Neeta Chavda

Others

4.0  

Neeta Chavda

Others

કોલેજની યાદો

કોલેજની યાદો

3 mins
63


      મારે રેગ્યુલર યરલી કોલેજ હતી. મારે એ સમયે અપડાઉન ચાલતું. મારુ નાનકડું ગામ મણારથી ભાવનગર શહેરમાં ( શામળદાસ આર્ટસ કોલેજ ) જયાં કોલેજ કરતી ત્યાં રોજનું 49 કિલોમીટરનું અપડાઉન. કોલેજનો ટાઈમ સારનાં 9 : 00 નો એટલે ઘરેથી વહેલી સવારના 6 : 45 એ નીકળી જવાનું.

        મને આજે પણ એ દિવસ યાદ છે જયાંથી આ ભાવના, કૈલાસ, ખુશ્બુ, દિવ્યા, હેતલ જોડે મારી ફ્રેન્ડશીપ થઈેલી. નવી નવી કોલેજ શરુ થઈાને અઠવાડિયું વિત્યું હતું. એ દિવસે હું, ભાવના અને દિવ્યા એક જ બેંચ પર બેઠા હતાં. અમારા મેઇન સબ્જેકટનો લેક્સર લેવા યંગ લેડી આવી હતી. તે લેડી બહુ જ મસ્ત લાગતી હતી.

  શરુઆતમાં તેણીએ પોતાનો પરિચય ક્લાસને આપ્યો. ત્યાર બાદ તેણીએ લેવાનું શરુ કર્યું. અને તે સંસ્કૃતમાં બકબક કર્યે જતી હતી. લગભગ 9 થી 10 મિનિટમાં જ મને ખાલી પેટે ઘેન ચડવા લાગ્યું.

અંતે કંટાળીને મે સહેજ માથુ આગળ ઝુકાવ્યું અને કોંણી બેંચના ટેકે રાખીને હથેળીને દાઢીના ટેકે હોઠ આડી ટેકવીને મેં ભાવના જોડે વાત શરુ કરી.લેકચર પૂરો થઈ ગયો હતો. અને ત્રણે દોસ્તોની દોસ્તી શરુ થઈ હતી.

અહીંથી અમારો ફ્રેન્ડશીપ ડે શરુ થઈો હતો.(એ સમયે ક્વીઝ કોમ્પિશિન , યુથફેસ્ટી,અને સ્પોટ્ઁસ જેવી એક્ટીવિટીના લીધે સમય પણ પસાર થઈ ગયો.)

આ બધા વચ્ચે મારે અપડાઉન તો ચાલુ જ હતું. એ સમય પારિવારિક સંઘર્ષ હતો.એક તરફ ઉપરવાળો મારી લાઈફમાં દોસ્તીના રંગીન રંગો ભરી રહ્યો હતો. પપ્પા પાસે થી પૈસા લઈને કોલેજ ફી ભરતી હતી. એ સમય જ એવો હતો કે જો હું શહેરમાં રુમ રાખીને રહું તો છ - સાત હજારનો મહિનો પડે. જે પોસાય એમ ન્હોતું એટલે મેં મારું આખું ગ્રેજ્યુએશન રોજનાં 49 કિલોમિટર લાંબા અપડાઉન કાઢ્યું હતું.

 અપડાઉન માટેનો પાસ નીકળી ગયો હોય એટલે પપ્પા પાસેથી હું અઠવાડિયાના 100 રૂપિયા માંગતી. રોજના 20 રૂપિયા વપરાય એવું રફ આયોજન. ભાવનગરમાં સંસ્કાર મંડલ ઉતરી ત્યાંથી ચાલતા જવાનું કોલેજ. રોજના 10 રૂપિયા દાબેલી,ગોપાલ વેફર લેવા માટે 10 રૂપિયા સોડા પીવાના. અને વધારે જરુર પડે તો એક્સ્ટ્રા રાખેલા હોય છે તે અને ન હોય તો બધી ફ્રેન્ડ આપી દે.

ખરી ફ્રેન્ડ એ જ હોય જેની પાસે તમે તકલીફમાં હોવ તો મદદ માંગવી ન પડે પણ એ આપોઆપ જ તમારો ખભો બનીને જોડે ઊભી રહે.

 કોલેજનુ એ પહેલું વર્ષ હતું એટલે બીજા લોકો સાથે હજુ દોસ્તી ધીમે - ધીમે મજબૂત થતી. મારે રોજના 20 રૂપિયામાં દિવસ કાઢવાનો થતો એટલે ક્લાસમાં બીજી ફ્રેન્ડ જોડે કેન્ટીનમાં જઇને નાસ્તો કરવામાં મને સંકોચ થતો. હા પણ એ સમયે મારી બે હરામી ફ્રેન્ડ ભાવના અને દિવ્યા. નાસ્તો લઈને આવી જાય. કોલેજની બહાર રોડ પર જ એક લારી એ દાબેલી મળે. તે પ્રખ્યાત છે. અને અમે ત્રણે ફ્રેન્ડ ત્યાં દાબેલી ખાવા જઈએ. આ.હા..આ.હા...તેનો સ્વાદ કઈક અલગ છે ફ્રેન્ડ જોડે ખાવાની મજા જ આવી જાય. લાઈફમાં ગ્રેજ્યુએશન પૂરું થાય એ પહેલાં અમે દોસ્તીની યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થઈ ગયેલી !

જ્યારે એક્ઝામ આવતી ત્યારે સમયે પહોચવું પડતું. કયારેક બસ મોડી હોય અથવા ચૂકાઈ ગઈ હોય ત્યારે પૈસા ખર્ચીને પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં પહોંચવું પડતું.

     કયારેક તો બેય ભેગી થઈને બહુ મારે.... આ છે મારી ફ્રેન્ડ......જેમણે દોસ્તીમાં ક્યારે અભિમાન કે ઈર્ષ્યા કરી જ નથી.

અમે જેવા છીએ તેવા આજે પણ એકબીજાના છીએ અને આ છે મારી બે ઈડિયટ ફ્રેન્ડ. 

"અપની જવાનીમેં ઔર રખા હી કયા હૈ,

કુછ તસ્વીરે દોસ્તોકી ઔર બાકી બાતેં ઉનકે પાગલ પન કી".


Rate this content
Log in