કેરડા
કેરડા
કેરડાનાં નાનાં ઝાડવાં થાય છે. એ મરુભૂમિનું વૃક્ષ ગણાય છે. એ કાંટાવાળું ઝાડ છે. એને પાંદડાં હોતાં નથી. એનાં ફૂલ રાતાં હોય છે અને ચણી બોર જેવડાં ફળ આવે છે. ફળ પાકે ત્યારે લાલ થાય છે. લીલા રંગના કાચાં ફળોનું અથાણું અને શાક થાય છે. એનાં ફળને પણ કેરડાં કહે છે. એ કડવા, તીખા, તુરા, ગરમ, મળ રોકનારા, રુચિકારક, આફરો કરનાર, સ્વાદિષ્ટ પણ કડ઼ચા, કફ, વાયુ, આમ-ચિકાશ, સોજો, મળ-વાછુટની દુર્ગધ મટાડનાર છે. હૃદય માટે સારાં, પ્રમેહ, હરસ-મસામાં ખૂબ જ ઉપયોગી છે.
1) કેરડાને સૂકવીને બનાવેલું એક ચમચી ચૂર્ણ દહીંમાં મેળવી ખાવાથી હરસ મટે છે.
(૨) એકલું ચણ ફાકવાથી સોજા અને ખંજવાળ મટે છે.
(3) જઠરાગિન વધારનાર અને ગરમ હોવાથી વાતનાશક છે. કેરડાનું અથાણું બનાવી ઉપયોગ કરવોke
