલી એમના બધા જ ક્લાસ ભર્યા હશે, અને કદાચ ના ભરવા હોય તો પણ એમને કહી ને બિન્દાસ્ત નીકળી જાવૈ હિમ્મત હતી એમની આગળ. જો કોઈ છોકરો હેરાન કરતો હોય તો એમને ખાલી રોલ નો કહી દેવાનો આવી બનતું પછી તો એનું આડકતરી રીતે, અમારું નામ સુદ્ધા ના આવે એમાં એટલા વિશ્વાસુ અમારા. હાલની તારીખે પણ અમે કોલેજ સાઈડ ગયા હોઈએ અને એમને મળ્યા વગર આવીએ એવું નથી બનતું. હજી પણ એ અમારા કોન્ટેક્ટમાં છે. એક મિત્ર અને વેલવિશરની રીતે એ અમારી સાથે કોઈ પણ બાબતમાં સાથે જ હોય. ગણી વાર એ એમની છોકરી ને અમારી જોડે સરખાવતાં તો ગણું સારું લાગતું.અમે ફ્રી હોઈએ ત્યારે ગણી વાર એમની જોડે જ ઉભા હોઈએ.

વસાવે સર, એ તો જાણે કે પી ના હિટલર ! એમનો એક પણ ક્લાસ મિસ થાય તો સીધી અસર એસાન્મનેટ પાર પડે, એમની ફાઈનલ એક્સામમાં પાસ થઈ બતાવની ધમકી હજી પણ યાદ છે, બધા દરે એમના થી, એક વાર મારી પણ મગજમારી થઈ ગઈ હતી પણ ખબર નહિ સારી ઈમેજ ના કારણે કે કેમ અમને મારુ એસાન્મનેટ લઈ લીધું હતું, એ દિવસે બહુ હેપી હતી હું.એ સિવાય એફ એમ ના હેતલ મેડમ, ઈંગલિશ ના સ્વાતિ મેડમ, નસીફા મેડમ,આઈશા મેડમ, સુખડવાળા સર, વસાવડા સર, જરીવાલા મેડમ એ અમારા પ્રિન્સીપલ એ બધા અમારા કોલેજ ના યાદગાર કેરેક્ટર. એ ભલે અમને કદાચ યાદ ના રાખી શકે પણ અમને તો યાદ રહેશે જ !

હવે આવી અમારી માજાની લાઈફની વાતમાં ડેઝ નો ઉમળકો. ડિસેમ્બર આવે એટલે ડેઝની ઉજાણી ના દિવસો. આખું લિસ્ટ અમારા હાથમાં આવે એટલે નક્કી થઈ જાય કાયા ડેય્ઝમાં કોન્ટ્રીબ્યુટ કરવાનું અને કયામાં નહિ.એમાંય અમારા માટે ગ્રુપ ડે એન્ડ ચોકલેટ ડે બહુ ખાસ હોય. એફ વાયમાં તો બહુ ખબર ના હોય એટલે માજા ઓછી આવી હતી પણ બીજા વર્ષોમાં તો બહુ એન્જોય કર્યું સાચે. બલૂન ડે ના દિવસે ક્લાસમાં બલૂન્સ લગાવી દેવાના અને પછી ફોડવાની માજા પડી જતી, ટવિન્સ ડેમાં પણ પૈર બની ને મેચિંગ કરવાનું , એમાં પણ મારા અને સ્નેહલ પાસે વહીતે ટવીંટી વાળી ટીશર્ટ મસ્ત મેચિંગ થતું. કલર ડે, ઓડ ડે, ફ્રેંડશીપ ડે ,સારી એન્ડ સૂટ ડે. ...બહુ જલસા પડી જતા, એમાંય પાછું એ બધા દિવસોમાં અમારી ફોટોગ્રાફી તો બાકી જ ના હોય, એટલે બધા પીક્સ કલીક કરતા કે કૅમેરાની મેમરી પણ ઓછી પડી જતી. પાછું એવું નહિ કે એ દિવસે કોલેજમાં જવાનું જ, બીજે ક્યાંક પણ જઈ ને પણ સેલિબ્રેટ કરવાનું એ પાક્કું. હજી પણ એ ફોટા જોવ તો એમ અહેસાસ થાય કે જિંદગી તો એ જ હતી જે અમે સાચા અર્થમાં જીવી હતી.

એકબીજાની બર્થડે સેલિબ્રેશન એ અમારા માટે બહુ ખાસ હોય, એ દિવસે મોસ્ટલી બંક જ હોય અમારો,અમારે જરૂરી નહોતુ કે બર્થડેમાં બહુ મોટું સેલિબ્રેશન જ હોય, બસ એવી જ વસ્તુ કરતા જેનાથી બધા ને ખુશી મળે, એના માટે ના અમને કોઈ ગિફ્ટની જરૂર હતી ના કોઈ કેક કટીંગની રસમ ની, બસ,અમે તો નાની ચોકલેટ થી પણ ખુશ જ હતા ! એસ વાય બી કોમમાં અમે દરેક ને એની બર્થડે પાર અમારી યાદગીરી માટે ફોટો મગ આપ્યા છે જે હજી બધા એ સાચવી ને રાખ્યા હશે. મોટું સેલિબ્રેશન તો અમારું ખ્યાતિની બર્થડે નું હતું,જયારે અમે એના ઘરે સરપ્રાઈઝ પાર્ટી આપી હતી, અને એ દિવસે એની આંખમાં જે ખુશી ના આંશુ હતા એ ભૂલી ના શકાય, એના માટે અમારી પ્લાનિંગ એટલી હાર્ટફૂલ હતી કે યાદગાર બની ગઈ, નેન્સી એ જાતે બનવેલી કેક, ખ્યાતિ ના મમ્મી અને ભાઈ ને અમારા આ પ્લાનમાં ભાગીદાર બનાવી ને એના ઘરે જમવાનો પ્લાન, અને રૂમ ડેકોરેશન, વરસાદ ના એ દિવસોમાં અમારું આવી રીતે મળવાનું બહુ જ આત્મીય હતું.અમે બધાની બર્થડે આવી રીતે સેલિબ્રેટ તો ના કરી શક્યા એ અફસોસ કરતા ખ્યાતિની એ દિવસની મહેફિલમાં બધાની બર્થડે જોડે ઉજવવાના આનંદ નો અહેસાસ છે.

આતો રહી બધી મસ્તીની વાતો, પણ સ્ટડી ના ટાઈમ પર અમારું ધ્યાન પણ રહેતું, અમારા બધા નો ફર્સ્ટ ક્લાસ જ હોય બધી એક્ષામમાં. અમારામાં સુધી વધારે માર્ક્સ ખ્યાતિ ના આવતા, પછી સ્નેહલ, પીઠવાળી, હું સરોજ અને નેન્સી અમારા બધા વચ્ચે એકાદ માર્ક્સ ના ફર્ક હોય મોસ્ટલી, એકબીજા ને જો કઈ ના આવડતું હોય તો સાથે બેસી ને સમજી લઈએ, બધું ક્લીઅર થાય ત્યાં સુધી ના જંપીએ. જો અમારા થી પણ ના શોર્ટ આઉટ થાય તો સીધા પ્રોફેસર્સ ને પકડી ને સમજી લેવાનું.ભલે ગમે તેટલી રખડપટ્ટી કેમ ના કરી હોય પણ અંતે પરિણામ તો મહેનત કરી ને સારું જ લાવવાનો અમારો પ્રયાસ રહે. એના માટે રાતે મોડા સુધી ફોન પાર પણ અમે એકબીજા ને હેલ્પ કરી લેતા.કોઈની જોડે આઈ એમ પી આવે તો તરત જ એકબીજા ને શેર થઈ જાય, અમારા વચ્ચે નિખાલસતા જ અમને આવા શ્રેષ્ઠ પરિણામ અપવાતું. એમાં પણ એક્સમ વખતે તો બધા અમને રખડતા જ નજર આવીએ, બધા બુક ગોખતા હોય અને હું ખ્યાતિ અને સ્નેહલ તો ગપ્પા જ મારતા હોઈએ, પીઠાવાળી, સરોજ અને નેન્સી એ ત્રણ ડૂબી ગયા હોય પાછા બૂક્સમાં. એટલે અમે એમને રટ્ટા માસ્ટર અને સાઈલેન્સર કરી ને મશ્કરી કરતા રહેતા. પણ એમને ના આવડે તો અમારી ખ્યાતિ એમની ટીચર બની જતી હા પછી.

આવી તો ઘણી બધી વાતો છે અમારી, આમ તો અમે એકબીજાથી એકદમ અજાણ, અલગ અલગ રહેણી કરણીમાંથી આવતા, સુરત ના અલગ અલગ ખૂણામાંથી ભેગા થતા. સરોજ વરાછા, સ્નેહલ ઉધના, હું સચિન, નેન્સી ગોપીપરા તો ખ્યાતિ અને પીઠાવાળી પાર્લેપોઈન્ટથી આવતા, અમારી કાષ્ટ પણ અમારી જુદી જુદી, છતાં અમે એવા બંધનથી બંધાયા હતા કે પી ના કેમ્પસમાં કે કોઈ દિવસ અમને એવો અહેસાસ જ નહોતો થતો કે અમે અલગ બેકગ્રાઉન્ડથી આવીએ છીએ.અમે હંમેશા એકબીજા જોડે નવું નવું જાણ્યું છે અને સારું લાગે એ અપનાવ્યું પણ છે. અમે બી.કોમની ડિગ્રી તો જોડે લીધી જ છે પણ સાથે સાથે આ ત્રણ વર્ષની યાદો નું ભાથું બાંધી લીધું છે. અમારી જોડે આજે એમ ટી બીની સડકો પર ચાલેલા અમારા પગરવ નો દવની છે, જોડે અંતાક્ષરીની મહેફિલ ના સૂરો છે, નાની મોટી નોકજોકની સ્મૃતિ છે, પીઠાવાળી એ આઈ. એમ.પી માટે કરેલા કોલમાં ખીચડી બનાવની રેસિપીની ગોસિપ છે, સરોજના ખંજન ને એની મુશ્કાનમાં વધારે ઊંડા કરવાની અમારી કોશિશ છે, નેન્સીનું ટ્રેસર ટ્રન્ક અને એની અલ્લડતા છે, સ્નેહલના નખરા અને એની માસુમિયત છે, ખ્યાતિની શીતળતા અને એની દિલ જીતવાની કુશળતા છે.એ બધી યાદો હંમેશા અમારા સ્મરણો સિંચવા પ્રેરે છે, અમારી જોડે જીવાયેલી જિંદગીની યાદો હવે અમારી બીજી પેઢી સાક્ષી બનવા સમર્થ છે.


Rate this content
Log in