જીભ
જીભ


કોરેન્ટાઇન માં બેઠા બેઠા માણસ ચિંતનશીલ થઇ જાય છે. આજ આપણે જીભ વિષે વાત કરીશું. અમારા એક સંતે કહ્યું છે કે " તમે તમારી જીભના માલિક છો જ્યા સુધી તમે ચૂપ છો, પણ જેવી તમે જીભ ચલાવી તેના તમે કેદી બની જાઓ છે. તમારી જીભને સોનાની જેમ સાચવો. " શબ્દ તોફાન લાવી શકે છે. વાતનું વતેસર ના થઇ જાય તે માટે જે બોલો તે વિચારીને બોલો. મોટા ભાગના સંબંધમાં દરાર જીભની વડે જે પડે છે. અને એ ને એ વાત વાગોળયા કરવાથી એ દરાર ખીણ જેવી મોટી થતી જાય છે. માણસ એની જીભની પાછળ છૂપાયેલો છે જેવી જીભ ખૂલી એની ઓળખાણ થઇ જાય છે. ભૂતકાળની વાતોને વાગોળી આજ ને ખરાબ ના કરવી. ભવિષ્ય ની વાતો કરી સપના જોવાનો વાંધો નથી, પણ સપના પણ કદ પ્રમાણે જોવા જેથી નિરાશા ના સાંપડે. મીઠી વાતોથી દિલને જીતી શકાય છે અને કડવી વાતો અને મેણા ટોણાથી દિલને નંદવી શકાય છે.જબાનને મીઠી મધ રાખો કે લોકોને પ્રેમનું ડાયાબિટીસ થઇ જાય. કોઈપણ વાતને એટલી ના ખેંચવી કે જીવનમાં કડવાશ ભરી દે. કડવી વાતોને ભૂલીને જીવનમાં આગળ વધવું જ જોઈએ. જીભને હાડકું નથી તેથી ભૂલો થાય.તો માફ કરી દેવામાં આપણને પણ શાંતિ મળે છે. તેથીજ કહેવાય છે મિચ્છામિ દુક્કડમ !! હું આખા જગતને આજ મિચ્છામિ દુક્કડમ કહું છું.