કહી દો વરસાદ ને
કહી દો વરસાદ ને
કહી દો વરસાદને કે અમે ભીંજાવાનું છોડી દીધું છે,
કહી દો પારેવડાંને કે અમે કલરવ છોડી દીધો છે.
કહી દો સૂરજને કે અમે તપવાનું છોડી દીધું છે,
કહી દો ચાંદલિયા ને, અમે ચાંદની માણવાનું છોડી દીધું છે.
કંઈ કેટલાય ઘા આપ્યા છે પોતાના ઓ એ જ,
એટલે જ કોઈને પોતાના કહેવાનું છોડી દીધું છે.
કહી દો મંજિલને કે હવે રાહ ના જોવે અમારી,
અમે રસ્તા ભૂલવાનું હવે છોડી દીધું છે.
ફરી મળીશું તો વાત કરશું હૈયાની ક્યારેક,
હવે બધા સાથે હૈયા ખોલવાનું અમે છોડી દીધું છે.
કહી દો વરસાદને કે અમે ભીંજાવાનું છોડી દીધું છે,
કહી દો પારેવડાંને કે અમે કલરવ છોડી દીધો છે.